2.5 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર સહિત દંડ નો હાલોલ કોર્ટ નો આદેશ કાલોલ તા ૧૨/૦૧/૨૫ હાલોલના સદામહુસેન મૃતુજાભાઈ કાલોલીયા દ્વારા હાલોલના સઈદ મુસ્તાકભાઈ બાગવાલા સામે કરેલ ફરિયાદ ની વિગતો જોતા આરોપી અને ફરિયાદી એકજ જ્ઞાતિના હોવાથી અને બન્ને વચ્ચે મિત્રતા હોવાથી આરોપીને તેમના કૌટુંબિક ખર્ચને પહોંચી વળવા માટે નાણાંની જરૂર પડતા તા ૦૫/૧૨/૨૩ ના રોજ રૂ ૨,૫૦,૦૦૦/ માંગેલા અને ૧૫ દિવસમાં પરત આપી દેવાનો વાયદો કર્યો હતો જેથી ફરિયાદીએ આરોપીને રૂ ૨,૫૦,૦૦૦/ ઉછીના આપેલા અને તેજ દિવસે નાણા સ્વીકાર્યા અંગેનો કરાર નોટરી રૂબરૂ કરી આપેલો અને જનતા સહકારી બેંક નો તા ૦૨/૦૧/૨૪ ના રોજ નો રૂ ૨,૫૦,૦૦૦/ નો ચેક લખી આપી તે દિવસે કે તે બાદ બેંકમાં રજુ કરવાથી નાણા મળી જશે તેવો પાકો વિશ્ર્વાસ આપેલ. ફરિયાદીએ તા ૦૪/૦૧/૨૪ ના રોજ પોતાની બેંક કોટક મહિન્દ્રા મા પોતાના ખાતામાં જમા કરાવતા અપુરતા ભંડોળ ને કારણે આરોપીએ આપેલ ચેક રિટર્ન થયો હતો જે બાદ આરોપીને નોટીસ આપી હતી જે નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી કે નાણા ચૂકવ્યા નથી જે આધારે ફરિયાદીએ પોતાના એડવોકેટ જે બી જોશી મારફતે હાલોલના એડી. જ્યુ. મેજિસ્ટ્રેટ (ફ.ક) ની કોર્ટમાં એન આઈ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદોનો કેસ પુરાવા માટે આવતા ફરિયાદીએ આરોપી સાથે નોટરી રૂબરૂ કરેલ કરારની વિગતો જોતા આરોપીએ આપેલ ચેક પોતાના કાયદેસરના દેવા ની ચુકવણી કરવા આપ્યો હોવાનુ પુરવાર થતુ હોઈ તથા આરોપીએ આ ચેક પોતાના કાયદેસરના દેવાની ચુકવણી કરવા આપ્યો નહી હોવાનુ પુરવાર કરવાની પોતાની જવાબદારી હોવા છતા તે અંગેનો કોઇ પુરાવો રજૂ કરેલ નથી. વધુમા સમાધાન ની વાતચીત ચાલતી હોવાનુ જણાવી આરોપીએ ઘણી બધી તક મેળવી હોવા છતા કોઇ નિરાકરણ લાવ્યા નહી કે કોઈ પુરાવો રજૂ કરેલ નથી. ફરિયાદ પક્ષે એન આઈ એક્ટ ના આવશ્યક તત્વો પુરવાર કરવામાં સફળ થતા હોય ફરિયાદી એડવોકેટ જે બી જોશી ની દલીલો ગ્રાહ્ય રાખી હાલોલના એડી જયુ મેજિસ્ટ્રેટ એચ એચ વિશનોઈ દ્વારા આરોપી સઈદ મુસ્તાકભાઈ બાગવાલા ને રૂ ત્રીસ હજારનો દંડ અને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂ ૨,૫૦,૦૦૦/ વળતર તરીકે ફરિયાદીને ચુકવી આપવાનો આદેશ આપેલ છે.

- MAA_❤️🔥❤️🔥1
- કાલોલ- ડેરોલ વૈષ્ણવ સમાજ દ્વારા વૈષ્ણવાચાર્ય ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની પદયાત્રા નીકળી. કાલોલ તા ૧૨/૦૧/૨૫ કાલોલ- ડેરોલ વૈષ્ણવ સમાજ અને ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ તથા શ્રી સુધા સત્સંગ મંડળ દ્વારા રવિવારે વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની ૧૨ કી.મી. ની પદયાત્રા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. સવારે ૧૧ કલાકે પુ. શ્રી નુ આગમન થયુ સર્વે વૈષ્ણવો દ્વારા સ્વાગત કરાયુ ત્યારબાદ ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ હોલ ખાતે વચનામૃત આપ્યા ડેરોલ સ્ટેશન ગોવર્ધનનાથજી હવેલીમાં ઠાકોરજી ની રાજભોગ આરતીના દર્શન કરાવી પદયાત્રા નો પ્રારંભ થયો વૈષ્ણવો સાથે પદયાત્રામાં પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી પણ જોડાયા હતા. અંબાલા ખાતે પહોંચી મહિલા મંડળ ના પાઠ અને પૂજ્યશ્રી ના વચનામૃત અને દ્વારિકાધીશ પ્રભુના ના દર્શન બાદ મહાપ્રસાદી નુ આયોજન કરાયુ છે.1
- પંચમહાલ : ગોધરા માં કપિરાજ ના આતંક નો મામલો1
- Badminton GOVT ITI GODHRA | Sport Week 20251
- #Godhra સિવિલ હોસ્પિટલ વિવાદમાં, RMOની કેબીન બહાર તબીબ દ્વારા કાર પાર્ક | Bharat Times News1