logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ* *અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ* ૦૦૦૦૦૦૦ *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી દ્રષ્ટિ અને નક્કર આયોજનના કારણે ગુજરાતમાં જળસંચય ક્ષેત્રે દુષ્કાળ હવે ભૂતકાળ બન્યો* *-કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ* ००००००० *સૌરાષ્ટ્રની સુકાઈ ગયેલી નદીઓને પુનર્જીવિત કરવાનું કાર્ય આવનારી પેઢીઓ માટે અમૂલ્ય ભેટ* *-નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી* ૦૦૦૦૦૦૦૦ *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગીરથ કાર્યનો ઉત્સવ યોજાયો* ૦૦૦૦૦૦૦ *અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે ૮૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સરોવરનું નિર્માણ, જળસંગ્રહ થકી આ વિસ્તારની ખેતી અને લોકોને તેનો લાભ મળશે* ૦૦૦૦૦૦૦ *અમરેલી, તા. ૨૭ ઓગસ્ટ –* અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરી તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, અમરેલી પંથકમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચય ક્ષેત્રે અદ્દભુત કામગીરી કરવામાં આવી છે. સંસ્થાપક શ્રી સવજીભાઈએ નદીઓને પુનઃજીવિત અને તળાવો ઊંડા કરવા માટે લીધેલા ભગીરથ સંકલ્પ હેઠળ આજે "ગુજરાત ગૌરવ સરોવર"નું લોકાર્પણ કરીને માત્ર મારું મન આનંદિત નથી થયું પરંતુ આત્માને અદ્દભુત શાંતિ મળે તેવું પુણ્યનું કામ કર્યું છે. સવજીભાઈએ પરિવારને સાથે લઈને જળ સંરક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને કારણે આ પંથકના લોકોનું જીવન પાણીદાર બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વરસાદી પાણીને યોગ્ય વ્યવસ્થા સાથે સંરક્ષિત કરવા માટે નાગરિકોને પ્રેરણા પૂરી પાડતાં જણાવ્યું હતું કે, ભવિષ્યના આયોજન સાથે વરસાદના ટીપે ટીપાંને જમીનમાં ઉતારવામાં આવે ત્યારે ઊંડા કરેલા તળાવનું મહત્વ ખૂબ વધી જાય અને દુષ્કાળની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, મને યાદ છે કે, ગુજરાતમાં વર્ષ ૧૯૮૫ થી ૧૯૮૭ સળંગ ત્રણ વર્ષ ભારે દુષ્કાળ પડ્યો હતો. જમીનના તળ સાવ સુકાઈ ગયાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જ્યારે વર્ષ ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આખું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પાણીથી તરબોળ થઈ ગયું અને દુષ્કાળ હવે ભુતકાળ બન્યો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં એક જ વર્ષમાં દોઢ લાખ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૬૪માં "નર્મદા યોજના"નું ભૂમિ પૂજન થયું હતું, જેના દરવાજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ખોલવામાં આવ્યા હતા. "સૌની યોજના" થકી વરસાદના વધારાના પાણીનો સંગ્રહ કરીને આજે સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ અને ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દસ હજાર સરોવર નર્મદાથી ભરવામાં આવ્યા છે. આજદિન સુધી એકપણ સરકારે જળશક્તિ મંત્રાલયની રચના નથી કરી પરંતુ આપણા વડાપ્રધાનશ્રીએ જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરીને દેશભરમાં જનભાગીદારીથી તળાવો ઊંડા કરાવી સિંચાઈની ક્ષમતા ૧૬૦ ટકા વધારીને જનકલ્યાણ હેતુ નકકર કામ કર્યું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સર્વપ્રથમ હું ધોળકિયા ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિસ્તારની વર્ષો જૂની નદીઓ, જે સમય જતાં સુકાઈ ગઈ હતી અને માટીનું રણ બની ગઈ હતી, તેમને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય સવજીભાઈ, તેમના પરિવારે અને ફાઉન્ડેશને પોતાના હાથમાં લીધું છે. આ કોઈ નાનો પડકાર નહોતો. ભરબપોરે, કાળઝાળ ગરમીમાં અને સૌરાષ્ટ્રના આકરા ઉનાળામાં કલાકો સુધી જે.સી.બી મશીનો પાસે ઊભા રહીને કાર્યકર્તાઓ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું, જેના પરિણામે આજે પાંચમું સરોવર પુનર્જીવિત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેર્યું કે, સરોવર બની ગયા પછી જોવું સૌને ગમે, પરંતુ તે બનાવવા પાછળ માત્ર રૂપિયા ખર્ચીને નહીં કે, સરકારી વ્યવસ્થાના સહારે જ નહીં, પરંતુ પોતાનો અને પરિવારનો કિંમતી સમય આપીને આ સિદ્ધિ મેળવી છે. સમગ્ર ગુજરાતમાં ૨૦૮ જેટલા સરોવરોને આ જ રીતે પુનર્જીવિત કરવાનું જે અદ્દભૂત કાર્ય થયું છે, તે ખરેખર વંદનીય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આપણે સૌએ ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ને એક મજબૂત નેતા તરીકે જોયા છે. પરંતુ તેમના હૃદયમાં જળસંચય, પર્યાવરણ અને સમાજ ઉત્થાન માટે જે ભાવ છે તેનાથી કદાચ ઘણા લોકો અજાણ હશે. વૃક્ષારોપણ કરીને ધરતીને લીલીછમ બનાવવી, ગામડે ગામડે લાઈબ્રેરીઓ ઊભી કરી નાના પરિવારના બાળકો શિક્ષણમાં આગળ વધે તેવા કાર્યો કરવા - આ તમામ કાર્યોમાં તેમની ઊંડી રૂચિ રહી છે. તેઓ ગુજરાત પ્રવાસે આવે ત્યારે ગામડાઓમાં તળાવોના ખાતમુહૂર્ત, પ્લાનિંગ અને લોકાર્પણમાં જાતે સમય ફાળવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લોકાર્પણ પૂરતો નહીં, પરંતુ છેવાડાના ગામડાઓ સુધી પાણી બચાવવાનો સંદેશ પહોંચાડવાનો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના સૂચનને પગલે હેતની હવેલી પરિસર જાહેર જનતા માટે દર રવિવારે ખુલ્લું મૂકવાના નિર્ણયને શ્રી સવજીભાઈ ધોળકિયાએ આવકાર્યો હતો. ગુજરાત ગૌરવ સરોવર લગભગ ૮૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ સરોવરમાં આશરે ૨૩ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. ચાલુ ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં સરોવરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી સહિતના વિસ્તારોમાં જળસંચયને પ્રોત્સાહન આપવા અનેક સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાગડિયો નદી પર જુદા જુદા સ્થળોએ રાજ્યસરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નદી ઊંડી કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. આશરે ૪૦ જેટલા સરોવરોના નિર્માણથી આસપાસના ૧૦૦થી વધુ ગામોના લોકોને તેનો સીધો લાભ મળશે. આ જળસંચયના કામોથી ભૂગર્ભજળના સ્તરમાં વધારો થવાની સાથે ખેતી અને પીવાના પાણીની ઉપલબ્ધતામાં પણ મહત્વપૂર્ણ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૪માં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના "ભારત માતા સરોવર"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જળસંચય કાર્યથી અમરેલી જિલ્લામાં લાઠી અને લીલીયા તાલુકામાં ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થયો છે અને ખેતી-સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા લોકભોગ્ય બની છે. આ પ્રસંગે અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનક તળાવિયા, સાવરકુંડલા લીલીયા વિસ્તાર ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડિયા, ધોળકિયા પરિવારના વડીલ શ્રી ધનજીદાદા, તેમના પુત્ર શ્રી તુલસીભાઈ, શ્રી ઘનશ્યામભાઈ સહિત પરિવારના સભ્યો, જિલ્લાના અગ્રણીશ્રીઓ, આગેવાનો, બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતમાં ભગીરથ કાર્યનો ઉત્સવ યોજાયો હતો. *૦૦૦૦૦*

1 hr ago
user_Parmar karshan
Parmar karshan
જાફરાબાદ, અમરેલી, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
    1
    ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ

અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી
અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    18 hrs ago
  • મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી, બોરડીમાં ગેરકાયદેસર વીજ શોકથી સિંહણનું મોત, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, બોરડી ગામની એક વાડી ફરતે ગેરકાયદેસર રીતે વીજ શોક મૂકવામાં આવ્યો હતો. આ વીજ તારની અડફેટે આવતા એક સિંહણનું કરુણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. સિંહણના મોતની ઘટનાને પગલે વન્યજીવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાડી વિસ્તારમાં ગેરકાયદેસર વીજ શોક ગોઠવવામાં આવ્યો હોવા છતાં તેની જાણ ફોરેસ્ટ વિભાગને કેમ ન થઈ? વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારમાં આવી જીવલેણ બેદરકારી સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેવા સવાલો હવે ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે જો વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હોત તો કદાચ આ સિંહણનો જીવ બચાવી શકાયો હોત.
    1
    મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી,
બોરડીમાં ગેરકાયદેસર વીજ શોકથી સિંહણનું મોત, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, બોરડી ગામની એક વાડી ફરતે ગેરકાયદેસર રીતે વીજ શોક મૂકવામાં આવ્યો હતો. આ વીજ તારની અડફેટે આવતા એક સિંહણનું કરુણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
સિંહણના મોતની ઘટનાને પગલે વન્યજીવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાડી વિસ્તારમાં ગેરકાયદેસર વીજ શોક ગોઠવવામાં આવ્યો હોવા છતાં તેની જાણ ફોરેસ્ટ વિભાગને કેમ ન થઈ? વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારમાં આવી જીવલેણ બેદરકારી સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેવા સવાલો હવે ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે.
સ્થાનિકોમાં આક્ષેપ છે કે જો વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હોત તો કદાચ આ સિંહણનો જીવ બચાવી શકાયો હોત.
    user_SHUBH SHARNAM NEWS
    SHUBH SHARNAM NEWS
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • 🦁GiR GiR
    1
    🦁GiR
GiR
    user_Black Dada 001🦁
    Black Dada 001🦁
    Nurse કોડીનાર, ગીર સોમનાથ, ગુજરાત•
    21 hrs ago
  • અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ... અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ
    1
    અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ...
અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • गुजरात पावरलुम्स उधोग ने मंदी की असर हप्तेमें दोदीन बंध ।
    1
    गुजरात पावरलुम्स उधोग ने मंदी की असर हप्तेमें दोदीन बंध ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • દામોદર કુંડ પાસેથી ખોવાયેલ ૭૫,૦૦૦ ની કિંમતનો આઈફોન નેત્રમ શાખાની સતર્કતાથી પરત મળ્યો જૂનાગઢ: ધોરાજીના વતની અને ભવનાથ આવેલા ભરતભાઈ રાજુભાઈ મેવાડાનો રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનો આઈફોન ૧૬ (iPhone 16) ભવનાથ વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો. આ મામલે નેત્રમ શાખા દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવતા મહત્વના ફૂટેજ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ભવનાથ જવા માટે જે રૂટ પરથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના કેમેરા ચેક કરતા તેમનો મોબાઈલ ફોન દામોદર કુંડ ખાતે પડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા આ મોબાઇલ ફોન ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સંબંધિત બાઈક ચાલકનો સંપર્ક કર્યો હતો અને ભારે જહેમત બાદ ભરતભાઈ મેવાડાનો ૭૫,૦૦૦/- રૂપિયાની કિંમતનો કિંમતી આઈફોન ૧૬ સુરક્ષિત રીતે શોધી પરત અપાવ્યો હતો. પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીથી પ્રભાવિત થઈને અરજદાર ભરતભાઈ મેવાડા દ્વારા ડી.વાય.એસ.પી. એ. એસ. પટણીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    1
    દામોદર કુંડ પાસેથી ખોવાયેલ ૭૫,૦૦૦ ની કિંમતનો આઈફોન નેત્રમ શાખાની સતર્કતાથી પરત મળ્યો
જૂનાગઢ: ધોરાજીના વતની અને ભવનાથ આવેલા ભરતભાઈ રાજુભાઈ મેવાડાનો રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનો આઈફોન ૧૬ (iPhone 16) ભવનાથ વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો. આ મામલે નેત્રમ શાખા દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવતા મહત્વના ફૂટેજ સામે આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ભવનાથ જવા માટે જે રૂટ પરથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના કેમેરા ચેક કરતા તેમનો મોબાઈલ ફોન દામોદર કુંડ ખાતે પડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા આ મોબાઇલ ફોન ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું.
નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સંબંધિત બાઈક ચાલકનો સંપર્ક કર્યો હતો અને ભારે જહેમત બાદ ભરતભાઈ મેવાડાનો ૭૫,૦૦૦/- રૂપિયાની કિંમતનો કિંમતી આઈફોન ૧૬ સુરક્ષિત રીતે શોધી પરત અપાવ્યો હતો.
પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીથી પ્રભાવિત થઈને અરજદાર ભરતભાઈ મેવાડા દ્વારા ડી.વાય.એસ.પી. એ. એસ. પટણીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    user_Bharat Boricha
    Bharat Boricha
    Local News Reporter જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
    1
    ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા*
*આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા*
*સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી*
ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. 
આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે.
રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી.
આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે.
આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે, ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ
ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ
ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી
ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની વિગત એવી છે કે,
ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા  પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક  ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. 
પોલીસ ઘટના સ્થળે દોડી આવી
આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો  સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના  નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.