દામોદર કુંડ પાસેથી ખોવાયેલ ૭૫,૦૦૦ ની કિંમતનો આઈફોન નેત્રમ શાખાની સતર્કતાથી પરત મળ્યો જૂનાગઢ: ધોરાજીના વતની અને ભવનાથ આવેલા ભરતભાઈ રાજુભાઈ મેવાડાનો રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનો આઈફોન ૧૬ (iPhone 16) ભવનાથ વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો. આ મામલે નેત્રમ શાખા દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવતા મહત્વના ફૂટેજ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ભવનાથ જવા માટે જે રૂટ પરથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના કેમેરા ચેક કરતા તેમનો મોબાઈલ ફોન દામોદર કુંડ ખાતે પડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા આ મોબાઇલ ફોન ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સંબંધિત બાઈક ચાલકનો સંપર્ક કર્યો હતો અને ભારે જહેમત બાદ ભરતભાઈ મેવાડાનો ૭૫,૦૦૦/- રૂપિયાની કિંમતનો કિંમતી આઈફોન ૧૬ સુરક્ષિત રીતે શોધી પરત અપાવ્યો હતો. પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીથી પ્રભાવિત થઈને અરજદાર ભરતભાઈ મેવાડા દ્વારા ડી.વાય.એસ.પી. એ. એસ. પટણીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દામોદર કુંડ પાસેથી ખોવાયેલ ૭૫,૦૦૦ ની કિંમતનો આઈફોન નેત્રમ શાખાની સતર્કતાથી પરત મળ્યો જૂનાગઢ: ધોરાજીના વતની અને ભવનાથ આવેલા ભરતભાઈ રાજુભાઈ મેવાડાનો રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનો આઈફોન ૧૬ (iPhone 16) ભવનાથ વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો. આ મામલે નેત્રમ શાખા દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવતા મહત્વના ફૂટેજ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ભવનાથ જવા માટે જે રૂટ પરથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના કેમેરા ચેક કરતા તેમનો મોબાઈલ ફોન દામોદર કુંડ ખાતે પડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા આ મોબાઇલ ફોન ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સંબંધિત બાઈક ચાલકનો સંપર્ક કર્યો હતો અને ભારે જહેમત બાદ ભરતભાઈ મેવાડાનો ૭૫,૦૦૦/- રૂપિયાની કિંમતનો કિંમતી આઈફોન ૧૬ સુરક્ષિત રીતે શોધી પરત અપાવ્યો હતો. પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીથી પ્રભાવિત થઈને અરજદાર ભરતભાઈ મેવાડા દ્વારા ડી.વાય.એસ.પી. એ. એસ. પટણીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
- દામોદર કુંડ પાસેથી ખોવાયેલ ૭૫,૦૦૦ ની કિંમતનો આઈફોન નેત્રમ શાખાની સતર્કતાથી પરત મળ્યો જૂનાગઢ: ધોરાજીના વતની અને ભવનાથ આવેલા ભરતભાઈ રાજુભાઈ મેવાડાનો રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનો આઈફોન ૧૬ (iPhone 16) ભવનાથ વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો. આ મામલે નેત્રમ શાખા દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવતા મહત્વના ફૂટેજ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ભવનાથ જવા માટે જે રૂટ પરથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના કેમેરા ચેક કરતા તેમનો મોબાઈલ ફોન દામોદર કુંડ ખાતે પડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા આ મોબાઇલ ફોન ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સંબંધિત બાઈક ચાલકનો સંપર્ક કર્યો હતો અને ભારે જહેમત બાદ ભરતભાઈ મેવાડાનો ૭૫,૦૦૦/- રૂપિયાની કિંમતનો કિંમતી આઈફોન ૧૬ સુરક્ષિત રીતે શોધી પરત અપાવ્યો હતો. પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીથી પ્રભાવિત થઈને અરજદાર ભરતભાઈ મેવાડા દ્વારા ડી.વાય.એસ.પી. એ. એસ. પટણીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- ઉપલા દાતાર દીપમાળા પ્રસંગે દીપ સે દીપ જ્યોત જલાવી એકતા નો સંદેશ આપવામાં આવ્યો જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સના આજે ત્રીજા દિવસે દાતારની જગ્યા ખાતે દીપમાળા મહેંદી નો કાર્યક્રમ હતો ગુફા ની અંદર જે અખંડ જ્યોત જલી રહી છે એની જ્યોતથી આખી જગ્યામાં ભાવિકો દ્વારા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને આખી જગ્યાને રોશનીથી જળહળી ઉઠી હતી. જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા આ દિવસે દીપ સે દીપ જલાઓના સંદેશ સાથે સર્વે જન ની સુખાકારી અને સમગ્ર દેશમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી દીપમાળા ના આ પાવન પ્રસંગે ઉપલા દાતાર ની જગ્યા ના મહંત દ્વારા જગ્યામાં પધારેલા ભાવિક ભક્તોના હાથે દરેક જગ્યાએ દીપ પ્રગટાવી હજારો દીવડા પ્રગટાવ વા આવ્યા હતા અને આખી જગ્યાને રોશની થી જળ હળી ઊઠી હતી. તમામ લાઈટો બંધ કરી અને આ સુંદર મજાનો નજારો ઉપસ્થિત ભાવિકોએ નિહાળીઓ હતો ત્યારબાદ દરેક ભાવિકો માટે ચોખા ઘીનો સિરો નો પ્રસાદ અને ડ્રાય ફ્રુટ મા કાજુ બદામ કીસ મીસ નો પ્રસાદ બધાને અર્પણ કરાયો હતો દાતાર બાપુ મહાપર્વ ઉર્સ નો રવિવાર થીરારંભ થયો છે અને આવતીકાલે વહેલી સવારે પુર્ણાહુતી થશે પાંચ દિવસના આ વર્ષના મેળામાં હજારો ભાવિક ભક્તોએ નાથ જાતના ભેદભાવ વગર દાતાર બાપુના દર્શન કરી મને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા.1
- કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણીનિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. કણજા ગામમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી વંથલી તાલુકાના કણજા ગામમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. જુલૂસ કણજા ગામથી નીકળી ગામના વિવિધ મુખ્ય માર્ગો અને બજારોમાંથી પસાર થઈ પરત ફર્યો હતો. સમગ્ર જુલૂસ દરમિયાન તહેવારનો માહોલ જોવા મળ્યો હતો અને સમાજના લોકોએ એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદ પાઠવી હતી. ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વંથલી પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.આ મેટર અખબાર માટે હેડલાઈન + બે ટૂંકા ફકરામાં પણ વધુ ટૂંકું કરી શકાય.3
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- 🦁GiR GiR1
- ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા1
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.4