એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક વિજયસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડી.સી. સાઈડિયા અને પીએસઆઈ આર.જે. જોશીની ટીમે બાતમીના આધારે ઝુંડાળા ગામના રહેવાસી હિતાભાઈ ગુજરાભાઈ બુંબડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પોશીના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 324 તેમજ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી સતત ફરાર હતો અને પોલીસે તેને પકડી પાડવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબીના પીઆઈ ડી.સી. સાઈડિયા, પીએસઆઈ આર.જે. જોશી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક વિજયસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડી.સી. સાઈડિયા અને પીએસઆઈ આર.જે. જોશીની ટીમે બાતમીના આધારે ઝુંડાળા ગામના રહેવાસી હિતાભાઈ ગુજરાભાઈ બુંબડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પોશીના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 324 તેમજ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી સતત ફરાર હતો અને પોલીસે તેને પકડી પાડવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબીના પીઆઈ ડી.સી. સાઈડિયા, પીએસઆઈ આર.જે. જોશી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
- આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર1
- હિંમતનગર તાલુકાના અદાપુર ગામમાં વરસાદ પડી રહેલ છે કૃપા કરીને નાના છોકરાઓ ને બહાર નીકળ વા ના દેતા અદાપુર1
- આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.1
- અરવલ્લી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌરીવ્રત પૂર્ણાહુતિ પ્રસંગે 500થી વધુ કુમારીકાઓને ફળ વિતરણ દુર્ગાવાહિની સાથે જોડાવા કર્યું આહ્વાન અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના ઓધારી મંદિર ખાતે જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ ભાવસારની અધ્યક્ષતા હેઠળ જયાપાર્વતી વ્રત કરતી કુમારીકાઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ અને દુગૉવહીની બહેનો દ્વારા 500 થી વધુ કુમારીકાઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું છે.માતૃશક્તિ અને દુગૉવાહીની તથા ઓધારી મંદિરના પૂજારી અતુલભાઈ જોષીદ્વારા ઉપસ્થિત કુમારીકાઓને દુગૉવાહીની અભ્યાસ વગૅમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે..ગૌરીવ્રતના પૂર્ણાહુતિ પ્રસંગે અરવલ્લી જિલ્લા અધ્યક્ષ અમિતા બેન માંડલિયા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા સીમાબેન સોની,જયાબેન શમૉ, કલ્પના બેન, તથા જિલ્લા દુગૉવાહીની સંયોજિકા ઝલક બેન ઉપાધ્યાય,સહ સંયોજીકા બંસરીબેન સોની, જ્યોતિબેન ભોઈ, નગરના માતૃશક્તિ કાર્યકર્તા હેતલબેન ત્રિવેદી,કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા.4
- મેઘરજમાં દિવસભરની ભારે ગરમી બાદ સમી સાંજે વરસાદી ઝાપટું, વાતાવરણમાં ઠંડક પ્રસરી મેઘરજ નગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદી ઝાપટાને કારણે માર્ગો ભીના બન્યા હતા અને નગરમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો.1
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માત્ર સવા ઈંચ જેટલા વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પડેલા સવા ઈંચ જેટલા વરસાદ બાદ શહેરના ચાર રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર એક કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના ચાર રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.અહીં માત્ર સવા ઈંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે."સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.4
- અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર અતિભારે વરસાદને લઈ અરવલ્લી એલર્ટ! NDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત, બોટ-લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે બચાવ કામગીરી માટે તૈયાર1
- એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક વિજયસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ડી.સી. સાઈડિયા અને પીએસઆઈ આર.જે. જોશીની ટીમે બાતમીના આધારે ઝુંડાળા ગામના રહેવાસી હિતાભાઈ ગુજરાભાઈ બુંબડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પોશીના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 324 તેમજ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી સતત ફરાર હતો અને પોલીસે તેને પકડી પાડવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. પકડાયેલા આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પોશીના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબીના પીઆઈ ડી.સી. સાઈડિયા, પીએસઆઈ આર.જે. જોશી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.1