logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક એક સિંહે રિક્ષા પર હુમલો કર્યો હતો, જેમાં રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. આ ઘટના બાબરકોટમાં કપની પાસે બની હતી. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે. અગાઉ વરાહસરૂપ અને કોવાયામાં પણ આવી જ ઘટનાઓ બની હતી, અને હવે બાબરકોટમાં ફરી એક વ્યક્તિને સિંહે હુમલો કરીને ઇજા પહોંચાડી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે અને સિંહને ઝડપથી પાંજરે પૂરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

1 hr ago
user_Parmar karshan
Parmar karshan
જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
1 hr ago
58c2c288-1bb1-47ac-a27b-23567bf3b9cf
32c8b8f2-50bc-4cd1-a74f-188b88504959
4df605f1-adfa-4b6e-a08c-dd7347a161be

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક એક સિંહે રિક્ષા પર હુમલો કર્યો હતો, જેમાં રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. આ ઘટના બાબરકોટમાં કપની પાસે બની હતી. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં આ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે. અગાઉ વરાહસરૂપ અને કોવાયામાં પણ આવી જ ઘટનાઓ બની હતી, અને હવે બાબરકોટમાં ફરી એક વ્યક્તિને સિંહે હુમલો કરીને ઇજા પહોંચાડી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે અને સિંહને ઝડપથી પાંજરે પૂરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

More news from ગુજરાત and nearby areas
  • અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં રાજસ્થલીથી પાતળા ગામ સુધીનો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બન્યો હોવા છતાં તેની હાલત અત્યંત બિસ્માર છે. માર્ગ પરના અનેક પુલો અને રસ્તાના ભાગોની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ મુદ્દે ખાંભાના સામાજિક કાર્યકર સુરેશ મકવાણાએ ગુજરાત સરકારના સ્વાગત ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી, જેમાં તાજેતરમાં બનેલા માર્ગ અને પુલોમાં ગુણવત્તાના પ્રશ્નો હોવાનું જણાવ્યું હતું. જોકે, સંબંધિત વિભાગે જવાબમાં કામ પૂર્ણ થયાનું અને ટૂંક સમયમાં સી.સી. વર્ક શરૂ કરવાની જાણ કરી છે. પરંતુ, સ્થાનિક ગ્રામજનોનું માનવું છે કે જો માર્ગ અને પુલોની વાસ્તવિક સ્થિતિ તપાસવામાં આવે તો અનેક ગંભીર ખામીઓ ખુલી શકે છે. આથી, સુરેશ મકવાણાએ રાજ્ય સરકાર પાસે સમગ્ર માર્ગ અને પુલોની સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરાવી બાંધકામની ગુણવત્તા ચકાસવાની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે જો કોઈ ગેરરીતિ, બેદરકારી કે ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને માર્ગ-પુલોનું તાત્કાલિક સમારકામ થાય. જનહિત અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મુદ્દે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી હોવાનું સ્થાનિક ગ્રામજનો માની રહ્યા છે.
    4
    અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં રાજસ્થલીથી પાતળા ગામ સુધીનો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બન્યો હોવા છતાં તેની હાલત અત્યંત બિસ્માર છે. માર્ગ પરના અનેક પુલો અને રસ્તાના ભાગોની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

આ મુદ્દે ખાંભાના સામાજિક કાર્યકર સુરેશ મકવાણાએ ગુજરાત સરકારના સ્વાગત ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી, જેમાં તાજેતરમાં બનેલા માર્ગ અને પુલોમાં ગુણવત્તાના પ્રશ્નો હોવાનું જણાવ્યું હતું. જોકે, સંબંધિત વિભાગે જવાબમાં કામ પૂર્ણ થયાનું અને ટૂંક સમયમાં સી.સી. વર્ક શરૂ કરવાની જાણ કરી છે. પરંતુ, સ્થાનિક ગ્રામજનોનું માનવું છે કે જો માર્ગ અને પુલોની વાસ્તવિક સ્થિતિ તપાસવામાં આવે તો અનેક ગંભીર ખામીઓ ખુલી શકે છે.

આથી, સુરેશ મકવાણાએ રાજ્ય સરકાર પાસે સમગ્ર માર્ગ અને પુલોની સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરાવી બાંધકામની ગુણવત્તા ચકાસવાની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે જો કોઈ ગેરરીતિ, બેદરકારી કે ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને માર્ગ-પુલોનું તાત્કાલિક સમારકામ થાય. જનહિત અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મુદ્દે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી હોવાનું સ્થાનિક ગ્રામજનો માની રહ્યા છે.
    user_સુરેશ મકવાણા
    સુરેશ મકવાણા
    ખાંભા, અમરેલી, ગુજરાત•
    8 hrs ago
  • ઉના શહેરના માણેકચોક વિસ્તારમાં સુન્ની યંગ કમિટી દ્વારા ઇમામ હુસેનની યાદમાં છેલ્લા ૨૬ વર્ષથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
    1
    ઉના શહેરના માણેકચોક વિસ્તારમાં સુન્ની યંગ કમિટી દ્વારા ઇમામ હુસેનની યાદમાં છેલ્લા ૨૬ વર્ષથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    10 hrs ago
  • ગુજરાતમાં એક કિસાન આલુનો વેપાર કરીને કરોડો રૂપિયાની કંપની સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.
    1
    ગુજરાતમાં એક કિસાન આલુનો વેપાર કરીને કરોડો રૂપિયાની કંપની સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • અમરેલી વિધાનસભા સંગઠન મંત્રી તરીકે જયદીપ પાંચાણીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, 2027ની ચૂંટણીની તૈયારીઓ પણ તેજ બની છે.
    1
    અમરેલી વિધાનસભા સંગઠન મંત્રી તરીકે જયદીપ પાંચાણીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, 2027ની ચૂંટણીની તૈયારીઓ પણ તેજ બની છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • અમરેલી, તા. ૨૧ જૂન, ૨૦૨૬ (રવિવાર) ના રોજ, અમરેલી જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી શહેર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ના સંકલ્પ સાથે, મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં ૩૨૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર યોગ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા, અને પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લાના અનેક અધિકારીશ્રીઓએ યોગઅભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે કોલકત્તા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યયોગ બોર્ડના અમરેલી જિલ્લાના કોર્ડિનેટરશ્રી સાગર મહેતા અને યોગ શિક્ષકોની ટીમે ઉપસ્થિત યોગઅભ્યાસુઓને યોગ અભ્યાસ કરાવ્યો હતો. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ રાખવામાં આવી હતી, જે વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્ત, સક્રિય અને સંતુલિત રાખવામાં યોગના મહત્વ પર ભાર મૂકે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છે, શ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. યોગ દ્વારા તણાવ, ચિંતા અને થાકમાં રાહત મળે છે, પ્રાણાયામ અને ધ્યાનથી એકાગ્રતા વધે છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે તથા જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ સહાય મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ દૈનિક જીવનમાં સ્વાવલંબન, સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું એક અસરકારક માધ્યમ છે. યોગાભ્યાસ દરમિયાન તાલીમબદ્ધ યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયા, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત યુવા અધિકાશ્રી કુરેશી, જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફૂમકીયા, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી અને અન્ય શહેરીજનો, વિદ્યાર્થીઓ, તથા વિવિધ સંસ્થાઓના યોગઅભ્યાસુઓ પણ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
    1
    અમરેલી, તા. ૨૧ જૂન, ૨૦૨૬ (રવિવાર) ના રોજ, અમરેલી જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી શહેર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ના સંકલ્પ સાથે, મોટી સંખ્યામાં નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો.

આ કાર્યક્રમમાં ૩૨૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર યોગ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજા, અને પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સહિત જિલ્લાના અનેક અધિકારીશ્રીઓએ યોગઅભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે કોલકત્તા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યયોગ બોર્ડના અમરેલી જિલ્લાના કોર્ડિનેટરશ્રી સાગર મહેતા અને યોગ શિક્ષકોની ટીમે ઉપસ્થિત યોગઅભ્યાસુઓને યોગ અભ્યાસ કરાવ્યો હતો.

આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ રાખવામાં આવી હતી, જે વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્ત, સક્રિય અને સંતુલિત રાખવામાં યોગના મહત્વ પર ભાર મૂકે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ અને સાંધાઓ મજબૂત બને છે, શ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. યોગ દ્વારા તણાવ, ચિંતા અને થાકમાં રાહત મળે છે, પ્રાણાયામ અને ધ્યાનથી એકાગ્રતા વધે છે, ઊંઘની ગુણવત્તા સુધરે છે તથા જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ સહાય મળે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ દૈનિક જીવનમાં સ્વાવલંબન, સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું એક અસરકારક માધ્યમ છે.

યોગાભ્યાસ દરમિયાન તાલીમબદ્ધ યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલી બહેન માંગરોળીયા, શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મયૂરભાઈ માંજરીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત યુવા અધિકાશ્રી કુરેશી, જિલ્લા રમતવિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફૂમકીયા, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી અને અન્ય શહેરીજનો, વિદ્યાર્થીઓ, તથા વિવિધ સંસ્થાઓના યોગઅભ્યાસુઓ પણ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    14 hrs ago
  • જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષ કરતાં પણ વધુ સમયથી રસ્તા બનાવવામાં આવ્યા નથી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીંના રસ્તાઓ ખેતરના રસ્તાઓ કે ગામની શેરીઓ જેવા પથરાવાળા છે. આ વિસ્તારમાં હજી સુધી સિમેન્ટ રોડ કે બ્લોક નાખવામાં આવ્યા નથી. ગ્રામીણ રોડ રસ્તાઓની આ સ્થિતિને જોતા, લોકો દ્વારા ઝડપથી રોડ અથવા તો બ્લોક નાખવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે.
    1
    જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષ કરતાં પણ વધુ સમયથી રસ્તા બનાવવામાં આવ્યા નથી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીંના રસ્તાઓ ખેતરના રસ્તાઓ કે ગામની શેરીઓ જેવા પથરાવાળા છે. આ વિસ્તારમાં હજી સુધી સિમેન્ટ રોડ કે બ્લોક નાખવામાં આવ્યા નથી. ગ્રામીણ રોડ રસ્તાઓની આ સ્થિતિને જોતા, લોકો દ્વારા ઝડપથી રોડ અથવા તો બ્લોક નાખવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે.
    user_MB news live
    MB news live
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    8 hrs ago
  • તાજેતરમાં 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેશોદ ખાતેની સરકારી આદર્શ નિવાસી શાળામાં ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલયના સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજન જિલ્લા નાયબ નિયામક શ્રી સી.પી. પવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય શ્રી બી.એસ. ભાવસાર, શ્રી એ.કે. રાઠોડ, મદદનીશ શિક્ષક એમ.ડી. દાહીમાં, હીરાભાઈ મૂછાળ, પરેશભાઈ, દિનેશભાઈ મારુ સહિત શાળા અને છાત્રાલયના સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને યોગક્રિયાઓનું પ્રદર્શન કરીને યોગના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી બી.એસ. ભાવસારે પોતાના સંદેશમાં યોગને ભારતની અમૂલ્ય પ્રાચીન પરંપરા ગણાવી હતી, જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનો આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગને જીવનનો અભિન્ન અંગ બનાવી સ્વસ્થ શરીર, એકાગ્ર મન અને સકારાત્મક વિચારો સાથે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, અને સૌને નિયમિત યોગાભ્યાસ કરવાની અપીલ કરી હતી. શાળાના વ્યાયામ શિક્ષક ડૉ. હમીરસિંહ વાળાએ યોગને માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ માનસિક શાંતિ, એકાગ્રતા અને સર્વાંગી વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન ગણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને યોગ દ્વારા જીવનમાં એકાગ્રતા પ્રાપ્ત કરીને શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે “નિરોગી ગુજરાત – સ્વસ્થ ભારત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ. કેશોદની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે યોગના માધ્યમથી માનસિક એકાગ્રતા અને જીવન કૌશલ્યોના વિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે યોગ અને શિક્ષણના સમન્વયથી સર્વાંગી વિકાસના સંદેશ સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રેરિત કર્યા.
    4
    તાજેતરમાં 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેશોદ ખાતેની સરકારી આદર્શ નિવાસી શાળામાં ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલયના સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજન જિલ્લા નાયબ નિયામક શ્રી સી.પી. પવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય શ્રી બી.એસ. ભાવસાર, શ્રી એ.કે. રાઠોડ, મદદનીશ શિક્ષક એમ.ડી. દાહીમાં, હીરાભાઈ મૂછાળ, પરેશભાઈ, દિનેશભાઈ મારુ સહિત શાળા અને છાત્રાલયના સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી.

ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને યોગક્રિયાઓનું પ્રદર્શન કરીને યોગના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી બી.એસ. ભાવસારે પોતાના સંદેશમાં યોગને ભારતની અમૂલ્ય પ્રાચીન પરંપરા ગણાવી હતી, જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનો આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગને જીવનનો અભિન્ન અંગ બનાવી સ્વસ્થ શરીર, એકાગ્ર મન અને સકારાત્મક વિચારો સાથે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, અને સૌને નિયમિત યોગાભ્યાસ કરવાની અપીલ કરી હતી. શાળાના વ્યાયામ શિક્ષક ડૉ. હમીરસિંહ વાળાએ યોગને માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ માનસિક શાંતિ, એકાગ્રતા અને સર્વાંગી વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન ગણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને યોગ દ્વારા જીવનમાં એકાગ્રતા પ્રાપ્ત કરીને શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે “નિરોગી ગુજરાત – સ્વસ્થ ભારત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ. કેશોદની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે યોગના માધ્યમથી માનસિક એકાગ્રતા અને જીવન કૌશલ્યોના વિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે યોગ અને શિક્ષણના સમન્વયથી સર્વાંગી વિકાસના સંદેશ સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રેરિત કર્યા.
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    3 hrs ago
  • ધારી તાલુકાના પાતળા-હીરાવા માર્ગ પર રોડ અને પુલનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા પુલના નિર્માણ કાર્યની શરૂઆત કરીને નાળા ખોદી ડ્રાઇવર્ઝન કાઢવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય ફેલાયો છે. સ્થાનિક લોકોના મતે, જો ભારે વરસાદ પડશે તો ખોદવામાં આવેલ નાળો અને અધૂરું ડ્રાઇવર્ઝન પાણીમાં ધોવાઈ જવાની શક્યતા છે, જેના કારણે સમગ્ર માર્ગ બંધ થઈ શકે છે. આ પરિણામે પાતળા, હીરાવા અને આસપાસના ગામોના લોકોને અવરજવરમાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ માર્ગ ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને દૈનિક કામકાજ માટે અવરજવર કરતા લોકો માટે અત્યંત મહત્વનો છે, અને પુલનું કામ અધૂરું રહેતા તથા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે અકસ્માતનો ભય પણ વધ્યો છે. ગ્રામજનોએ સંબંધિત વિભાગ, જિલ્લા તંત્ર અને લોકપ્રતિનિધિઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પુલનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા તેમજ ચોમાસા પહેલાં સુરક્ષિત અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ચોમાસું માથે છે ત્યારે પુલનું કામ અધૂરું છોડી દેવાની જવાબદારી કોણ લેશે, અને જો વરસાદના કારણે રસ્તો બંધ થશે તો તેની મુશ્કેલીનો ભોગ નિર્દોષ ગ્રામજનોને બનવું પડશે.
    4
    ધારી તાલુકાના પાતળા-હીરાવા માર્ગ પર રોડ અને પુલનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા પુલના નિર્માણ કાર્યની શરૂઆત કરીને નાળા ખોદી ડ્રાઇવર્ઝન કાઢવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય ફેલાયો છે.

સ્થાનિક લોકોના મતે, જો ભારે વરસાદ પડશે તો ખોદવામાં આવેલ નાળો અને અધૂરું ડ્રાઇવર્ઝન પાણીમાં ધોવાઈ જવાની શક્યતા છે, જેના કારણે સમગ્ર માર્ગ બંધ થઈ શકે છે. આ પરિણામે પાતળા, હીરાવા અને આસપાસના ગામોના લોકોને અવરજવરમાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ માર્ગ ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને દૈનિક કામકાજ માટે અવરજવર કરતા લોકો માટે અત્યંત મહત્વનો છે, અને પુલનું કામ અધૂરું રહેતા તથા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે અકસ્માતનો ભય પણ વધ્યો છે.

ગ્રામજનોએ સંબંધિત વિભાગ, જિલ્લા તંત્ર અને લોકપ્રતિનિધિઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પુલનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા તેમજ ચોમાસા પહેલાં સુરક્ષિત અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ચોમાસું માથે છે ત્યારે પુલનું કામ અધૂરું છોડી દેવાની જવાબદારી કોણ લેશે, અને જો વરસાદના કારણે રસ્તો બંધ થશે તો તેની મુશ્કેલીનો ભોગ નિર્દોષ ગ્રામજનોને બનવું પડશે.
    user_સુરેશ મકવાણા
    સુરેશ મકવાણા
    ખાંભા, અમરેલી, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.