એક વર્ષથી ફરાર હત્યાના ગુનાનો આરોપી ગોંડલથી ઝડપાયો | સુરેન્દ્રનગર પેરોલ ફલો સ્કવોડની મોટી કાર્યવાહી એક વર્ષથી ફરાર હત્યાના ગુનાનો આરોપી ગોંડલથી ઝડપાયો | સુરેન્દ્રનગર પેરોલ ફલો સ્કવોડની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પેરોલ ફલો સ્કવોડને મોટી સફળતા મળી છે. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર છૂટેલો અને છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી આખરે ઝડપાઈ ગયો છે. આરોપી પુરણસિહ ભીખુભા ઝાલાને ગોંડલના જામવાડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પેરોલ ફલો સ્કવોડે આ ઓપરેશન પાર પાડ્યું. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફલો સ્કવોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર સબ જેલને સોંપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર

- ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.1
- surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi surendranagar ma koi koi nu nathi sambhad tu1
- મોરબીના પ્રેમ નગરમાં એક વ્યક્તિના ઘર આંગણેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા કુલ 1104 વિદેશી દારૂના ચપલા કબજે કર્યા અને આરોપીની ધરપકડ કરી.1
- ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.1
- બોટાદ તાલુકાના સેથળી ગામના ખેતરમાં તાર ફેન્સીંગ કરવા બાબતે માર મારવાની ફરિયાદ બોટાદ તાલુકાના સેથળી ગામે શેઢાં પર તાર ફેન્સીગ કરવા બાબતે માર મારવાની ઘટના બની... બે જમીન માલિકોના વિવાદ વચ્ચે ગામનાપંચોની રૂબરૂમાં નક્કી કરવામાં આવેલ જમીન પર તાર નાખવામાં આવી રહ્યા હતા વહેલી સવારે સાત વાગ્યાથી સિમેન્ટના થાંભલા તાર ફેન્સીગ કરાઈ રહ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા કરાયો હુમલો જેનો વીડિયો થયો વાયરલ.. જેન્તીભાઇ ભીખાભાઇ અને જગદીશભાઈ ભીખાભાઇ દ્વારા પાઇપ વડે માર મારવામાંનું ફરિયાદીનું નિવેદન.. મારમારવાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા... સમગ્ર ઘટના અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ1
- અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ દારૂ ભરેલી આઇસર ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ગાડીનો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડી કબ્જે લઈ આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે આજરોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા 22 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો 25 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં1
- મોરબી જિલ્લાના વાંકાનેરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફીલિંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1