બોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણ બોટાદ શહેરના મધ્ય ભાગમાં આવેલી ઐતિહાસિક અને વર્ષો જૂની પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૦૧ના નવા અત્યાધુનિક બિલ્ડીંગનું અંદાજે રૂ.૨.૫ કરોડ રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આગામી શૈક્ષણિક સત્રથી આશરે ૧૦૦૦ જેટલા બાળકો આ નવા બિલ્ડીંગમાં અભ્યાસનો લાભ લેશે આ બિલ્ડિંગના ખાતમુહૂર્ત બાદ માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં ભવ્ય બિલ્ડીંગનું કામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે આ નવું બિલ્ડીંગ હવે વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટયથી કરી હતી. ત્યાર બાદ, સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી પ્રતિકભાઈ વડોદરીયાએ આપી હતી. નવા બિલ્ડીંગના નિર્માણ અને આધુનિક સુવિધાઓ મળવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, અગ્રણી મયુરભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પાટીવાળા, પ્રતીકભાઈ વડોદરીયા, સંજયકુમાર ચૌધરી, નીરુબેન ત્રાસડીયા, ચંદુભાઈ સાવલિયા, શ્રી દિલીપ ભાઈ જોષી, શ્રી છત્રપાલભાઈ ધાધલ, વિવિધ સહકારી મંડળીઓના સભ્યો, જાયન્ટ્સ ગ્રુપ બોટાદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

- યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા.. ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ.. SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..1
- Post by Vopul luhar1
- જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- જય અખંડ ધણી1
- જય અખંડ ધણી1
- विश्र्व समाचार1
- ગાયના ગોબર તથા મુત્ર જમીનને ફળદ્રુપ બનાવવા મદદરૂપ: ખેડૂતોના મિત્રો અળસિયા જળસંચય અને પાક માટે મદદરૂપ હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે આશરે ૨૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજ વસ્તુઓથી જમીન તથા વ્યક્તિના શરીરને થતાં ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, વધુમાં કિસાનોને જણાવવામાં આવ્યું કે, ગાયના ગોબર, ગૌમૂત્ર તેમજ ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા અળસિયા પાકને તથા જમીનની ગુણવતા લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સાથોસાથ અળસિયા ખેતરના ભૂર્ગભ તળને સાજા કરે છે એટલે કે જળસંચય માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ માનવ શરીરને તંદુરસ્ત અને નીરોગી બનાવે છે તે અંગેની માહિતી કિસાનોને આપી હતી તથા પ્રાકૃતિક કૃષિના અભિગમને વધુને વધુ કિસાનો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1