સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની નવી ટીમનું સન્માન, ધારાસભ્ય મહેશ કસવાળાએ પાઠવી શુભેચ્છાઓ સાવરકુંડલા ખાતે આવેલી અટલધારા ખાતે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજય મેળવનાર નવનિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા અને બેંકની નવી ટીમનું સન્માન કરી તમામ વિજેતા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય મહેશ કસવાળાએ નવી ટીમને બેંકના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવા તેમજ સભાસદોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા શુભકામનાઓ પાઠવી હતી. બેંકના વહીવટમાં પારદર્શિતા, વિશ્વાસ અને જવાબદારી જળવાઈ રહે તે દિશામાં નવી ટીમ અસરકારક કામગીરી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રમાં સાવરકુંડલા નાગરિક સહકારી બેંક વધુ પ્રગતિ કરે, સભાસદોને વધુ સારી સેવાઓ મળે અને બેંક નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ સાથે સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની નવી ટીમનું સન્માન, ધારાસભ્ય મહેશ કસવાળાએ પાઠવી શુભેચ્છાઓ સાવરકુંડલા ખાતે આવેલી અટલધારા ખાતે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજય મેળવનાર નવનિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા અને બેંકની નવી ટીમનું સન્માન કરી તમામ વિજેતા સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય મહેશ કસવાળાએ નવી ટીમને બેંકના વિકાસ માટે સાથે
મળીને કાર્ય કરવા તેમજ સભાસદોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા શુભકામનાઓ પાઠવી હતી. બેંકના વહીવટમાં પારદર્શિતા, વિશ્વાસ અને જવાબદારી જળવાઈ રહે તે દિશામાં નવી ટીમ અસરકારક કામગીરી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં
આવી હતી. સહકારી ક્ષેત્રમાં સાવરકુંડલા નાગરિક સહકારી બેંક વધુ પ્રગતિ કરે, સભાસદોને વધુ સારી સેવાઓ મળે અને બેંક નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ સાથે સન્માન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.
- શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ... શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ1
- મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી, બોરડીમાં ગેરકાયદેસર વીજ શોકથી સિંહણનું મોત, ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મોતની ઘટનાથી ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, બોરડી ગામની એક વાડી ફરતે ગેરકાયદેસર રીતે વીજ શોક મૂકવામાં આવ્યો હતો. આ વીજ તારની અડફેટે આવતા એક સિંહણનું કરુણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. સિંહણના મોતની ઘટનાને પગલે વન્યજીવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાડી વિસ્તારમાં ગેરકાયદેસર વીજ શોક ગોઠવવામાં આવ્યો હોવા છતાં તેની જાણ ફોરેસ્ટ વિભાગને કેમ ન થઈ? વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારમાં આવી જીવલેણ બેદરકારી સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેવા સવાલો હવે ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે જો વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હોત તો કદાચ આ સિંહણનો જીવ બચાવી શકાયો હોત.1
- પાલીતાણા જીવન ની અગત્યની જરૂરીયાત ની બાબત મા બેદરકારી .1
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા1
- 🦁GiR GiR1
- દામોદર કુંડ પાસેથી ખોવાયેલ ૭૫,૦૦૦ ની કિંમતનો આઈફોન નેત્રમ શાખાની સતર્કતાથી પરત મળ્યો જૂનાગઢ: ધોરાજીના વતની અને ભવનાથ આવેલા ભરતભાઈ રાજુભાઈ મેવાડાનો રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનો આઈફોન ૧૬ (iPhone 16) ભવનાથ વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો. આ મામલે નેત્રમ શાખા દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવતા મહત્વના ફૂટેજ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ભવનાથ જવા માટે જે રૂટ પરથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના કેમેરા ચેક કરતા તેમનો મોબાઈલ ફોન દામોદર કુંડ ખાતે પડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા આ મોબાઇલ ફોન ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સંબંધિત બાઈક ચાલકનો સંપર્ક કર્યો હતો અને ભારે જહેમત બાદ ભરતભાઈ મેવાડાનો ૭૫,૦૦૦/- રૂપિયાની કિંમતનો કિંમતી આઈફોન ૧૬ સુરક્ષિત રીતે શોધી પરત અપાવ્યો હતો. પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીથી પ્રભાવિત થઈને અરજદાર ભરતભાઈ મેવાડા દ્વારા ડી.વાય.એસ.પી. એ. એસ. પટણીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ... વિપક્ષની રજૂઆતની અસર: બાબરા-લીલવડા-વાંકીયા રોડનું કામ શરૂ...1