logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા એક કાર્યવાહીમાં રૂ. ૩.૭૪ લાખની કિંમતના પરપ્રાંતીય દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

2 hrs ago
user_Sagar Solanki
Sagar Solanki
Local News Reporter Kalol, Panch Mahals•
2 hrs ago
68a1acc5-00da-4e18-a1db-2eb29e61b800

પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા એક કાર્યવાહીમાં રૂ. ૩.૭૪ લાખની કિંમતના પરપ્રાંતીય દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

More news from Panch Mahals and nearby areas
  • કાલોલ તાલુકાના ડેરોલગામમાં ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડી, તેમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. અરજદારો પૈકી ડેપ્યુટી સરપંચ હિમાંશુકુમાર હસમુખભાઈ પરમાર અને તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ લાલસિંગભાઈ ખડીયાનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ગ્રામ સેવકનું મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ બકરી ઈદની જાહેર રજાના દિવસે વહીવટી તંત્રની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર આ સરકારી મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અરજદારોએ ગામના સરપંચ, તેમના પતિ રાજેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અને વોર્ડ નંબર-૭ ના સભ્ય જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકી પર પરસ્પર મિલીભગત કરીને આ કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો છે. આક્ષેપો મુજબ, મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અરજદારોએ આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
    2
    કાલોલ તાલુકાના ડેરોલગામમાં ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડી, તેમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. અરજદારો પૈકી ડેપ્યુટી સરપંચ હિમાંશુકુમાર હસમુખભાઈ પરમાર અને તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ લાલસિંગભાઈ ખડીયાનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ગ્રામ સેવકનું મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ બકરી ઈદની જાહેર રજાના દિવસે વહીવટી તંત્રની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર આ સરકારી મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અરજદારોએ ગામના સરપંચ, તેમના પતિ રાજેન્દ્રભાઈ બળવંતભાઈ પટેલ અને વોર્ડ નંબર-૭ ના સભ્ય જયવીરસિંહ વિક્રમસિંહ સોલંકી પર પરસ્પર મિલીભગત કરીને આ કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો છે.

આક્ષેપો મુજબ, મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

અરજદારોએ આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    6 hrs ago
  • હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા સ્થિત 'નિર્માણ પેટ્રોલિયમ' પર જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સરકારી નિયમોનો ભંગ કરીને પેટ્રોલ પંપ દ્વારા વાહનોને બદલે મોટી કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શિયલ એકમોને બેરલોમાં મોટા પ્રમાણમાં ઇંધણનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સરકારી નિયમો મુજબ બેરલ કે કારબામાં પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ છે. સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડીને કરવામાં આવતા આ ગેરકાયદેસર વેચાણને કારણે પુરવઠા તંત્ર દ્વારા પેટ્રોલ પંપનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વધુ તપાસ માટે પંપના રેકોર્ડ અને CCTVના DVR પણ જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અન્ય પેટ્રોલ પંપો અને ઔદ્યોગિક એકમોને પણ કડક ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો કોઈ પણ જગ્યાએ ઇંધણ ડાયવર્ટ કરવાનું કૌભાંડ પકડાશે, તો તેમની સામે બ્લેક માર્કેટિંગ એક્ટ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    1
    હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા સ્થિત 'નિર્માણ પેટ્રોલિયમ' પર જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સરકારી નિયમોનો ભંગ કરીને પેટ્રોલ પંપ દ્વારા વાહનોને બદલે મોટી કંપનીઓ અને ક્વોરી જેવા કોમર્શિયલ એકમોને બેરલોમાં મોટા પ્રમાણમાં ઇંધણનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સરકારી નિયમો મુજબ બેરલ કે કારબામાં પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ છે.

સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડીને કરવામાં આવતા આ ગેરકાયદેસર વેચાણને કારણે પુરવઠા તંત્ર દ્વારા પેટ્રોલ પંપનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વધુ તપાસ માટે પંપના રેકોર્ડ અને CCTVના DVR પણ જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અન્ય પેટ્રોલ પંપો અને ઔદ્યોગિક એકમોને પણ કડક ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો કોઈ પણ જગ્યાએ ઇંધણ ડાયવર્ટ કરવાનું કૌભાંડ પકડાશે, તો તેમની સામે બ્લેક માર્કેટિંગ એક્ટ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં, તા. 24 મે, 2026ના રોજ રાત્રે આશરે 11:15 વાગ્યે મુક્તાનંદ સર્કલ નજીક બાબા હોસ્પિટલ સામે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. માહિતી મુજબ, રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ રંગની ઓડી કારના ચાલકે એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી અને ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં લાલ ઓડીનો બેફામ આતંક સ્પષ્ટ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર કનક કુંવરને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણકારી એસ.એસ.જી. હોસ્પિટલ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનને તરત જ આપવામાં આવી હતી. જોકે, આરોપ છે કે પોલીસે આ મામલે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. પરિણામે, ઈજાગ્રસ્ત કનક કુંવરે પોતે તા. 29 મે, 2026ના રોજ, એટલે કે ઘટનાના પાંચ દિવસ બાદ, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હાજર રહીને અજાણ્યા લાલ રંગની ઓડી કારના ચાલક વિરુદ્ધ ફરીથી રજૂઆત નોંધાવી હતી. હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.
    1
    વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં, તા. 24 મે, 2026ના રોજ રાત્રે આશરે 11:15 વાગ્યે મુક્તાનંદ સર્કલ નજીક બાબા હોસ્પિટલ સામે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. માહિતી મુજબ, રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ રંગની ઓડી કારના ચાલકે એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી અને ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં લાલ ઓડીનો બેફામ આતંક સ્પષ્ટ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર કનક કુંવરને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણકારી એસ.એસ.જી. હોસ્પિટલ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનને તરત જ આપવામાં આવી હતી.

જોકે, આરોપ છે કે પોલીસે આ મામલે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી. પરિણામે, ઈજાગ્રસ્ત કનક કુંવરે પોતે તા. 29 મે, 2026ના રોજ, એટલે કે ઘટનાના પાંચ દિવસ બાદ, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હાજર રહીને અજાણ્યા લાલ રંગની ઓડી કારના ચાલક વિરુદ્ધ ફરીથી રજૂઆત નોંધાવી હતી.

હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચના સફાઈકર્મીઓએ બકરા ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમની આ સેવા બદલ વિસ્તારના આગેવાનો દ્વારા સફાઈકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
    4
    વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચના સફાઈકર્મીઓએ બકરા ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમની આ સેવા બદલ વિસ્તારના આગેવાનો દ્વારા સફાઈકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
    user_Husenbhai multani
    Husenbhai multani
    Air conditioning repair shop વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • રાજસ્થાનના બીકાનેરમાં તેજ ગતિએ ફૂંકાયેલી ધૂળભરી આંધીએ સામાન્ય જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કર્યું છે. આ આંધીના કારણે સમગ્ર શહેર ધૂળના ગોટેગોટાથી ઢંકાઈ ગયું, જેના પરિણામે દૃશ્યતા અત્યંત ઓછી થઈ ગઈ. તેજ પવનોના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ આંધીના અનેક ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં દિવસના સમયે પણ આકાશ સંપૂર્ણપણે અંધકારમય દેખાઈ રહ્યું છે.
    1
    રાજસ્થાનના બીકાનેરમાં તેજ ગતિએ ફૂંકાયેલી ધૂળભરી આંધીએ સામાન્ય જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કર્યું છે. આ આંધીના કારણે સમગ્ર શહેર ધૂળના ગોટેગોટાથી ઢંકાઈ ગયું, જેના પરિણામે દૃશ્યતા અત્યંત ઓછી થઈ ગઈ. તેજ પવનોના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ આંધીના અનેક ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં દિવસના સમયે પણ આકાશ સંપૂર્ણપણે અંધકારમય દેખાઈ રહ્યું છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • આણંદ જિલ્લામાં વધુ એક બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જ્યાં અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે તેના બે પિલર વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો.
    1
    આણંદ જિલ્લામાં વધુ એક બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જ્યાં અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે તેના બે પિલર વચ્ચેનો ભાગ એકાએક તૂટી પડ્યો હતો.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.