સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં દુર્ઘટના: મોતના કૂવાનો ભાગ તૂટી પડતા નજીકમાં ઉભેલા લોકો ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં દુર્ઘટના: મોતના કૂવાનો ભાગ તૂટી પડતા નજીકમાં ઉભેલા લોકો ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ અને ભાતીગળ તરણેતર મેળામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેળામાં લગાવવામાં આવેલા મોતના કૂવાની રાઈડનો એક ભાગ અચાનક તૂટી પડતા 10 થી વધુ બાળકો અને યાત્રિકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ સમગ્ર મેળા પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તરણેતર મેળાના બીજા દિવસે બપોરના સમયે મોટી સંખ્યામાં લોકો મેળો માણી રહ્યા હતા. ત્યારે અચાનક મોતના કૂવાની રાઈડનો લાકડાનો ભાગ તૂટી પડ્યો હતો. રાઈડ પુરઝડપે ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બનતા આજુબાજુમાં ઉભેલા અને રાઈડમાં બેઠેલા લોકો ફંગોળાયા હતા. જેમાં નજીકમાં ઉભેલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે થાનગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ભીડને કાબુમાં લીધી હતી. મોતના કૂવાની રાઈડને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી છે અને આજુબાજુની અન્ય રાઈડો પણ સલામતીના ભાગરૂપે બંધ કરાવવામાં આવી છે. આ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મેળાને આપવામાં આવેલી પરમિશન સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગઈકાલે જ મેળાના પ્રથમ દિવસે રાઈડ સંચાલકોએ પુરતા ડોક્યુમેન્ટ રજૂ ન કર્યા હોવાથી અને SOPનું પાલન ન થયું હોવાથી મોટી રાઈડોને પરમિશન આપવામાં આવી ન હતી. સ્થાનિક ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમે અભિપ્રાય ન આપતા રાઈડો બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજે અચાનક કઈ રીતે પરમિશન આપી દેવામાં આવી તે સૌથી મોટો સવાલ છે સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોનું કહેવું છે કે, સરકારી નિયમોને નેવે મૂકીને મેળો શરૂ કરવામાં આવ્યો છે. રાઈડ શરૂ કરતા પહેલા રજૂ કરવાનો થતો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ફિટનેસ સર્ટિફિકેટ, ઈન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટની યોગ્ય ચકાસણી કર્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો યોગ્ય ચકાસણી થઈ હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. સમગ્ર ઘટના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે- પ્રવીણ સોલંકી, થાનગઢ મામલતદાર સમગ્ર ઘટના મુદ્દે તપાસ આપવામાં આવી હોવાનું થાનગઢ મામલતદાર પ્રવીણ સોલંકી દ્વારા ટેલિફોનિક રીતે જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ઘટના મુદ્દે અલગ અલગ ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને ત્યાં નજીકમાં ઉભેલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. સમગ્ર થાનગઢ મેળામાં બે જેટલા મોતના કુવાઓ અને પરમિશન આપવામાં આવી છે. ત્યારે આ અંગેની સ્ટ્રક્ચર રિપોર્ટ અને વિવિધ પ્રકારની પરમિશનો અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ગંભીર ઘટના બની છે ત્યારે કોની બેદરકારીના પગલે આ પ્રકારની ઘટના બની તે દિશામાં પણ હાલ તપાસ શરૂ કરાવી છે. બીજી તરફ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે સ્વબચાવ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ કેમેરા સામે કંઈપણ બોલવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે તરણેતરનો મેળો સુરેન્દ્રનગરનો સૌથી મોટો અને પૌરાણિક મેળો છે. જેમાં દર વર્ષે 10 લાખથી વધુ લોકો આવે છે. આવા મોટા મેળામાં સુરક્ષાના કોઈ પગલા ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી રાઈડ સંચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

- વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.1
- *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક. *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના1
- બોટાદ બ્રેકીંગ બરવાળા તાલુકા પંથકમાં વાતાવરણમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ. 14 કલાકના વિરામ બાદ ફરી સર્જાયો મેધાવી માહોલ. ગત મોડી રાત્રીના વિરામ બાદ આજે બપોર બાદ ફરી વરસાદનું આગમન. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો શરૂ. બરવાળા શહેરના ખારા વિસ્તાર, ખોડીયાર નગર, રોકડિયા હનુમાનજી, મહાદેવ પાર્ક, બસ સ્ટેન્ડ, વાગડીયા શેરી, છત્રી ચોક, શાક માર્કેટ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ. બરવાળા તાલુકાના ખમીદાણા, રોજીદ, રામપરા, કુંડળ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ઝરમર ઝાપટા ઓ સાથે વરસી રહ્યો છે વરસાદ. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348884
- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ1
- કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડી મમતા સોસાયટીના આંગણે પધારેલા બાપ્પાની ભવ્ય અને આકર્ષક પ્રતિમાએ સૌ કોઈના મન મોહી લીધા છે આનંદ અને ઉત્સાહનો માહોલ સોસાયટીના યુવાનો અને વડીલોએ ઉત્સાહપેર ભેગા મળીને ગણરાજના આગમનની તૈયારીઓ કરી હતી ઢોલ-નગારાના તાલે, ભક્તિસભર માહોલમાં જય ગણેશના નારા સાથે બાપ્પાને ભવ્ય સ્વાગત આપી સ્થાપન કરવામાં આવ્યું રાત્રે જગમગાટ અને આરતી રોશનીથી સજાવેલો સોસાયટીનો આ વિસ્તાર અત્યારે જાણે કોઈ નવો રંગરૂપ પામ્યો હોય તેવો લાગે છે સવાર-સાંજ થતી આરતીમાં સમગ્ર મમતા સોસાયટીના રહીશો એક તાંતણે બંધાઈને ભક્તિભાવથી ભાગ લઈ રહ્યા છે. બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવીને સૌકોઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી રહ્યા છે સોસાયટીનો આ પાંચ દિવસીય ઉત્સવ આ વર્ષે ભાઈચારા અને ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે જ્યાં દરેક ઘરથી ખુશીઓ છલકાઈ રહી છે બોલો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા! રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી4
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- સાણંદ : અમદાવાદ સાણંદમાં દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો સાણંદમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાણંદના સુંદરમ ફ્લેટમાં આવેલા મીટર રૂમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બીયરના ટીન મળી કુલ 504 નંગ કબજે કર્યા છે. આ સાથે રૂ.1 લાખ 33 હજાર 680નો દારૂનો જથ્થો અને રૂ.10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.1 લાખ 43 હજાર 680નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કાર્યવાહીમાં ભરતસિંહ ઉર્ફે મામા ભીખુભા વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દિગ્વિજયસિંહ ઉર્ફે ડીગો ચાવડાને વોન્ટેડ જાહેર કરાયો છે. સાણંદ ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. *રીપોર્ટર:-રબ્બાની મલેક નીખરતા ગુજરાત ન્યુઝ સાણંદ અમદાવાદ*1
- લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો1