logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ વિભાગ દ્વારા વર્ષ 2026 અંતર્ગત 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ વિભાગ દ્વારા વર્ષ 2026 અંતર્ગત 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજી સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાપીઠ - ભૂતવડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં "એક પેડ મા કે નામ 3.0" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, ધોરાજી નગરપાલિકા પ્રમુખ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સામાજિક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહાનુભાવોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

51 min ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
51 min ago

ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ વિભાગ દ્વારા વર્ષ 2026 અંતર્ગત 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ વિભાગ દ્વારા વર્ષ 2026 અંતર્ગત 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજી સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાપીઠ - ભૂતવડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં "એક પેડ મા કે નામ 3.0" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, ધોરાજી નગરપાલિકા પ્રમુખ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સામાજિક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહાનુભાવોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર: મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે. ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા: સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    4
    જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ
જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી - ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર:
મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે.
ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે 'નેચર ફર્સ્ટ' નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.
વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
    user_Bharat Boricha
    Bharat Boricha
    Local News Reporter જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    20 hrs ago
  • 🦁 જુનાગઢ-બીલખા હાઈવે પર ‘સિંહોનો સિંહાસન’! સાત વનરાજોની મોડી રાત્રે મારણ મિજબાની... 🦁 જુનાગઢ-બીલખા હાઈવે પર ‘સિંહોનો સિંહાસન’! સાત વનરાજોની મોડી રાત્રે મારણ મિજબાની...
    1
    🦁 જુનાગઢ-બીલખા હાઈવે પર ‘સિંહોનો સિંહાસન’! સાત વનરાજોની મોડી રાત્રે મારણ મિજબાની...
🦁 જુનાગઢ-બીલખા હાઈવે પર ‘સિંહોનો સિંહાસન’! સાત વનરાજોની મોડી રાત્રે મારણ મિજબાની...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે, ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવી આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ
ઉનાના નાલિયા માડવી ગામે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો; યુવક ગંભીર રીતે ઘાયલ
ધોકા અને છરી વડે હુમલો કરી હુમલાખોરો ફરાર, ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, નવાબંદર પોલીસે તપાસ શરૂ કરી
ઉના તાલુકાના નાલિયા માડવી ગામે ખેત મજૂરી કરતા એક યુવક પર ત્રણ શખ્સોએ ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવની વિગત એવી છે કે,
ઉનાના નાલિયા માડવી ગામના રહેવાસી ખાલિદ ઇકબાલ ચાવડા  પોતાના ખેતરમાં ચારો વાઢવા માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ચડ્યા હતા અને કોઈ કારણ વગર ખાલિદભાઈ પર ધોકા અને છરી વડે હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી ખાલિદભાઈ નીચે પડી ગયા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આવ્યા હતા અને તાત્કાલિક  ખાલિદભાઈને સૌપ્રથમ ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખાલિદભાઈને હાથ અને હાથમા ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને શરીરના અન્ય ભાગે પણ વાગ્યૉ છૅ તબીબોએ જણાવ્યું છે. 
પોલીસ ઘટના સ્થળે દોડી આવી
આ ઘટનાની જાણ થતા જ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો  સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તના  નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ બનાવને લઈને નાલિયા માડવી ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    19 hrs ago
  • બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની વિધાનસભામાં કરેલી રજૂઆત સફળ : સૌની યોજના હેઠળ રૂ. 39 કરોડના કામોને મંજૂરી બોટાદ : બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોના હિત અને સિંચાઈની સુવિધામાં વધારો થાય તે માટે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા ગુજરાત વિધાનસભામાં કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે. ધારાસભ્યશ્રીની રજૂઆતના પરિણામે સૌની યોજના લીંક-૨, પેકેજ-૩ અંતર્ગત બોટાદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં પાઈપલાઈન અને સિંચાઈ સંબંધિત વિકાસ કામો માટે કુલ **રૂ. 39,01,08,066/- (અંદાજે રૂ. 39 કરોડ)**ની મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા કામોમાં હામાપર તળાવ અને રાજપરા તળાવ માટે રૂ. 10,12,56,366/-, ઢાંકણીયા તળાવ,બોટાદ તળાવ ,ભાંભણ તળાવ, જનડા તળાવ અને નાગલપર તળાવ માટે રૂ. 12,94,20,200/-, તેમજ આણિયાળી કાઠી તળાવ -અળવ તળાવ માટે રૂ. 15,94,31,500/-નો સમાવેશ થાય છે. આ મંજૂરીથી બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા વધુ મજબૂત બનશે અને ખેતી ક્ષેત્રને મોટો લાભ મળશે. સૌની યોજનાનું પાણી વિવિધ વિસ્તારો સુધી પહોંચવાથી પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતોને પણ રાહત મળશે. આ સફળતા બદલ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે અને મતવિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆતો અને પ્રયત્નો સતત ચાલુ રહેશે. બોટાદના ખેડૂતોના હિતમાં થયેલી આ મહત્વપૂર્ણ મંજૂરીને ધારાસભ્યશ્રીની વિધાનસભામાં કરેલી અસરકારક રજૂઆતની સફળતા તરીકે જોવામાં આવી રહી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાની વિધાનસભામાં કરેલી રજૂઆત સફળ : સૌની યોજના હેઠળ રૂ. 39 કરોડના કામોને મંજૂરી
બોટાદ : બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોના હિત અને સિંચાઈની સુવિધામાં વધારો થાય તે માટે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા ગુજરાત વિધાનસભામાં કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે.
ધારાસભ્યશ્રીની રજૂઆતના પરિણામે સૌની યોજના લીંક-૨, પેકેજ-૩ અંતર્ગત બોટાદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં પાઈપલાઈન અને સિંચાઈ સંબંધિત વિકાસ કામો માટે કુલ **રૂ. 39,01,08,066/- (અંદાજે રૂ. 39 કરોડ)**ની મંજૂરી આપવામાં આવી છે.
મંજૂર થયેલા કામોમાં હામાપર તળાવ અને રાજપરા તળાવ માટે રૂ. 10,12,56,366/-, ઢાંકણીયા તળાવ,બોટાદ  તળાવ ,ભાંભણ તળાવ, જનડા તળાવ અને નાગલપર તળાવ માટે રૂ. 12,94,20,200/-, તેમજ આણિયાળી કાઠી તળાવ -અળવ તળાવ માટે રૂ. 15,94,31,500/-નો સમાવેશ થાય છે.
આ મંજૂરીથી બોટાદ વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા વધુ મજબૂત બનશે અને ખેતી ક્ષેત્રને મોટો લાભ મળશે. સૌની યોજનાનું પાણી વિવિધ વિસ્તારો સુધી પહોંચવાથી પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતોને પણ રાહત મળશે.
આ સફળતા બદલ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ મતવિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે અને મતવિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆતો અને પ્રયત્નો સતત ચાલુ રહેશે.
બોટાદના ખેડૂતોના હિતમાં થયેલી આ મહત્વપૂર્ણ મંજૂરીને ધારાસભ્યશ્રીની વિધાનસભામાં કરેલી અસરકારક રજૂઆતની સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રિપોર્ટર જયદેવ વી મંડીર પાળીયાદ
    1
    બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે  ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા.
પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રિપોર્ટર જયદેવ વી મંડીર પાળીયાદ
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર
    1
    રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • 🚨 અમરેલીમાં દીપડાની દસ્તક! અમૃતધારા સોસાયટીમાં CCTVમાં કેદ | લોકોમાં ભયનો માહોલ... 🚨 અમરેલીમાં દીપડાની દસ્તક! અમૃતધારા સોસાયટીમાં CCTVમાં કેદ | લોકોમાં ભયનો માહોલ
    1
    🚨 અમરેલીમાં દીપડાની દસ્તક! અમૃતધારા સોસાયટીમાં CCTVમાં કેદ | લોકોમાં ભયનો માહોલ...
🚨 અમરેલીમાં દીપડાની દસ્તક! અમૃતધારા સોસાયટીમાં CCTVમાં કેદ | લોકોમાં ભયનો માહોલ
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ: પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ


બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે  ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા.
પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત 🅱️reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત તોરણીયા ગામે થી મોટરસાયકલ બાવનજી ભાઈ ઢાકેચા અને કાન્તા બેન ઢાકેચા હોસ્પિટલ નાં કામ અર્થે નિકળી રહયા હતા અને અચાનક મોટરસાયકલ સામે શ્વાન આડું આવ્યું અને મોટરસાયકલ સાથે અથડાતા મોટરસાયકલ પર બંને બેઠેલા વૃધ્ધ દંપતી નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા તેઓ ને 108 દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ માં અને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવેલ
    1
    ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત 
🅱️reaking News Dhoraji 
રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત 
તોરણીયા ગામે થી મોટરસાયકલ બાવનજી ભાઈ ઢાકેચા અને કાન્તા બેન ઢાકેચા હોસ્પિટલ નાં કામ અર્થે નિકળી રહયા હતા 
અને અચાનક મોટરસાયકલ સામે શ્વાન આડું આવ્યું અને મોટરસાયકલ સાથે અથડાતા મોટરસાયકલ પર બંને બેઠેલા વૃધ્ધ દંપતી નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા 
તેઓ ને 108 દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ માં અને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવેલ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    37 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.