Shuru
Apke Nagar Ki App…
ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત 🅱️reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત તોરણીયા ગામે થી મોટરસાયકલ બાવનજી ભાઈ ઢાકેચા અને કાન્તા બેન ઢાકેચા હોસ્પિટલ નાં કામ અર્થે નિકળી રહયા હતા અને અચાનક મોટરસાયકલ સામે શ્વાન આડું આવ્યું અને મોટરસાયકલ સાથે અથડાતા મોટરસાયકલ પર બંને બેઠેલા વૃધ્ધ દંપતી નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા તેઓ ને 108 દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ માં અને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવેલ
Alpesh trivedi
ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત 🅱️reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે થી નાની પરબડી જતી વેળા એ શ્વાન આડું ઉતરતાં થયો અકસ્માત બે વ્યક્તિ ઈજાગ્રસ્ત તોરણીયા ગામે થી મોટરસાયકલ બાવનજી ભાઈ ઢાકેચા અને કાન્તા બેન ઢાકેચા હોસ્પિટલ નાં કામ અર્થે નિકળી રહયા હતા અને અચાનક મોટરસાયકલ સામે શ્વાન આડું આવ્યું અને મોટરસાયકલ સાથે અથડાતા મોટરસાયકલ પર બંને બેઠેલા વૃધ્ધ દંપતી નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા તેઓ ને 108 દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલ માં અને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવેલ
More news from ગુજરાત and nearby areas
- વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું1
- દામોદર કુંડ પાસેથી ખોવાયેલ ૭૫,૦૦૦ ની કિંમતનો આઈફોન નેત્રમ શાખાની સતર્કતાથી પરત મળ્યો જૂનાગઢ: ધોરાજીના વતની અને ભવનાથ આવેલા ભરતભાઈ રાજુભાઈ મેવાડાનો રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનો આઈફોન ૧૬ (iPhone 16) ભવનાથ વિસ્તારમાં રસ્તામાં પડી ગયો હતો. આ મામલે નેત્રમ શાખા દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરવામાં આવતા મહત્વના ફૂટેજ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ભવનાથ જવા માટે જે રૂટ પરથી પસાર થયા હતા તે સમગ્ર રૂટના કેમેરા ચેક કરતા તેમનો મોબાઈલ ફોન દામોદર કુંડ ખાતે પડતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા આ મોબાઇલ ફોન ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. નેત્રમ શાખાની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સંબંધિત બાઈક ચાલકનો સંપર્ક કર્યો હતો અને ભારે જહેમત બાદ ભરતભાઈ મેવાડાનો ૭૫,૦૦૦/- રૂપિયાની કિંમતનો કિંમતી આઈફોન ૧૬ સુરક્ષિત રીતે શોધી પરત અપાવ્યો હતો. પોલીસની આ સરાહનીય અને ઝડપી કામગીરીથી પ્રભાવિત થઈને અરજદાર ભરતભાઈ મેવાડા દ્વારા ડી.વાય.એસ.પી. એ. એસ. પટણીને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ... અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત "ગુજરાત ગૌરવ સરોવર"નું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ1
- ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા1
- 🦁GiR GiR1
- ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરીફ અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર ઉનામાં શાનદાર જલસ સાથે ઉજવાઈ બારમી શરી અદબ અને એહતેરામ સાથે પવિત્ર તહેવાર1
- પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે વ્હાલના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે પાળીયાડ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલની બાળાઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રક્ષણના પ્રતિક સમી રાખડીઓ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને બાંધી હતી. બાળાઓએ પાળીયાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. પી. રાઠોડ સાહેબ, પી.એસ.આઈ. શ્રી જી જે ગોહિલ સાહેબ, પી.એસ.આઈ. શ્રી એસ. કે. ડાંગર સાહેબ તેમજ ઉપસ્થિત તમામ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થ્યા હતા. પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે પણ આ નાની બાળાઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમથી પાળીયાડ પોલીસ સ્ટેશન પરિસરમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર 🅱️reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર નું રેસકયુ કરવામાં આવ્યું ડુમીયાણી ગામે રહેતા આનંદ ભાઈ મણવર નાં ખેતર માં મોડી રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો તેને લઈને ઉપલેટા તાલુકા ફોરેસ્ટ વિભાગ ની ટીમ નેં જાણ કરવામાં આવી હતી જેમાં સાહીલ માડમ જાણકાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી નેં મહામહેનતે આ મહાકાય અજગર નું રેસકયુ કરવામાં આવ્યું હતું આ અજગર નું રેસકયુ કરી ને પ્રકૃતિ નાં ખોડે એટલે કે જંગલ વિસ્તાર માં હેમખેમ રીતે છોડી મુકવામાં આવ્યો હતો1