સુરતના ગોડાદરાના પટેલ નગર ખાતે પૂરની પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત થયેલા પરિવારોને ત્વરિત રાહત પહોંચાડવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કેશ ડોલ્સ તેમજ ઘરવખરીના નુકસાન સામે આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને મંત્રીઓએ પૂર પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્ત પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આપદાના સમયે સરકાર નાગરિકોની પડખે મક્કમતાથી ઊભી છે. સુરત શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદથી પૂરના કારણે આર્થિક નુકસાન વેઠનારા પરિવારો વહેલી તકે પોતાનું સામાન્ય જીવન પુનઃ શરૂ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝડપી સર્વે કરીને વિના વિલંબે સહાય ચૂકવવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ સુરત અને નવસારીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે અને દરેક પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક સહાય પહોંચાડવા માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મંત્રીશ્રીએ 'સ્વચ્છ સુરત'ને ફરીથી બેઠું કરવામાં મોટું યોગદાન આપનાર સફાઈ કર્મીઓ, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને જાગૃત શહેરીજનોના યોગદાનની પણ સરાહના કરી હતી. સરકાર દ્વારા સમયસર મળેલી આ આર્થિક સહાય બદલ સ્થાનિક રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી, સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, જિલ્લા કલેકટર તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી વી. જે. ભંડારી અને શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના ગોડાદરાના પટેલ નગર ખાતે પૂરની પરિસ્થિતિને પગલે અસરગ્રસ્ત થયેલા પરિવારોને ત્વરિત રાહત પહોંચાડવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કેશ ડોલ્સ તેમજ ઘરવખરીના નુકસાન સામે આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને મંત્રીઓએ પૂર પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી
હતી અને અસરગ્રસ્ત પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આપદાના સમયે સરકાર નાગરિકોની પડખે મક્કમતાથી ઊભી છે. સુરત શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદથી પૂરના કારણે આર્થિક નુકસાન વેઠનારા પરિવારો વહેલી તકે પોતાનું સામાન્ય જીવન પુનઃ શરૂ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝડપી સર્વે કરીને વિના વિલંબે સહાય ચૂકવવામાં આવી રહી છે. તેમણે વધુમાં
જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ સુરત અને નવસારીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે અને દરેક પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક સહાય પહોંચાડવા માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મંત્રીશ્રીએ 'સ્વચ્છ સુરત'ને ફરીથી બેઠું કરવામાં મોટું યોગદાન આપનાર સફાઈ કર્મીઓ, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને જાગૃત શહેરીજનોના યોગદાનની પણ સરાહના કરી હતી. સરકાર
દ્વારા સમયસર મળેલી આ આર્થિક સહાય બદલ સ્થાનિક રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી, સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, જિલ્લા કલેકટર તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી વી. જે. ભંડારી અને શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- ખેડા જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલો રસ્તો ગણતરીના દિવસોમાં જ બિસ્માર થઈ જતાં, રસ્તાના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ બુધવારે આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો વિજય થયો છે. ગાંધી માર્ગ પર આંદોલન કરીને કોંગ્રેસે વધુ એક વખત મોટી સફળતા મેળવી છે. આ આંદોલન સામે આખરે વહીવટીતંત્રે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને તૂટેલા રસ્તાઓ ફરીથી બનાવવા માટે લેખિતમાં ખાતરી આપી છે. વહીવટીતંત્ર તરફથી લેખિત ગેરંટી મળ્યા બાદ, જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર અને સ્થાનિક મામલતદારે રૂબરૂ આવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પારણા કરાવ્યા હતા.1
- બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેવ સમક્ષ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.1
- સુરેન્દ્રનગરમાં વર્ષ 1880માં બ્રિટિશ શાસન દરમિયાન નિર્મિત પૌરાણિક અને ઐતિહાસિક બિલ્ડીંગોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય દ્વારા આ જર્જરિત ઇમારતોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડેવલોપમેન્ટ માટેનો પ્લાન અને નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપનીના કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક બિલ્ડીંગોને તોડી પાડવાને બદલે તેનું નવ નિર્માણ કરીને તેને ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે, જેથી આ હેરિટેજ ઇમારતોનું જતન થઈ શકે. આ ડેવલોપમેન્ટ બાદ પોલીસ અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગોનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયના હસ્તે ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે, જેની માહિતી સુરેન્દ્રનગર હેડક્વાર્ટરના DySP પાર્થ પરમારે આપી હતી.1
- સુરતના કડોદરામાં NDRFની ટીમ નંબર-6 દ્વારા પૂર બચાવ અભિયાનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક સ્તરે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.1
- ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક વૈચારિક ક્રાંતિની વાત સામે આવી છે. આ સંદેશમાં જણાવ્યા મુજબ, સમાજનો જે વર્ગ બ્રાહ્મણવાદની નીતિઓને કારણે લાંબા સમયથી કચડાયેલો રહ્યો છે, હવે તેના વિરુદ્ધ વૈચારિક ક્રાંતિની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.1
- રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલે પોતાનું સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું ખૂબ જરૂરી છે અને તેમણે લતા મંગેશકર પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું છે કે દીકરીઓએ મર્યાદામાં રહીને આગળ વધવું જોઈએ અને સમાજે પણ આ બાબતે સાથે મળીને વિચારવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી દીકરીઓએ બચવું જોઈએ.1
- રાણપુર થી બોટાદને જોડતા મુખ્ય માર્ગ પર, જે મિલેટરી રોડ તરીકે ઓળખાય છે, ત્યાં હાલમાં ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. રસ્તાની આ દુર્દશાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધી તંત્ર આ બાબતે ઘોર નિંદ્રામાં સુતેલું હોય તેમ જણાઈ રહ્યું છે, ત્યારે લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જવાબદાર તંત્ર આ સમસ્યા તરફ ક્યારે ધ્યાન આપશે અને ક્યારે જાગશે.1
- અમરેલીના જેતપુર દેરડી આવાસ યોજના નજીક રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બાઈક ચાલક સામે અચાનક ગાય આવી ગઈ હતી. ગાય સાથે બાઈકની ટક્કર થતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.1