સાંતલપુર સરકારી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા દર્દીઓ-ડોક્ટરો પરેશાન UGVCLની બેદરકારી સામે ઉઠ્યા ગંભીર સવાલો — “આપત્તિના સમયે જવાબદાર કોણ?” ગામ સાંતલપુર, તાલુકો સાંતલપુર, જીલ્લો પાટણ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા સારવાર હેઠળના દર્દીઓ તેમજ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે વીજળીની સમસ્યા અંગે UGVCLના કર્મચારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ફોન રિસીવ કરવામાં આવ્યો ન હોવાનું અને કેટલાક નંબર પર ફોન સ્વીચ ઓફ આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન વીજળી માત્ર સુવિધા નહીં પરંતુ જીવનરક્ષક વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ છે. ખાસ કરીને પ્રસૂતિ વિભાગમાં કોઈ મહિલાને તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થાય અને તે સમયે વીજળી ઉપલબ્ધ ન હોય તો પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે તે સમજવાની જરૂર છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ પ્રસૂતા મહિલાને વીજળીના અભાવે સમયસર સારવાર ન મળી હોત અને તેના જીવનને નુકસાન થયું હોત, તો તેની જવાબદારી કોણ લેત? શું માત્ર “સ્ટાફ ઓછો છે” કહીને UGVCL પોતાની જવાબદારીમાંથી છટકી શકે? ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે પોતાની ફરજ બજાવવી પડે છે, તો પછી વીજ પુરવઠો જાળવવાની જવાબદારી ધરાવતા વિભાગના કર્મચારીઓએ પણ પોતાની ફરજ પ્રત્યે એટલી જ ગંભીરતા દાખવવી જરૂરી છે. સાંતલપુરની સરકારી હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાએ વીજળીની સમસ્યા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અને ઇમરજન્સી સમયે ફરિયાદનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. સ્થાનિક લોકોનો સવાલ છે કે જો સરકારી હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાય અને ફરિયાદ કરવા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક પણ ન થઈ શકે, તો સામાન્ય નાગરિકે મુશ્કેલીના સમયે કોનો સહારો લેવો?
સાંતલપુર સરકારી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા દર્દીઓ-ડોક્ટરો પરેશાન UGVCLની બેદરકારી સામે ઉઠ્યા ગંભીર સવાલો — “આપત્તિના સમયે જવાબદાર કોણ?” ગામ સાંતલપુર, તાલુકો સાંતલપુર, જીલ્લો પાટણ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા સારવાર હેઠળના દર્દીઓ તેમજ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે વીજળીની સમસ્યા અંગે UGVCLના કર્મચારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ
કરવામાં આવ્યો હોવા છતાં ફોન રિસીવ કરવામાં આવ્યો ન હોવાનું અને કેટલાક નંબર પર ફોન સ્વીચ ઓફ આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન વીજળી માત્ર સુવિધા નહીં પરંતુ જીવનરક્ષક વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ છે. ખાસ કરીને પ્રસૂતિ વિભાગમાં કોઈ મહિલાને તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થાય અને તે સમયે વીજળી ઉપલબ્ધ ન હોય તો પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે
તે સમજવાની જરૂર છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ પ્રસૂતા મહિલાને વીજળીના અભાવે સમયસર સારવાર ન મળી હોત અને તેના જીવનને નુકસાન થયું હોત, તો તેની જવાબદારી કોણ લેત? શું માત્ર “સ્ટાફ ઓછો છે” કહીને UGVCL પોતાની જવાબદારીમાંથી છટકી શકે? ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે પોતાની ફરજ બજાવવી પડે છે, તો પછી વીજ પુરવઠો જાળવવાની જવાબદારી ધરાવતા વિભાગના કર્મચારીઓએ પણ પોતાની ફરજ પ્રત્યે એટલી
જ ગંભીરતા દાખવવી જરૂરી છે. સાંતલપુરની સરકારી હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાએ વીજળીની સમસ્યા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અને ઇમરજન્સી સમયે ફરિયાદનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. સ્થાનિક લોકોનો સવાલ છે કે જો સરકારી હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાય અને ફરિયાદ કરવા માટે જવાબદાર અધિકારીનો સંપર્ક પણ ન થઈ શકે, તો સામાન્ય નાગરિકે મુશ્કેલીના સમયે કોનો સહારો લેવો?
- વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત: ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો વડનગરથી વારાણસી જતી બાઇક રેલીનું બાસ્પામાં ભવ્ય સ્વાગત ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સેવા-સન્માન કાર્યક્રમ યોજાયો, જરૂરિયાતમંદોને સહાય કીટ અને નાગરિકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો સમી : ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી વિશાળ બાઇક રેલીનું પાટણ જિલ્લામાં આગમન થતાં સમી તાલુકાના બાસ્પા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે યોજાયેલા સ્વાગત અને સેવા-સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ, કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનકાળ દરમિયાન થયેલા જનકલ્યાણ, સુશાસન તથા રાષ્ટ્રનિર્માણના કાર્યો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાથે જ યુવાનો અને કાર્યકર્તાઓને સંબોધીને ‘સેવા સંકલ્પ અભિયાન’ના ઉદ્દેશ્યો અને સેવા પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થાનિક નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક નિદાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. વડનગરથી શરૂ થયેલી બાઇક રેલીમાં જોડાયેલા યુવા રાઇડર્સ બાસ્પા પહોંચતા સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક રેલીના આગમનથી સમગ્ર કાર્યક્રમ સ્થળે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ‘ભારત માતા કી જય’ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સેવા, સન્માન અને જનસંપર્કને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં રેલીના સહભાગીઓ તથા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાસ્પા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બાદ બાઇક રેલી વારાણસી તરફના આગામી પ્રવાસ માટે આગળ વધી હતી. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- વડનગરથી વારાણસી બાઇક રેલીનું સમીના બાસ્પા ખાતે ભવ્ય સ્વાગત: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની વિશાળ બાઇક રેલી પાટણ જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું સમી તાલુકાના બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને મોદીજીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.4
- થરાદ રિક્ષા ચાલક એસોસિયેશન ના પ્રમુખ ભુરપુરી ગૌસ્વામી નુ મોટું નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ1
- થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ.... થરાદમાં રીક્ષા ચાલકો એકજૂથ! સંગઠનને મજબૂત બનાવવા એસોસિએશનની મહત્વની બેઠક યોજાઈ....1
- ગાયના છાણમાંથી ગણપતિ બાપ્પાની અનોખી મૂર્તિ, ભક્તિ સાથે પર્યાવરણનો સંદેશ1
- ચારણકામાં મોટો સોલાર પ્રોજેક્ટ, છતાં સાંતલપુરમાં અંધારાના ધાંધિયા! UGVCLની કામગીરી સામે લોકોમાં રોષ સાંતલપુર તાલુકામાં UGVCLની વીજ વ્યવસ્થાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સાંતલપુર તાલુકાના ચારણકા ગામે વિશાળ સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત છે, ત્યારે બીજી તરફ સાંતલપુર અને આસપાસના આશરે 18 ગામોના લોકોને વારંવાર વીજ કાપ અને વીજળીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. વીજળી જતી રહે ત્યારે સરકારી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ફરિયાદ છે કે ઘણી વખત ફોન બંધ અથવા સંપર્ક બહાર આવતો હોવાના કારણે લોકોને પોતાની ફરિયાદ ક્યાં નોંધાવવી તે પણ સમજાતું નથી. સાંતલપુર UGVCL કચેરીમાં સ્ટાફની અછત હોવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ સવાલ એ છે કે સ્ટાફની અછતનો ભોગ શા માટે સાંતલપુરની જનતા બને? જો કોઈ વિસ્તારમાં લાંબા સમયથી કર્મચારીઓની અછત હોય તો જવાબદાર અધિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરીને પૂરતો સ્ટાફ ફાળવવાની કામગીરી કેમ કરવામાં આવતી નથી? વીજળીની સમસ્યાની અસર માત્ર ઘર-દુકાન સુધી મર્યાદિત નથી. સાંતલપુરની સરકારી હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ, ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાત્રિના સમયે વીજળી ન હોવાને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામમાં વીજળી વિના રાત્રિ દરમિયાન મચ્છરોના ઉપદ્રવથી લોકો વધુ પરેશાન થાય છે. રાજકીય નેતાઓની જવાબદારી ક્યાં? સાંતલપુર તાલુકો ભૌગોલિક અને વહીવટી રીતે મહત્વનું કેન્દ્ર હોવા છતાં વીજળી જેવી મૂળભૂત સુવિધા માટે લોકોને વારંવાર પરેશાન થવું પડે તે ગંભીર બાબત છે. રાજકીય પક્ષોના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે પોતાની જવાબદારી નિભાવવાની જરૂર છે. લોકોનો સીધો સવાલ છે કે જ્યારે વીજળીનું બિલ સમયસર વસૂલવામાં આવે છે, ત્યારે વીજ પુરવઠો અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા પણ સમયસર અને અસરકારક કેમ નથી? UGVCLના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સાંતલપુર કચેરીમાં પૂરતો સ્ટાફ ફાળવે, વરસાદ દરમિયાન વીજ ફોલ્ટ માટે અલગ ઝડપી ટીમની વ્યવસ્થા કરે અને ફરિયાદ માટે કાર્યરત હેલ્પલાઇન ઉપલબ્ધ કરાવે તેવી સાંતલપુર તાલુકાની જનતાની ઉગ્ર માંગ છે. લોકોને “સ્ટાફ ઓછો છે” એવો જવાબ નહીં, પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ જોઈએ. રિપોર્ટર: બલદેવ મકવાણા સાંતલપુર, પાટણ4
- સાંતલપુર ના વૌવા ગામે આકાશી આફત: વીજળી પડતાં 35થી 40 ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર ના વૌવા ગામે આકાશી આફત: વીજળી પડતાં 35થી 40 ઘેટાં-બકરાંનાં મોત સાંતલપુર તાલુકામાં વીજળી પડવાની ઘટનાથી પશુપાલકને મોટું આર્થિક નુકસાન પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ વચ્ચે સાંતલપુર તાલુકાના વૌવા ગામની સીમમાં ગત સાંજે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં વૃક્ષ નીચે આરામ કરી રહેલા ઘેટાં-બકરાં ઝપેટમાં આવી જતા અંદાજે 35થી 40 પશુઓનાં મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, વૌવા ગામની સીમમાં એક ખેતરમાં વૃક્ષ નીચે ઘેટાં-બકરાંને રાખવામાં આવ્યા હતા. દરમિયાન ગત સાંજના સમયે અચાનક વીજળી પડતાં પશુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઘેટાં-બકરાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ પશુઓના માલિક વેલાભાઈ રબારીને કરવામાં આવતા તેમણે વૌવા ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર બનાવ અંગે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી વિપુલભાઈને ઘટનાસ્થળે મોકલી પ્રાથમિક તપાસ કરાવવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી કુલદીપભાઈના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે વૌવા ગામના સરપંચનો ફોન આવ્યો હતો અને ગામની સીમમાં વીજળી પડવાથી વૃક્ષ નીચે રહેલા ઘેટાં-બકરાંનાં મોત થયાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તલાટી કમ મંત્રીને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું. હવે પશુપાલન વિભાગની ટીમ દ્વારા મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સાંતલપુર તાલુકાના પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વેટરનરી ડોક્ટર ભૂમિબહેન સ્થળ પર પહોંચી જરૂરી તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરશે. વેટરનરી ડોક્ટર ભૂમિબહેન તરલના જણાવ્યા મુજબ, સ્થળ પર જ મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને મોકલવામાં આવશે. આકાશી વીજળીની આ ઘટનામાં પશુપાલક વેલાભાઈ રબારીના મોટી સંખ્યામાં ઘેટાં-બકરાંનાં મોત થતાં તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. કુદરતી આફતના કારણે પશુપાલક પરિવાર પર આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. હવે સત્તાવાર તપાસ અને પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ મૃત પશુઓની ચોક્કસ સંખ્યા અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવશે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર,બાસ્પા,દાઉદપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ : સૂકાતા પાકને વરસાદથી મળ્યું નવું જીવન પાટણ શહેર સહિત સમી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ રવિવારે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ , કનીજ,બાસ્પા, દાઉદપુર, માંડવી, શેરપુરા,ગાજદિનપુરા, જલાલાબાદ, ગોચનાદ, સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે ગરમીથી પરેશાન લોકોને પણ થોડી રાહત મળી હતી. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અગાઉ થયેલા વરસાદના આધારે મોટાભાગના ખેડૂતોએ વાવણી પૂર્ણ કરી દીધી હતી. ખેડૂતો દ્વારા બીટી કપાસ,તુવેર , બાજરી, મગ, અડદ, જુવાર તેમજ વિવિધ પ્રકારના ઘાસચારા સહિતના ચોમાસું પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે વાવણી બાદ વરસાદે અચાનક વિરામ લેતાં પાકને પૂરતું પાણી ન મળતા ખેડૂતોમાં પાક સુકાઈ જવાની ચિંતા ઊભી થઈ હતી. આ દરમિયાન બપોર બાદ અચાનક વરસાદ પડતાં ખેતરોમાં સૂકાતા પાકને રાહત મળી છે. વરસાદના કારણે જમીનમાં ભેજ વધતાં વાવેલા પાકને નવું જીવન મળવાની આશા ખેડૂતોમાં જાગી છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ચોમાસું પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.4