વડનગરથી વારાણસી બાઇક રેલીનું સમીના બાસ્પા ખાતે ભવ્ય સ્વાગત: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની વિશાળ બાઇક રેલી પાટણ જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું સમી તાલુકાના બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને મોદીજીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
વડનગરથી વારાણસી બાઇક રેલીનું સમીના બાસ્પા ખાતે ભવ્ય સ્વાગત: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની વિશાળ બાઇક રેલી પાટણ
જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું સમી તાલુકાના બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫
વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન
કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને મોદીજીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- પાટણ : રાધનપુર મેમદવાદ ગામે ગણપતિ બાપાની ભવ્ય સ્થાપના, સમગ્ર ગામ બન્યું ભક્તિમય1
- વિખવાદ - બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પરેગી નું રાજીનામું રાજકારણ ગરમાયું અપડેટ.. વાવ થરાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેના વિવાદ વચ્ચે એક રાજીનામું બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઈ પરેગીએ આપ્યું રાજીનામું.. બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.. રાજીનામામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ.. પક્ષના વરિષ્ઠ નેતાઓના સન્માન અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી જવાબદારી ચાલુ રાખવી યોગ્ય ન હોવાનું જણાવ્યું.. બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે યુથ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો.. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ને રાજીનામું સ્વીકારવા નો લેટર થયો વાયરલ2
- દિયોદરમાં રઘુવંશી લોહાણા પરિવારનો ભવ્ય ગણેશોત્સવ ગણપતિ બાપાની શોભાયાત્રા, સમૂહ આરતી, અન્નકૂટ-ભોજન પ્રસાદ અને રાસ-ગરબાથી જલારામ મંદિર બન્યું ભક્તિમય દિયોદર: દિયોદર ખાતે રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલારામ મંદિર ખાતે યોજાયેલા આ સુંદર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર રઘુવંશી લોહાણા પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો. ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા દરમિયાન ગણપતિ બાપાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પરિવારજનો અને ભક્તોએ શ્રદ્ધા તથા આનંદ સાથે શોભાયાત્રામાં ભાગ લઈ ગણેશજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. જલારામ મંદિર ખાતે સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શેષનાગ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત સૌ ભક્તોએ એકસાથે આરતીમાં જોડાઈ ગણપતિ બાપાને નમન કરી પરિવાર અને સમાજના સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવને વધુ ઉત્સાહ અને આનંદમય બનાવવા માટે અન્નકૂટ તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પરિવારજનો અને ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. અન્નકૂટની પરંપરા દ્વારા ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી રઘુવંશી પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંગીતના તાલે ગરબે ઘૂમતા પરિવારજનો સાથે સમગ્ર જલારામ મંદિર પરિસર આનંદ, ઉલ્લાસ અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ સમગ્ર ગણેશોત્સવ દરમિયાન રઘુવંશી લોહાણા પરિવારની એકતા, ભાઈચારો, સંસ્કાર અને ધાર્મિક ભાવનાનું સુંદર દર્શન જોવા મળ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે પરિવારના સૌ સભ્યોને એકસાથે જોડતું આ આયોજન સૌ માટે યાદગાર બની રહ્યું હતું. ગણેશોત્સવના આ સુંદર અને સફળ આયોજન બદલ સંપૂર્ણ રઘુવંશી લોહાણા પરિવારે આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે આવા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માત્ર ઉત્સવ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર, સ્નેહ અને પરસ્પર ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. “ગણપતિ બાપા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી સૌના જીવનને ભરપૂર કરે” તેવી ભાવપૂર્ણ પ્રાર્થના સાથે સમગ્ર રઘુવંશી લોહાણા પરિવારે ગણેશ ચતુર્થીનો પાવન ઉત્સવ અવિસ્મરણીય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો.2
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ1
- વડનગરથી વારાણસી બાઇક રેલીનું સમીના બાસ્પા ખાતે ભવ્ય સ્વાગત: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬' અંતર્ગત સેવા અને સન્માનકાર્યક્રમ યોજાયો* માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના સફળ ૨૫ વર્ષ 'સેવા અને સમર્પણ' પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની વિશાળ બાઇક રેલી પાટણ જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું સમી તાલુકાના બાસ્પા સ્થિત મહર્ષિ દયાનંદ કોલેજ ખાતે ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનકલ્યાણ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓને જોશભેર સંબોધન કરી 'સેવા સંકલ્પ અભિયાન'ના ઉદ્દેશ્યો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે જરૂરિયાતમંદ ગરીબોને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો માટે ફ્રી નિદાન સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવા બાઇક રાઇડર્સ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' અને મોદીજીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.4