મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

- મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.1
- સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સબજેલમાં1
- લીંબડી સબજેલના જેલરે રક્ષાબંધન પર્વ નિમિત્તે સહાનુભૂતિ દાખવી1
- સમી તાલુકાના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકની હત્યા. જમીન બાબતે થઈ હતી તકરાર પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરાર નો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મિકી નામના યુવક પર લાકડી અને સાંબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ 27 ઓગસ્ટ 2006 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સમયે નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ અંગે નીકુલે જમીન દસ્તાવેજો પર સહી કરવાની ના પાડતા પરિવારજનો વચ્ચે બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા લાકડી અને સાંબેલા વડે નીકુલ પર હુમલો કર્યો હતો અને હુમલામાં ગંભીર ઇજાઓ થતા નિકુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સમી પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ અંગે રાધનપુરના ઇન્ચાર્જ રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કૃણાલસિંહ પરમાર ના જણાવ્યા મુજબ પોલીસે હત્યા કરીને નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.3
- બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરી,મંદિરની બાજુમાં દારૂનો અડ્ડા હોવાનો દાવો.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો સ્વામી દ્વારા આક્ષેપ કરાયો. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.3
- બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા1
- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવિણભાઇ તોગડિયાએ લીબડી શું કહ્યું1
- બોટાદ બ્રેકિંગ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4