logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ચોટીલા પોલીસ સ્ટેશનની તપાસણી કરી નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા સબ ડીવીઝન હેઠળ આવેલ ચોટીલા પોલીસ સ્ટેશનની વિગતવાર તપાસણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૨૪/૦૨/૧૯૮૮ના પરિપત્ર તથા મહેસૂલ તપાસણી કમિશ્નર, ગાંધીનગરના તા. ૦૬/૦૪/૧૯૮૮ના પત્ર અનુસાર સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ આઉટપોસ્ટોની સમયાંતરે તપાસણી કરવાની સત્તા આપવામાં આવેલ છે. તે અન્વયે આ તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ પોલીસ સ્ટેશનની દરેક શાખામાં રૂબરૂ જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ રજીસ્ટરો, કેસોની નોંધ, વહીવટી કામગીરી, દસ્તાવેજોની જાળવણી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચોટીલાને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફિલ્ડ દરમિયાન અથવા અરજીઓ પ્રાપ્ત થાય ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૪ હેઠળ પાણીના વિવાદ (Water Dispute) સંબંધિત કેસોમાં સમયસર કાર્યવાહી કરવા, કલમ ૧૫૨ હેઠળ જાહેર ઉપદ્રવ (Public Nuisance) સંબંધિત કેસોમાં અસરકારક કામગીરી કરવા, પ્રોહિબિશન સંબંધિત કલમ ૯૩ હેઠળ જામીનની કાર્યવાહી કાયદેસરની રીતે કરવા, કલમ ૧૨૬, ૧૨૭, ૧૨૮ ૧૨૯ વિગેરે હેઠળ સુલેહશાંતિ જળવાઇ રહે તે માટે અટકાયતી ૫ગલા લેવા, હિસ્ટ્રીશીટરો ને જરૂરી જણાય તો પાસા / તડીપારની કાર્યવાહીની દરખાસ્ત સમયસર મોકલી આ૫વી, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટરી તરફથી જે હુકમો કરવામાં આવે તેની અમલવારી કરવા, સ્કુલો, કોલેજો તેમજ સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ઘરી માદક દ્રવ્યો NDPS અંતર્ગ કાર્યવાહી કરવી તેમજ એટ્રોસિટી સંબંધિત કેસોમાં સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે તપાસ હાથ ધરવા તેમજ લાંબા સમયથી રિન્યુ ન થયેલા હથિયાર પરવાના રદ કરી ખાલસા કરવાની દરખાસ્તો તૈયાર કરીને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા સૂચના આપવામાં આવી હતી તેમજ વઘુમાં તાજેતરમાં ભારે વરસાદની આગાહી ઘ્યાનમાં રાખીને ડિઝાસ્ટરને લગત કામગીરી કરવા જરૂરી સુચના આ૫વામાં આવી. તપાસણી દરમિયાન નીચે મુજબના મહત્વપૂર્ણ રજીસ્ટરો અને વહીવટી મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી: * હાજરી રજીસ્ટર * હિસ્ટ્રીશીટર રજીસ્ટર * ખતિયાન રજીસ્ટર * સ્ટેશન ડાયરી * દેખરેખ નિયંત્રણ રજીસ્ટર * વારંવાર ગુનાઓ કરતા ઇસમોની નોંધના રજીસ્ટરો * મુદ્દામાલ રજીસ્ટર * હથિયાર પરવાના રજીસ્ટર * ઓરેન્જ રજીસ્ટર * ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબના કેસોનું રજીસ્ટર * પ્રોહિબિશન ગુનાઓ અંગેનું રજીસ્ટર * હિસાબી રજીસ્ટર * આવક-જાવક રજીસ્ટર * બિલ રજીસ્ટર * જાણવા જોગ રજીસ્ટર * પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હથિયારધારી તથા બિનહથિયારધારી પોલીસ કર્મચારીઓની સંખ્યા અને ફરજોની વિગતો આ ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમમાં રાખવામાં આવેલ સરકારી શસ્ત્રો, કાર્ટ્રિજ, રબ્બર બુલેટ, ઇન્સાસ કાર્ટ્રિજ, બાર બોર કાર્ટ્રિજ, ટિયર સ્મોક શેલ, વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળાપ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના લોક-અપની પણ ચકાસણી કરવામાં આવી હતી તેમજ સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસણીના અંતે નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણાએ તમામ રજીસ્ટરોનું યોગ્ય સંચાલન, રેકોર્ડની નિયમિત જાળવણી, કાયદાકીય કાર્યવાહીમાં સમયબદ્ધતા તથા કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કાયદા અનુસાર રહે તે માટે સતત સતર્કતા રાખવા ભાર મૂક્યો હતો.

6 hrs ago
user_KALPESH VADHER
KALPESH VADHER
લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
6 hrs ago
1398d7ca-aeda-4827-a853-0390d06f794d

નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ચોટીલા પોલીસ સ્ટેશનની તપાસણી કરી નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા સબ ડીવીઝન હેઠળ આવેલ ચોટીલા પોલીસ સ્ટેશનની વિગતવાર તપાસણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૨૪/૦૨/૧૯૮૮ના પરિપત્ર તથા મહેસૂલ તપાસણી કમિશ્નર, ગાંધીનગરના તા. ૦૬/૦૪/૧૯૮૮ના પત્ર અનુસાર સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા તમામ પોલીસ સ્ટેશનો તથા પોલીસ આઉટપોસ્ટોની સમયાંતરે તપાસણી કરવાની સત્તા આપવામાં આવેલ છે. તે અન્વયે આ તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીએ પોલીસ સ્ટેશનની દરેક શાખામાં રૂબરૂ જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ રજીસ્ટરો, કેસોની નોંધ, વહીવટી કામગીરી, દસ્તાવેજોની જાળવણી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા

87af0ee1-fc47-4b9c-9a6b-9fcd1c871569

વધુ અસરકારક રીતે જળવાઈ રહે તે હેતુસર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચોટીલાને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફિલ્ડ દરમિયાન અથવા અરજીઓ પ્રાપ્ત થાય ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૪ હેઠળ પાણીના વિવાદ (Water Dispute) સંબંધિત કેસોમાં સમયસર કાર્યવાહી કરવા, કલમ ૧૫૨ હેઠળ જાહેર ઉપદ્રવ (Public Nuisance) સંબંધિત કેસોમાં અસરકારક કામગીરી કરવા, પ્રોહિબિશન સંબંધિત કલમ ૯૩ હેઠળ જામીનની કાર્યવાહી કાયદેસરની રીતે કરવા, કલમ ૧૨૬, ૧૨૭, ૧૨૮ ૧૨૯ વિગેરે હેઠળ સુલેહશાંતિ જળવાઇ રહે તે માટે અટકાયતી ૫ગલા લેવા, હિસ્ટ્રીશીટરો ને જરૂરી જણાય તો પાસા / તડીપારની કાર્યવાહીની દરખાસ્ત સમયસર મોકલી આ૫વી, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટરી તરફથી જે હુકમો કરવામાં આવે તેની અમલવારી કરવા, સ્કુલો, કોલેજો તેમજ સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ

bf90249b-c734-4c14-8959-eb23dcdc719f

ઘરી માદક દ્રવ્યો NDPS અંતર્ગ કાર્યવાહી કરવી તેમજ એટ્રોસિટી સંબંધિત કેસોમાં સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે તપાસ હાથ ધરવા તેમજ લાંબા સમયથી રિન્યુ ન થયેલા હથિયાર પરવાના રદ કરી ખાલસા કરવાની દરખાસ્તો તૈયાર કરીને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા સૂચના આપવામાં આવી હતી તેમજ વઘુમાં તાજેતરમાં ભારે વરસાદની આગાહી ઘ્યાનમાં રાખીને ડિઝાસ્ટરને લગત કામગીરી કરવા જરૂરી સુચના આ૫વામાં આવી. તપાસણી દરમિયાન નીચે મુજબના મહત્વપૂર્ણ રજીસ્ટરો અને વહીવટી મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી: * હાજરી રજીસ્ટર * હિસ્ટ્રીશીટર રજીસ્ટર * ખતિયાન રજીસ્ટર * સ્ટેશન ડાયરી * દેખરેખ નિયંત્રણ રજીસ્ટર * વારંવાર ગુનાઓ કરતા ઇસમોની નોંધના રજીસ્ટરો * મુદ્દામાલ રજીસ્ટર * હથિયાર પરવાના રજીસ્ટર * ઓરેન્જ રજીસ્ટર * ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબના કેસોનું રજીસ્ટર * પ્રોહિબિશન ગુનાઓ અંગેનું રજીસ્ટર * હિસાબી રજીસ્ટર * આવક-જાવક રજીસ્ટર * બિલ રજીસ્ટર *

f264a941-6827-4de7-a6d0-dff4dc6341af

જાણવા જોગ રજીસ્ટર * પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હથિયારધારી તથા બિનહથિયારધારી પોલીસ કર્મચારીઓની સંખ્યા અને ફરજોની વિગતો આ ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમમાં રાખવામાં આવેલ સરકારી શસ્ત્રો, કાર્ટ્રિજ, રબ્બર બુલેટ, ઇન્સાસ કાર્ટ્રિજ, બાર બોર કાર્ટ્રિજ, ટિયર સ્મોક શેલ, વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળાપ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના લોક-અપની પણ ચકાસણી કરવામાં આવી હતી તેમજ સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસણીના અંતે નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણાએ તમામ રજીસ્ટરોનું યોગ્ય સંચાલન, રેકોર્ડની નિયમિત જાળવણી, કાયદાકીય કાર્યવાહીમાં સમયબદ્ધતા તથા કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કાયદા અનુસાર રહે તે માટે સતત સતર્કતા રાખવા ભાર મૂક્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને phc લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝર ની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડો, હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સહગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઉભી ના થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે.
    1
    લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને phc લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝર ની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડો, હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સહગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઉભી ના થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.
    1
    ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.
*ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.*
આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું.
હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય.
જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી.
પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી.
કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    1
    પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીઃ ખાતે જંતર મંતર વિશે શું કહ્યું સાંભળો વિડિઓ માં
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ! ઘટનાની વિગત: લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા. વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો. આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. પોલીસ કાર્યવાહી: પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ P.I. શ્રી જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા. પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તમારું રક્ષણ અને ન્યાય — એ જ સુરેન્દ્રનગર પોલીસનો સંકલ્પ! 🚔🤝
    1
    સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ!
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો માનવતાવાદી અભિગમ વિધવા મહિલાને છ વર્ષથી અટવાયેલા રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના દાગીના પરત અપાવતી લીંબડી પોલીસ!
ઘટનાની વિગત:
લીંબડીના રહેવાસી અરજદાર શ્રીમતી હસુબેન સોંડલા પાસેથી સામેવાળા ઇસમે હોટેલનો ધંધો પાર્ટનરશિપમાં કરવાના બહાને ૨૦ તોલા સોનાના ઘરેણાં મેળવીને ફાયનાન્સ બેંકમાં લોન પેટે ગીરો મુક્યા હતા. વિતેલા ૬ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં સામેવાળો ઇસમ ઘરેણાં પરત આપતો ન હતો.
આખરે લાચાર અરજદાર બેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી.
પોલીસ કાર્યવાહી:
પ્રકરણની ગંભીરતા અને અરજદાર મહિલાની સ્થિતિ જોઈને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ P.I. શ્રી જી.બી. પરમાર સાહેબ તથા લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી સામેવાળા પક્ષ પાસેથી રૂ. ૨૮ લાખની કિંમતના ૨૦ તોલા સોનાના ઘરેણાં હેમખેમ પરત મેળવી અરજદાર હસુબેનને સોંપ્યા હતા.
પોતાના હકના ઘરેણાં વર્ષો પછી પરત મળતાં ભાવુક બનેલા અરજદાર બેને એસ.પી. સાહેબ તથા સમગ્ર લીંબડી પોલીસ ટીમનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તમારું રક્ષણ અને ન્યાય — એ જ સુરેન્દ્રનગર પોલીસનો સંકલ્પ! 🚔🤝
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • બોટાદ જીલ્લામાં ભારે વરસાદ નું રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શન મોડમાં આવ્યા છે,ધારાસભ્ય એ મુખ્યમંત્રીના OSD તથા ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી,NDRF-SDRFની ટીમની માંગ કરી છે અને ધારાસભ્ય આગામી 3 દિવસ સ્વયં પોતે કંટ્રોલ રૂમ ખાતે હાજર રહેશે.. બોટાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે મુખ્યમંત્રીના OSD અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન, ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી. આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે. આ ઉપરાંત, ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ અથવા તાત્કાલિક સહાય માટે નાગરિકો 9998989806 અને 9898989693 નંબર પર સંપર્ક કરી શકશે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી તેઓ પોતે પણ સર્કિટ હાઉસ ખાતેના આ કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે. તેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, નાગરિકોની રજૂઆતો સાંભળશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી જરૂરી રાહત તથા બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે. અંતે, ધારાસભ્યએ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અતિ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે... બાઈટ:ઉમેશભાઈ મકવાણા,ધારાસભ્ય-બોટાદ રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જીલ્લામાં ભારે વરસાદ નું રેડ એલર્ટને પગલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એક્શન મોડમાં આવ્યા છે,ધારાસભ્ય એ મુખ્યમંત્રીના OSD તથા ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી,NDRF-SDRFની ટીમની માંગ કરી છે અને ધારાસભ્ય આગામી 3 દિવસ સ્વયં પોતે કંટ્રોલ રૂમ ખાતે હાજર રહેશે..

બોટાદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ અને ભારે વરસાદની સંભાવનાને પગલે, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. તેમણે મુખ્યમંત્રીના OSD અને ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન, ધારાસભ્યએ જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટાદ ખાતે એક NDRF અને એક SDRFની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી. આ ટીમો કોઈપણ કટોકટીના સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી શકશે. આ ઉપરાંત, ધારાસભ્યએ બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો અને વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વરસાદ સંબંધિત કોઈપણ મુશ્કેલી, આપત્તિ અથવા તાત્કાલિક સહાય માટે નાગરિકો 9998989806 અને 9898989693 નંબર પર સંપર્ક કરી શકશે.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી તેઓ પોતે પણ સર્કિટ હાઉસ ખાતેના આ કંટ્રોલ રૂમમાં પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહેશે. તેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, નાગરિકોની રજૂઆતો સાંભળશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી જરૂરી રાહત તથા બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે.
અંતે, ધારાસભ્યએ બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અતિ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, તળાવ, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે...
બાઈટ:ઉમેશભાઈ મકવાણા,ધારાસભ્ય-બોટાદ
રિપોર્ટર ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.