સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણીના બિજા દિવસે ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને ગૌરવની ભાવના કેળવવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત ભાષાના સંવર્ધન અને શિક્ષણના વ્યાપને દરેક લોકો સુધી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે સંસ્કૃત વિષયમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ડો. મૌલિકભાઈ કેલૈયા અને ડો. અજયભાઈ જાદવ, સરકારી વિનયન કોલેજ, ભેંસાણના ડો. હાર્દિકભાઈ રાજ્યગુરુ તેમજ સરકારી સંસ્કૃત પાઠશાળા, જૂનાગઢના આચાર્ય જયદેવકુમાર શિશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી કોકિલાબેન ઉંધાડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડાભી દક્ષાબેન દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાનો વિશેષ માહોલ સર્જાયો હતો.
સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણીના બિજા દિવસે ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત
કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને ગૌરવની ભાવના કેળવવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત ભાષાના સંવર્ધન અને શિક્ષણના વ્યાપને દરેક લોકો સુધી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે સંસ્કૃત વિષયમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી
વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના ડો. મૌલિકભાઈ કેલૈયા અને ડો. અજયભાઈ જાદવ, સરકારી વિનયન કોલેજ, ભેંસાણના ડો. હાર્દિકભાઈ રાજ્યગુરુ તેમજ સરકારી સંસ્કૃત પાઠશાળા, જૂનાગઢના આચાર્ય જયદેવકુમાર શિશાંગીયા ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
આપી સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી કોકિલાબેન ઉંધાડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડાભી દક્ષાબેન દ્વારા સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાનો વિશેષ માહોલ સર્જાયો હતો.
- વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચાપરડાના 'દાદાજીનું ઘર' ખાતે વડીલો સાથે પ્રેમ અને ઉત્સાહથી ઉજવાયું રક્ષાબંધન પર્વ વિસાવદર : પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાપરડા ખાતે સંચાલિત "દાદાજીનું ઘર" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થા વયોવૃદ્ધ વડીલો માટે સ્વમાન સાથે રહેવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસ જવાનો અને સંસ્થામાં નિવાસ કરતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર ફરજ પૂરતા સીમિત ન રહેતા એક પરિવાર જેવા ભાવનાત્મક અને સ્નેહસભર છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ દ્વારા થઈ હતી. પોલીસ પરિવારના આ સુંદર પ્રયાસથી વડીલોના ચહેરા પર વિશેષ સ્મિત જોવા મળ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને પોલીસકર્મીઓએ પણ અનોખી ધન્યતા અનુભવી હતી, જેણે સામાજિક સેવભાવ અને પરસ્પર આદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું દિવ્યાંગ દીપ સેવા ટ્રસ્ટના મુન્નાભાઈ રાઠોડની પ્રામાણિકતા: રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ પરત પંચમુખી પાન સેન્ટરના માલિક મુન્નાભાઈ રાઠોડ પરિવારે માનવતાની મહેક પ્રસરાવી *અમરેલી -* અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલ પંચમુખી પાન સેન્ટરના માલિક અને દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મુન્નાભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા દિવ્યાંગો અને આમ જનતાના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. તા. 26/08/2026 ના રોજ લાઠી રોડ પરથી મુન્નાભાઈના ભાઈ ગોવિંદભાઈના પત્ની કાજલબેનને એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ, બીલ અને રોકડ રકમ હતી. આ અંગેની જાણ તેમણે તાત્કાલિક મુન્નાભાઈ રાઠોડને કરી હતી. મુન્નાભાઈ અને તેમના પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો કે આ પાકીટ તેના મૂળ માલિકને પરત કરવું. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પાકીટ નવા ખીજડીયા ગામના રહીશ દિનેશભાઈનું છે. ત્યારબાદ મુન્નાભાઈએ દિનેશભાઈને પોતાના પંચમુખી પાન સેન્ટર પર બોલાવી, ખરાઈ કરીને સંપૂર્ણ પાકીટ મૂળ માલિકને સોંપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની આ પ્રામાણિકતા અને માનવતાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.3
- જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત પીકપ બોલેરો વન વીજ પોલ સાથે અથડાતા વીજ બોલ ધરાસાઈ ઘટના સ્થળે સેવાભાવી લોકો ધોડી ગયા હતા પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક લાઈન બંધ કરવાનો ફરક પડી હતી ડ્રાઇવર ચાલકને ગંભીર જાગ્રત તાત્કાલિક સારવાર હેઠળ4
- મહુવા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી મહુવા: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સુરક્ષા સેવા સમિતિના સ્થાપક અશ્વિનભાઈ સાંખટ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ જવાનોને સમાજની સુરક્ષા અને સેવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા સેવા સમિતિ મહુવા તાલુકા મહિલા પ્રમુખ જોળીયા નયનાબેન, મહુવા તાલુકા શહેર પ્રમુખ સરવૈયા જયશ્રીબેન, મંત્રી જીતિયા પારુલબેન, તેમજ ધુંધળવા દયાબેન અને કવાડ પાર્વતીબેન સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધનના આ પ્રસંગે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું અને સમાજની સુરક્ષા માટે પોલીસ વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરી,મંદિરની બાજુમાં દારૂનો અડ્ડા હોવાનો દાવો.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો સ્વામી દ્વારા આક્ષેપ કરાયો. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.3
- ખુબજ અગત્યની જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.1
- જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 'વૃદ્ધ નિકેતન' ખાતે વડીલો સાથે અનોખી રીતે ઉજવાયું રક્ષાબંધન પર્વ જુનાગઢ : આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા માનવતાની મહેક ફેલાવતો એક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા વયોવૃદ્ધ વડીલો માટે આશ્રયસ્થાન સમાન અને સ્વમાન સાથેનું ઘર ગણાતી "વૃદ્ધ નિકેતન" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસકર્મીઓ અને સંસ્થામાં રહેતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના આ ભગીરથ પ્રયાસમાં સંસ્થાના વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતા સીમિત ન રહેતા પરિવાર જેવા સ્નેહસભર હોવાની અનુભૂતિ આ પ્રસંગે થઈ હતી. સંસ્થાના વડીલોએ પોલીસ પરિવાર દ્વારા આપવામાં આવેલા આ સ્નેહ અને સમય બદલ ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે પોલીસ જવાનોએ પણ વડીલો સાથે સમય વિતાવી ધન્યતા અનુભવી હતી. આ અનોખી ઉજવણીએ સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો...1