Shuru
Apke Nagar Ki App…
વડોદરાના રામનાથ તળાવ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે આ ઉજવણી દરમિયાન છોડવાઓને વાવ્યા વિના જ રઝળતા મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણ દિવસની ઉજવણીની ગંભીરતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
Sambandhsetu24
વડોદરાના રામનાથ તળાવ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે આ ઉજવણી દરમિયાન છોડવાઓને વાવ્યા વિના જ રઝળતા મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણ દિવસની ઉજવણીની ગંભીરતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
More news from Gujarat and nearby areas
- વડોદરા નજીક કોટંબી સ્ટેડિયમ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. એક લક્ઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી જતાં આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- બાતમીના આધારે કાર્યરત થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (એસ.એ.સી.)ની ટીમે વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ આઇસર ટેમ્પો દેખાતા જ પોલીસે તેનો પીછો કર્યો હતો અને તેને આંતરીને સઘન તલાશી લીધી હતી. તલાશી દરમિયાન, ટેમ્પોમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, આ દારૂની કિંમત ₹25 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો અને આઇસર ટેમ્પો સહિત કુલ ₹35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન, ટેમ્પો ચાલકની સ્થળ પરથી અટકાયત પણ કરવામાં આવી છે.1
- સોમવતી અમાવસ્યાના શુભ અવસરે નૌબસ્તા ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓનો વિશાળ સમુદાય ઉમટી પડ્યો હતો. હજારો ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગંગામાં આસ્થાની ડુબકી લગાવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ચાક-ચૌબંધ રાખવામાં આવી હતી.1
- વરાછા એ ઝોન ઓફિસ ખાતે વહેલી સવારથી જ જન્મ-મરણના નવા દાખલા કઢાવવા અને તેમાં સુધારા કરાવવા માટે લોકોની ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સંતાનોના સ્કૂલ એડમિશનમાં બાળકના જન્મના દાખલામાં 'આખું નામ' ફરજિયાત હોવાથી વાલીઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કચેરી દ્વારા દાખલા સંબંધિત આ કામગીરી માત્ર સવારે 10:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી જ કરવામાં આવે છે, કારણ કે બપોરના 2:00 વાગ્યા પછી કર્મચારીઓને વસ્તી ગણતરીના કામમાં જવાનું હોવાથી કામગીરી બંધ થઈ જાય છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે અને કચેરીમાં જગ્યા ટૂંકી પડતાં લોકોની કતારો મુખ્ય દરવાજાની બહાર રોડ સુધી લંબાઈ છે, જેના કારણે અનેક લોકો છેલ્લા ત્રણ દિવસથી લાઈનમાં ઊભા રહી ધક્કા ખાઈ રહ્યા છે. વાલીઓ અને મહિલાઓ પોતાના નાના માસૂમ બાળકોને સાથે લઈને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ કામ ન થતાં અને બારીઓ બંધ થઈ જતાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.1
- વડોદરાના કોટંબી નજીક એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક લક્ઝરી બસ ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત કુલ સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય છવીસ લોકો ઘાયલ થયા હતા.1
- વડોદરા મહાનગરપાલિકાને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ ધમકીમાં ખાસ કરીને મેયર, કમિશનરની કચેરીઓ તેમજ શહેરની શાળાઓને નિશાન બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.1
- સ્માર્ટ સિટી વડોદરામાં પ્રજાના ટેક્સના પૈસાનો કેવો દુરૂપયોગ થાય છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે, જ્યાં માત્ર બે મહિના પહેલા જ બનેલા રોડ પર વરસાદી લાઇનના ઢાંકણા તૂટી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તૂટી ગયેલા આ ઢાંકણા એટલા હલકી ગુણવત્તાના છે કે તેને હાથ લગાવતા જ તેના પોપડા ઉખડી રહ્યા છે. આ વ્યસ્ત રોડ પરથી નાના-મોટા વાહનો સતત પસાર થતા હોવાથી, તૂટેલા ઢાંકણાને કારણે ગમે ત્યારે મોટી જાનહાની કે અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ સ્થિતિને જોતા સવાલ ઉઠી રહ્યો છે કે વડોદરાની ભોળી પ્રજાને મૂર્ખ બનાવી રહેલા આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કોના આશીર્વાદ છે. હજુ બે મહિના પહેલા બનેલો રોડ જો આ સ્થિતિમાં હોય, તો વડોદરાનો વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિચારવાનો સમય આવી ગયો છે.1
- વડોદરા શહેરના સુલેમાન ચાલ પાસે આવેલા ચાર રસ્તા પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. દારૂના નશામાં ધૂત કેટલાક લબરમૂછડિયા યુવકોએ પોતાની પૂરપાટ ઝડપે આવતી બાઇક વડે એક નિર્દોષ બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં યુવકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.1
- વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ, આ અકસ્માતમાં 7 થી 8 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ અકસ્માતના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.1