Shuru
Apke Nagar Ki App…
વડોદરામાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કારાભાઈ (રાકેશભાઈ) અમૃતિયાએ મોટું નિવેદન આપતા પોતાનો તમામ હિસાબ કાયદેસર હોવાનો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રોયલ્ટી સહિતની તમામ બાબતો કાયદેસર છે, તેઓ કોઈ ગેરરીતિ કરતા નથી અને માત્ર કાયદેસરનો વ્યવસાય કરનારા માણસ છે. તેમણે ભારે પડકાર ફેંકતા કહ્યું કે, "મેં કોઈ દિવસ કોઈના 500 રૂપિયા ખાધા નથી અને જો મેં કોઈનું ખોટું કર્યું હોય તો મારી બાપ-દાદાની મિલકત આપી દઈશ." આ સાથે જ આંદોલનનો ઉલ્લેખ કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે લોકો આ આંદોલનને તોડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ ગમે તેવા પ્રયાસો થાય આ આંદોલન કોઈપણ કાળે તૂટવાનું નથી.
Nationgujarat.com

More news from Gujarat and nearby areas
- રાજકોટમાં વાયરલ દાદી તરીકે જાણીતા મંજુલાબેન મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા છે.1
- વડોદરામાં બળાત્કાર અને છેડતીના ગંભીર ગુનામાં ફરાર થયેલો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.1
- એક વર્ષથી પોલીસને સતત ચકમો આપી રહેલી મહિલા આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડે આણંદમાંથી એક મોટી કાર્યવાહી હાથ ધરીને આ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મહિલા છેલ્લા એક વર્ષથી પોલીસની પકડથી દૂર ભાગી રહી હતી, જેને ઝડપી લેવામાં આખરે સફળતા મળી છે.1
- નાગપુરમાં યોજાયેલા પ્રથમ રાષ્ટ્રીય એક્યુપંક્ચર સંમેલન “એક્યુકોન–2026”માં વડોદરાની ડૉ. રેશ્મા સૂર્યવંશીનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે.1
- ગુજરાતના અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક વિશાળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ જગન્નાથ મંદિરથી શરૂ થઈને ખમાસા સુધી યોજાઈ હતી.1
- ખેડૂતોના સમર્થનમાં આવનાર મંત્રીના ભાઈની ફેક્ટરી પર રેડ પાડવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ કાર્યવાહી અંગે આક્રોશ ઠાલવતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, રેડ તો પડવાની જ છે કારણ કે ભાજપ ખેડૂતોની થોડી છે? ભાજપ તો માત્ર કંપનીઓ માટે જ કામ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ એની રીતે બરાબર કરી રહી છે, કારણ કે કંપનીઓના ભાઈબંધો જ વિધાનસભામાં બેઠા છે. ગઢવીએ આક્ષેપ કર્યો છે કે જે પણ માણસ ખેડૂતોના સમર્થનમાં બોલશે, તેના આવા જ હાલ થશે એવો મેસેજ આ રેડ દ્વારા આપવામાં આવી રહ્યો છે.1
- વડોદરાના અકોટા ડી-માર્ટથી ગાય સર્કલ રોડ પર સ્કૂલ યુનિફોર્મમાં એક સગીર વયના વાહનચાલક દ્વારા હેવી બુલેટ મોટરસાયકલ દોડાવીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જાહેર રસ્તા પર અન્ય નાગરિકોની સુરક્ષા જોખમાય તે રીતે સગીર દ્વારા કરવામાં આવેલી આ બેજવાબદાર પ્રવૃત્તિનો વિડીયો શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાની માહિતી સામે આવતા જ વડોદરા ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં જ વાહન માલિકને શોધી કાઢ્યો હતો અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ આકરો આરટીઓ મેમો ફટકારીને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોને કડક પાઠ ભણાવ્યો છે.1