Shuru
Apke Nagar Ki App…
PROUD MOMENT FOR INDIA AFTER WON T20 WORLD CUP GREAT CELEBRATION
Nationgujarat.com
PROUD MOMENT FOR INDIA AFTER WON T20 WORLD CUP GREAT CELEBRATION
More news from Banas Kantha and nearby areas
- Post by Nationgujarat.com1
- Post by Dr. Prince Parmar3
- વડગામ તા. સીસરાણા ગામે સરપંચ લક્ષ્મણભાઈ ઘોયા ની અધ્યક્ષતા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો3
- વાવ થરાદ SOG પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર હાઇવે વિસ્તાર પરથી મોટા પ્રમાણે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો છે રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક માં 775 જેટલી યુરિયા ખાતર ના કટ્ટા ભરી ને હૈદરાબાદ લઈ જવામાં આવતા હતા પોલીસે વોચ ગોઠવી આ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈ ખેતીવાડી વિભાગની ટીમ ને જાણ કરતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી તપાસ હાથ ધરી છે2
- સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના નવલપુર ગામે વિકાસ અને સુશાસનની દિશામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવલપુર ગામના વિવિધ વિકાસકાર્યો અને વ્યવસ્થાપનના મોડલની પ્રશંસા કરી હતી. ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસને તેમણે નોંધપાત્ર ગણાવ્યો હતો. નવલપુર ગામમાં ગ્રામ પંચાયતનું વહીવટ મુખ્યત્વે મહિલાઓ સંભાળી રહી છે, જેના કારણે ગામમાં મહિલા સશક્તિકરણનું સકારાત્મક ઉદાહરણ ઉભું થયું છે. ગામની પંચાયત દ્વારા પારદર્શક અને જવાબદાર વહીવટ થતો હોવાથી વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાના પ્રયાસો અંતર્ગત સમગ્ર નવલપુર ગામ સોલર ઊર્જાથી સુસજ્જ બન્યું છે. ઉપરાંત “નલ સે જલ” યોજના હેઠળ ગામમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરેક મકાન સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે માટે દરેક ઘરમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. પાણીના વપરાશ મુજબ જ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવતા પાણીનો બગાડ ઓછો થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાણીના મીટરના ઉપયોગથી લીકેજ અને બિનજરૂરી વપરાશ પર પણ નિયંત્રણ રહેશે. આ ઉપરાંત ગામમાં સીસી રોડ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નવલપુર ગ્રામ પંચાયતે “જળ એ જ જીવન”ના સૂત્રને સાચા અર્થમાં સાકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ પાણીના બગાડ અને લીકેજ જેવા મુદ્દાઓને લઈને સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અને પાણી બચાવવા માટે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. નવલપુર ગામનો આ વિકાસ મોડલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવું માનવામાં આવી રહ્યું છે.2
- Post by Pooja patel1
- મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Nationgujarat.com1