વિજાપુરના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ લીધી હાજરી વિજાપુરના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ લીધી હાજરી વિજાપુર તાલુકાના ગવાડા ગામે બુધવાર તા. 22/04/2026 ના રોજ શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારે 10:00 કલાકે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ મથુરજી ઠાકોર સાહેબશ્રીએ પધારીને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો સાથે આ પવિત્ર પ્રસંગની ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારબાદ રાત્રે 11:30 કલાકે આયોજિત ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમમાં પૂર્વ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય અને પ્રમુખ ગ્રુપ ગાંધીનગરના શ્રી મુકેશભાઈ એસ. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા ગરબામાં યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.

- ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા દાના ભગત ગામે સ્થિત બખડસા પીરની દરગાહ ખાતે મલીદો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા અંદાજે 50 વર્ષથી માલધારી સમાજ દ્વારા આ પરંપરા સતત જળવાઈ રહી છે, જે ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ રજૂ કરે છે. આ પ્રસંગે વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે સૌએ એકતા અને ભાઈચારા નો સંદેશ આપ્યો હતો. ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું. દરગાહ ખાતે આજે એકતા, શ્રદ્ધા અને સામાજિક સુમેળનું જીવંત દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં બંને સમાજના લોકો ભાઈચારાની ભાવના સાથે જોડાયા હતા. આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે ધાર્મિક ભિન્નતા હોવા છતાં માનવતા અને એકતા સર્વોપરી છે. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરેલી4
- politics ##india#reality##@@1
- Post by मानव सेवा केंद्र अहमदाबाद1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- Post by AZAJDHUKKA1
- બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં પ્રચાર પૂરજોશમાં દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી પર લાગ્યા પરિવાર વાદ ના આરોપ કાંતિ ખરાડી એ પોતાના પુત્રને ટિકિટ આપી છે અગાઉ તાલુકા પંચાયતની બેઠક પર હાર મળવા છતાં આપી ટિકિટ ભાજપ કાર્યકરો નું પાર્ટી છે પરિવાર વાત ચાલતું નથી જ્યારે કોંગ્રેસમાં પરિવાર વાદને કારણે હાર થશે2
- ધારગણી મુકામે કોંગ્રેસ ની જાહેર સભામાં જન મેદની ઉમટી. . અમરેલી જિલ્લા નાં ધારગણી જીલ્લા પંચાયત નાં ઉમેદવાય ઉપેન્દ્રભાઈ વાળા તથા તાલુકા પંચાયત નાં ઉમેદવાર ઉપેન્દ્રભાઈ ગજેરા નાં સમર્થન માં ધારગણી મુકામે જાહેર સભા યોજાઈ હતી જેમાં ધારગણી નાં દરેક સમાજ નાં અગ્રગણ્ય તથા બધી જ્ઞાતી નાં ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં આ જાહેર સભામાં કોંગ્રેસ નાં માજી ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તથા જેનીબેન ઠુમ્મર ખાસ ઉપસ્થિત રહી ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસ નાં જીલ્લા પંચાયત નાં ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળા તથા તાલુકા પંચાયત નાં સદસ્ય ઉપેન્દ્રભાઈ ગજેરા ને જંગી બહુમતીથી ચુટી કાઢવાં અપિલ કરી હતી રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી અમરેલી1
- Post by AZAJDHUKKA3
- પાટણ: જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. મૂળભૂત સુવિધાઓ પર ભાર બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો. કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા4