logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_AZAJDHUKKA
AZAJDHUKKA
વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by AZAJDHUKKA
    1
    Post by AZAJDHUKKA
    user_AZAJDHUKKA
    AZAJDHUKKA
    વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • બનાસકાંઠા ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો... અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ... કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ... સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર... ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા.. લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ... પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે... પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર... સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...
    1
    બનાસકાંઠા 
ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો...
અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ...
કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ...
સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર...
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા..
લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ...
પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે...
પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર...
સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...
    user_Vikramthakor
    Vikramthakor
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.
    1
    હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો.
શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.”
કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    7 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- લોકશાહીના પર્વ નિમિત્તે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રામીણ મતદારોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે. કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને પ્રક્રિયાની જાણકારીના અભાવે કોઈ ભૂલ ન થાય તે માટે આ નિદર્શન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી અને આગામી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક અને સો ટકા મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    1
    મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં  આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-  લોકશાહીના પર્વ નિમિત્તે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રામીણ મતદારોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે. કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને પ્રક્રિયાની જાણકારીના અભાવે કોઈ ભૂલ ન થાય તે માટે આ નિદર્શન યોજવામાં આવ્યું હતું.  સ્થાનિક ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી અને આગામી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક અને સો ટકા મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
    1
    *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન*
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
    1
    કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે  તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • Post by AZAJDHUKKA
    3
    Post by AZAJDHUKKA
    user_AZAJDHUKKA
    AZAJDHUKKA
    વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.