logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

3 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
3 hrs ago

હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

More news from Gujarat and nearby areas
  • નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    1
    નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો
આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો
કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા.
આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે.
સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    1 hr ago
  • મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા કંપાના કચ્છી પાટીદાર ખેડૂત સેવંતિભાઈ બાબુભાઈ પટેલ 20 એપ્રિલે બપોરે બેન્કમાં કામ હોવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ વડાલી સ્થિત બેન્કમાં ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.આ ઘટનાને કારણે પરિવાર સાથે કચ્છી પાટીદાર સમાજમાં ચિંતા ફેલાઈ છે.પોલીસે ગુમ થયાની નોંધ લઈ સેવંતિભાઈના મોબાઈલ લોકેશન સહિત અન્ય સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
    1
    મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા કંપાના કચ્છી પાટીદાર ખેડૂત સેવંતિભાઈ બાબુભાઈ પટેલ 20 એપ્રિલે બપોરે બેન્કમાં કામ હોવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ વડાલી સ્થિત બેન્કમાં ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.આ ઘટનાને કારણે પરિવાર સાથે કચ્છી પાટીદાર સમાજમાં ચિંતા ફેલાઈ છે.પોલીસે ગુમ થયાની નોંધ લઈ સેવંતિભાઈના મોબાઈલ લોકેશન સહિત અન્ય સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • vote##for #yuva @#shakti
    1
    vote##for #yuva @#shakti
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    9 hrs ago
  • राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    1
    राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है।
जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई।
पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई।
राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    16 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    17 hrs ago
  • નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    નામ : પટેલ ગૌરાંગ ભાઈ 
નામ : હરીશ ભાઈ પટેલ 
નામ : સંદીપ ભાઈ પટેલ 
નામ : હાર્દિક ભાઈ પટેલ 
નામ : મયંક ભાઈ પટેલ 
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.
    1
    ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ 
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને
આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું.
નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી.
બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. 
બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા.
આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું.
આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 
પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાનાર છે ત્યારે ખંભાત નગરપાલિકા ના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે. નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીના સ્વામિનારાયણ મંદિર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લા, પૂર્વ પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ પ્રભારી શિલ્પાબેન તેમજ ભાજપાના અનેક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી. સભામાં કાર્યકરોમાં ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળ્યો. ભાજપાને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી. રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાનાર છે ત્યારે ખંભાત નગરપાલિકા ના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે.
નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીના સ્વામિનારાયણ મંદિર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લા, પૂર્વ પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ પ્રભારી શિલ્પાબેન તેમજ ભાજપાના અનેક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી. સભામાં કાર્યકરોમાં ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળ્યો. ભાજપાને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી.
રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    1 hr ago
  • મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
    1
    મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.