કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
- अपराधियों की गिरफ्तारी को लेकर एसडीएम कार्यालय के सामने धरना दूसरे दिन भी जारी, धरने में आज कई संगठन व कई राजनीतिक लोग होंगे शामिल, जब तक आरोपियों की गिरफ्तारी नहीं होगी तब तक अनिश्चितकालीन धरना जारी रहेगा, मारोठ: मारोठ थाना क्षेत्र के भीवपुरा गांव के पास हुए जानलेवा हमले के मामले में 18 दिन बीत जाने के बाद भी आरोपियों की गिरफ्तारी नहीं होने से ग्रामीणों का आक्रोश फूट पड़ा। 20 अप्रैल को नावां उपखंड कार्यालय के समक्ष अनिश्चितकालीन धरना और प्रदर्शन शुरू किया गया। जिसको लेकर मंगलवार को उपखंड कार्यालय के सामने आमजन द्वारा अनिश्चितकालीन धरना प्रदर्शन में अपने अपने उद्बोधन दे रहे थे आज बुधवार को कई संगठन व राजनीतिक लोग धरने में शामिल होंगे। सैकड़ो महिला व पुरुष पुलिस प्रशासन हाय हाय ,मुर्दाबाद के नारे लगा रहे थे प्रशासन की ओर से धरने के दूसरे दिन ग्रामीणों से कोई समझाइश नहीं गई पर ग्रामीणों ने आरोपियों की गिरफ्तारी के बाद ही धरना समाप्त करने की बात कही जा रही है।1
- प्रिय गोमतीपुर की जनता, सीपीआई(एम) पार्टी के उम्मीदवार फैसल अली शौकत अली सिद्दीकी गोमतीपुर वार्ड नंबर 38, अहमदाबाद महानगरपालिका 2026 के चुनाव में आपके सामने हाजिर हूँ। सीपीआई(एम) गरीबों की पार्टी है, मजदूरों की पार्टी है। हम सब मजदूर हैं, हम सब गरीब परिवार से आते हैं। पिछले 30 साल से गोमतीपुर में यह पार्टी गायब थी, अब फिर से लौटी है आपके हक, अधिकार और बेहतरी के लिए। यह पार्टी आपके लिए लड़ती है – सस्ती राशन, अच्छी शिक्षा, स्वास्थ्य सुविधा, नौकरी, मजदूरी बढ़ोतरी, पानी-बिजली और साफ-सफाई के लिए। यह कोई अमीरों की पार्टी नहीं, बल्कि सच्ची मजदूरों और गरीबों की आवाज है। आपका एक वोट इस पार्टी को मजबूत बनाएगा। आपका एक वोट गोमतीपुर को बदल देगा। आपका एक वोट हमारे बच्चों के उज्ज्वल भविष्य के लिए होगा। अपना बहुमूल्य वोट देकर फैसल अली सिद्दीकी को विजयी बनाइए। आपका अपना प्यारा दोस्त और हमेशा आपके साथ, फैसल अली शौकत अली सिद्दीकी सीपीआई(एम) उम्मीदवार, गोमतीपुर वार्ड 383
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- welcome to B S KUSHWAHA VANDE BHARAT live TV NEWS AHEMDABAD GUJRAT MO NO 9913546953.2
- કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.1
- *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાનાર છે ત્યારે ખંભાત નગરપાલિકા ના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે. નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીના સ્વામિનારાયણ મંદિર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લા, પૂર્વ પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ પ્રભારી શિલ્પાબેન તેમજ ભાજપાના અનેક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી. સભામાં કાર્યકરોમાં ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળ્યો. ભાજપાને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી. રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત1
- વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.1
- સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી1