Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from ગુજરાત and nearby areas
- વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી. ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા. આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે. ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.1
- તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી1
- સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ ખાતે આનંદ મેળો યોજાયો.1
- સાણંદ: મીરાં સિનેમામાં શો મોડો શરૂ થતા દર્શકોનો હોબાળો, રિફંડ માટે પડાપડી સાણંદ: શહેરના જાણીતા મીરાં સિનેમામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમય કરતાં શો મોડો શરૂ થવાને કારણે પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો અને ટિકિટના પૈસા પરત આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યા હતા. પરંતુ કોઈ ટેકનિકલ ખામી કે સંચાલકોની બેદરકારીને કારણે શો સમયસર શરૂ થયો ન હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ દર્શકોની ધીરજ ખૂટી હતી. સમયનો વેડફાટ: દર્શકોનો આરોપ છે કે તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા અને ચોક્કસ કારણ આપવામાં આવ્યું નહીં. મેનેજમેન્ટ સાથે બોલાચાલી: વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શકો અને સિનેમાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. રિફંડની માંગ: રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમારો સમય કિંમતી છે, જો તમે શો ચલાવી શકતા નથી તો અત્યારે જ રિફંડ આપો. દર્શકોનો આક્રોશ સ્થળ પર હાજર એક દર્શકે જણાવ્યું કે, "અમે ફેમિલી સાથે ફિલ્મ જોવા આવ્યા હતા, પણ અહીં વ્યવસ્થાના નામે મીંડું છે. કલાકથી ઉપર સમય થઈ ગયો પણ હજુ પડદો ખુલ્યો નથી. આ લોકો ગ્રાહકોના સમયની કોઈ કિંમત સમજતા નથી. તંત્રની દરમિયાનગીરી પરિસ્થિતિ વણસતા અન્ય કર્મચારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે, જે દર્શકો ફિલ્મ જોવા માંગતા ન હતા તેમને રિફંડ આપવામાં આવે4
- ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચ. ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ કાંસી આપેલી. શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને 'શહીદ દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાંણદ(બકરાણા) ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાની એક અનોખી પરંપરા છે. વંદે માતરમ ગીતને 150વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શોર્યગાથાને રજૂ કરશે. આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જી.ટી.પી.એલ. આયોજીત "વીરાંજલિ 2.5"માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દિકરીઓનો તલવાર રાસ તેમજ શહિદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લીખીત આરતી વીર જવાનોકીમાં આકાશમાં થનારો ભવ્યાતીભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઇરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે. સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘરબેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઈતિહાસ મંચ દ્વારા પહોચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશ ભક્તિના આ કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિ એ લોકોને ખાસ અનુરોધ કરેલ છે તથા સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.1
- कानपुर में साइबर ठग द्वारा एक रिटायर्ड शिक्षिका को फेसबुक के माध्यम से संपर्क कर साइबर ठग ने स्वयं को मार्क ज़ुकरबर्ग(फेसबुक संस्थापक) बताकर विश्वास में लिया और स्कूल खोलने के नाम पर निवेश कराया।बाद में अन्य व्यक्तियों ने व्हाट्सएप के जरिए संपर्क कर एक फर्जी ट्रेडिंग अकाउंट खुलवाया, जिसमें पीड़िता से लगभग ₹1.57 करोड़ निवेश कराया गया। धनराशि वापस न होने पर पीड़िता को ठगी का एहसास हुआ तब पीड़िता पूरी घटना के सम्बन्ध में शिकायत की गई जिसपर थाना साइबर क्राइम पर तत्काल अभियोग पंजीकृत कर अग्रिम विवेचनात्मक कार्यवाही की जा रही है। बाइट -अपर पुलिस उपायुक्त अपराध, श्रीमती अंजली विश्वकर्मा1
- Happy birthday shrey bahi1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 18/3/26, બુધવાર1