logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ધનવંતરી આરોગ્ય રથનું પ્રસ્થાન — ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવા નવી પહેલરૂપે “ધનવંતરી આરોગ્ય રથ”ને વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ આરોગ્ય રથ દ્વારા ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોમાં વસવાટ કરતા લોકો તેમજ ખાસ કરીને બાંધકામ શ્રમિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. આ પહેલ લોકહિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું સાબિત થશે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા મંત્રી સંદીપભાઈ ભોઈ, જિલ્લા ST મોરચા મહામંત્રી ચંદ્રસિંહ ડામોર, સંતરામપુર નગર પ્રમુખ નિતીનભાઈ રાણા, તાલુકા મંડળ પ્રમુખ શૈલેન્દ્રસિંહ ખાંટ, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત પરષોત્તમદાસ પટેલ, સચિન શાહ, બિપીનભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર વિષ્ણુભાઈ પંચાલ, ધનવંતરી રથના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એમ.કે. કાપડિયા તથા જિલ્લા કચેરી સ્ટાફ અને રથના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

1 day ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
1 day ago

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ધનવંતરી આરોગ્ય રથનું પ્રસ્થાન — ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવા નવી પહેલરૂપે “ધનવંતરી આરોગ્ય રથ”ને વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ આરોગ્ય રથ દ્વારા ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોમાં વસવાટ કરતા લોકો તેમજ ખાસ કરીને બાંધકામ શ્રમિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. આ પહેલ લોકહિતમાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું સાબિત થશે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા મંત્રી સંદીપભાઈ ભોઈ, જિલ્લા ST મોરચા મહામંત્રી ચંદ્રસિંહ ડામોર, સંતરામપુર નગર પ્રમુખ નિતીનભાઈ રાણા, તાલુકા મંડળ પ્રમુખ શૈલેન્દ્રસિંહ ખાંટ, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત પરષોત્તમદાસ પટેલ, સચિન શાહ, બિપીનભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર વિષ્ણુભાઈ પંચાલ, ધનવંતરી રથના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એમ.કે. કાપડિયા તથા જિલ્લા કચેરી સ્ટાફ અને રથના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

More news from ગુજરાત and nearby areas
  • Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews
    1
    Breaking_दाहोद,डोकी निवासी 35 वर्षीय ने की आत्म हत्या। #news #breaking #latestnews #dahod #hindinews
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ હરકતો સામે આવી છે. એક સોસાયટીમાં રાત્રિના સમયે કેટલાક શખ્સો ફરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં અંદાજે 2 થી 7 લોકો સોસાયટીમાં ફરતા જોવા મળે છે અને કેટલાક પાસે હથિયાર હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસ વાયરલ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી શંકાસ્પદ તત્વોને ઝડપવા માટે કાર્યવાહી કરી રહી છે.
    1
    દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ હરકતો સામે આવી છે. એક સોસાયટીમાં રાત્રિના સમયે કેટલાક શખ્સો ફરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં અંદાજે 2 થી 7 લોકો સોસાયટીમાં ફરતા જોવા મળે છે અને કેટલાક પાસે હથિયાર હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસ વાયરલ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી શંકાસ્પદ તત્વોને ઝડપવા માટે કાર્યવાહી કરી રહી છે.
    user_Dahod Live
    Dahod Live
    Classified ads newspaper publisher દાહોદ, દાહોદ, ગુજરાત•
    14 hrs ago
  • દાહોદમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીના માળા અને અન્ય વિવિધતા ધરાવતા માળા તથા તાસકનું વિતરણ કરાયું આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12 કલાકે સુધીમાં વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા શ્રી અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીના માળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી અવિરત યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમી નગરજનો જોડાયા હતા. આ પ્રસંગે માટીના માળા, બર્ડ ફીડર, પાણીની તાસક તેમજ લાકડાના વિવિધ પ્રકારના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વર્ષના આકર્ષણરૂપ કાથીના માળા પણ વિતરણમાં સામેલ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 500થી વધુ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ અને આસપાસના વિસ્તારોમાંથી પક્ષીપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આગામી રવિવારે પણ સવારે 9થી 12 વાગ્યા દરમિયાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે લાભ ન લઈ શકેલા લોકો આગામી 29 માર્ચે હાજરી આપી શકે છે.
    1
    દાહોદમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીના માળા અને અન્ય વિવિધતા ધરાવતા માળા તથા તાસકનું વિતરણ કરાયું
આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12 કલાકે સુધીમાં વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં દાહોદ ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા શ્રી અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીના માળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી અવિરત યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમી નગરજનો જોડાયા હતા.
આ પ્રસંગે માટીના માળા, બર્ડ ફીડર, પાણીની તાસક તેમજ લાકડાના વિવિધ પ્રકારના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વર્ષના આકર્ષણરૂપ કાથીના માળા પણ વિતરણમાં સામેલ કરવામાં આવ્યા હતા. કુલ મળીને 500થી વધુ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાહોદ અને આસપાસના વિસ્તારોમાંથી પક્ષીપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
આગામી રવિવારે પણ સવારે 9થી 12 વાગ્યા દરમિયાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે લાભ ન લઈ શકેલા લોકો આગામી 29 માર્ચે હાજરી આપી શકે છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    19 hrs ago
  • કાલોલના કનેટિયા ગામે 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી પંચમહાલ જિલ્લા 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી અને 1998 માં નોંધાયેલ આ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે આ સેવા ટ્રસ્ટ સમાજના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરી રહ્યું છે કાલોલના કનેટિયા ગામ ખાતે આ 36 પરગણા ની એક બેઠક યોજાઇ હતી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોમાભાઈ સોલંકી ના અધ્યક્ષપના હેઠળ આ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને હાઈ પાવર કમિટીના અધ્યક્ષ તરીકે કિરણકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વરણી બે વર્ષ માટે કરવામાં આવી છે જેમાં સંગઠન મંત્રી તરીકે રમેશભાઈ પરમાર તલાટી મહામંત્રી તરીકે ભરતભાઈ સોલંકી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મનોજભાઈ જાદવ ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ જાદવ, બાબુભાઈ અરવિંદભાઈ સોલંકી, નટુરામ મહારાજ, નારણભાઈ પ્રણામી હાલોલ સહમંત્રી તરીકે રામભાઈ અરવિંદભાઈ સોલંકી ખજાનચી તરીકે જતીનભાઈ સોલંકી, અક્ષય મહેશભાઈ સોલંકી મહેલોલ અને ગજેન્દ્રભાઈની નિમણૂકો સમગ્ર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા અને બહાલી આપી સર્વાનુમતે સર્વની વરણી કરવામાં આવી છે આ તમામ સૌ આગેવાનો નો આભાર કમિટીએ માન્યો હતો સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા આગેવાનોએ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ જાદવ અને અશોકભાઈ જાદવ એ કર્યું હતું. પધારેલ સૌ આગેવાનો અને સંતો મહંતોનો આ ટ્રસ્ટે આભાર માન્યો હતો. બેઠકના અંતમાં  રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.છેલ્લે કનેટિયા પરિવાર તરફથી મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
    2
    કાલોલના કનેટિયા ગામે 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી 
પંચમહાલ જિલ્લા 36 પરગણા રૂખી વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવા હોદ્દેદારોની વરણી અને 1998 માં નોંધાયેલ આ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે આ સેવા ટ્રસ્ટ સમાજના ઉદ્ધાર અને વિકાસ માટે કામ કરી રહ્યું છે કાલોલના કનેટિયા ગામ ખાતે આ 36 પરગણા ની એક બેઠક યોજાઇ હતી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોમાભાઈ સોલંકી ના અધ્યક્ષપના હેઠળ આ સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને હાઈ પાવર કમિટીના અધ્યક્ષ તરીકે કિરણકુમાર કેશવભાઈ કોન્ટ્રાક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ વરણી બે વર્ષ માટે કરવામાં આવી છે જેમાં સંગઠન મંત્રી તરીકે રમેશભાઈ પરમાર તલાટી મહામંત્રી તરીકે ભરતભાઈ સોલંકી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મનોજભાઈ જાદવ ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ જાદવ, બાબુભાઈ અરવિંદભાઈ સોલંકી, નટુરામ મહારાજ, નારણભાઈ પ્રણામી હાલોલ સહમંત્રી તરીકે રામભાઈ અરવિંદભાઈ સોલંકી ખજાનચી તરીકે જતીનભાઈ સોલંકી, અક્ષય મહેશભાઈ સોલંકી મહેલોલ અને ગજેન્દ્રભાઈની નિમણૂકો સમગ્ર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા અને બહાલી આપી સર્વાનુમતે સર્વની વરણી કરવામાં આવી છે આ તમામ સૌ આગેવાનો નો આભાર કમિટીએ માન્યો હતો સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા આગેવાનોએ ખાતરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ જાદવ અને અશોકભાઈ જાદવ એ કર્યું હતું. પધારેલ સૌ આગેવાનો અને સંતો મહંતોનો આ ટ્રસ્ટે આભાર માન્યો હતો. બેઠકના અંતમાં  રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.છેલ્લે કનેટિયા પરિવાર તરફથી મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
  • પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    1
    પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલ વડતાલનો યુવક ખીણમાં પડ્યો.. ફાયર અને રેસ્ક્યુની ટીમે કેવી રીતે દિલધડક રેસ્ક્યું ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો જુઓ આ વીડિયોમાં..
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    રિપોર્ટર Halol, Panch Mahals•
    21 hrs ago
  • યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે દર્શન કરવા આવેલા આણંદ જિલ્લાના એક પરિવારના મોભી ને ચક્કર આવતા તેઓ ખીણમાં લપસી પડતા બુમાબુમ મચી હતી. બનાવ બાદ પોલીસ અને ફાયર ના જવાનોએ ખીણ માં અધવચ્ચે ફસાયેલા ઇસમ ને બહાર કાઢ્યો હતો.આણંદ જિલ્લાના વડતાલ ગામના ખોડિયાર નગર ફળિયાના 22 વર્ષીય તુષારભાઈ અરવિંદભાઈ પરમાર પાવાગઢ ખાતે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તુષારભાઈ પરિવાર સાથે ભદ્રકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે તાપ અને ગરમી લાગતા તેઓ ઢળી પડ્યા અને નજીકની ખીણમાં ઢસડાઈ ગયા હોવાની જાણકારી મળી છે.ઘટના બનતા જ પરિવારજનો તેમજ અન્ય દર્શનાર્થીઓ દ્વારા તાત્કાલિક પોલીસ ને અને હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વાય કે પટેલ, ઉત્સવભાઈ, રાકેશભાઈ સહિત ચાર ટ્રેનરોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.ફાયર ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં ખીણમાં અધવચ્ચે ફસાયેલા તુષારભાઈ ને સુરક્ષિત બહાર કાઢી સ્ટ્રેચર દ્વારા રોપવે સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતમાં યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની તત્પર કામગીરીના કારણે યુવકનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
    1
    યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે દર્શન કરવા આવેલા આણંદ જિલ્લાના એક પરિવારના મોભી ને ચક્કર આવતા તેઓ ખીણમાં લપસી પડતા બુમાબુમ મચી હતી. બનાવ બાદ પોલીસ અને ફાયર ના જવાનોએ ખીણ માં અધવચ્ચે ફસાયેલા ઇસમ ને બહાર કાઢ્યો હતો.આણંદ જિલ્લાના વડતાલ ગામના ખોડિયાર નગર ફળિયાના 22 વર્ષીય તુષારભાઈ અરવિંદભાઈ પરમાર પાવાગઢ ખાતે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તુષારભાઈ પરિવાર સાથે ભદ્રકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે તાપ અને ગરમી લાગતા તેઓ ઢળી પડ્યા અને નજીકની ખીણમાં ઢસડાઈ ગયા હોવાની જાણકારી મળી છે.ઘટના બનતા જ પરિવારજનો તેમજ અન્ય દર્શનાર્થીઓ દ્વારા તાત્કાલિક પોલીસ ને અને હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વાય કે પટેલ, ઉત્સવભાઈ, રાકેશભાઈ સહિત ચાર ટ્રેનરોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.ફાયર ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં ખીણમાં અધવચ્ચે ફસાયેલા તુષારભાઈ ને સુરક્ષિત બહાર કાઢી સ્ટ્રેચર દ્વારા રોપવે સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતમાં યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની તત્પર કામગીરીના કારણે યુવકનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 day ago
  • દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કચરા વ્યવસ્થાપન માટે કામગીરી શરૂ કરાઈ આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12.30 કલાકે આપેલ માહિતી અનુસાર SBMG હેઠળ સંજેલી તાલુકાના માંડલી (કલ્યાણપુરા) ગામમાં નવીન ડમ્પિંગ સાઇટ માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત સ્થળની યોગ્યતા તપાસી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સર્વે બાદ સાઇટ પર સરપંચની હાજરીમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ખાડો ખોદવાની કામગીરી કરવામાં આવી હતી. આ પગલાથી ગામમાં સ્વચ્છતા જાળવવામાં સહાય મળશે. સ્થાનિક સ્તરે કચરા સંચાલન માટે કરવામાં આવી રહેલી આ કામગીરીથી ગામમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કચરા વ્યવસ્થાપન માટે કામગીરી શરૂ કરાઈ 
આજે તારીખ 22/03/2026 રવિવારના રોજ બપોરે 12.30 કલાકે આપેલ માહિતી અનુસાર SBMG હેઠળ સંજેલી તાલુકાના માંડલી (કલ્યાણપુરા) ગામમાં નવીન ડમ્પિંગ સાઇટ માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત સ્થળની યોગ્યતા તપાસી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
સર્વે બાદ સાઇટ પર સરપંચની હાજરીમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ખાડો ખોદવાની કામગીરી કરવામાં આવી હતી. આ પગલાથી ગામમાં સ્વચ્છતા જાળવવામાં સહાય મળશે.
સ્થાનિક સ્તરે કચરા સંચાલન માટે કરવામાં આવી રહેલી આ કામગીરીથી ગામમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.