Shuru
Apke Nagar Ki App…
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ક્ષત્રિય સમાજે કેન્દ્ર સ્તરે પ્રથમ ક્રમાંક મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સમગ્ર ગુજરાતમાં સમાજનું નામ રોશન થયું છે.
Mukesh Rathod ofiseal Mahisagar lunavada
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ક્ષત્રિય સમાજે કેન્દ્ર સ્તરે પ્રથમ ક્રમાંક મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સમગ્ર ગુજરાતમાં સમાજનું નામ રોશન થયું છે.
More news from Kheda and nearby areas
- ખેડાના કપડવંજ તાલુકાના અબોચ ગામમાં બ્રહ્મભટ્ટ પરિવારે કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ૧૬મો પાટોત્સવ નવચંડી યજ્ઞ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવ્યો. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું, જેમાં ગ્રામજનો અને બહારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો. યુવાન મિત્રોના સહયોગથી આ ભક્તિમય પ્રસંગ સફળ બન્યો.4
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..1
- ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામ તાલુકાના સામેત્રી ગામ માં અખંડ જ્યોત વર્ષ 1999 થી ઝળહળી રહી છે. 🙏🙏જય માં અર્બુદા 🚩🚩1
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રજાના માહોલ વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી કારનું ટાયર અચાનક ફાટતા ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે ખાબકી હતી, જેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક પરિવાર પોતાની કારમાં દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. કાલોલ પાસેના ઓવરબ્રિજ પર જ્યારે કાર પહોંચી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને જોતજોતામાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને બચાવ કામગીરી કાર જેવી નીચે પટકાઈ, તેવો જ પ્રચંડ અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તો પરિવારના 5 સભ્યો (જેમાં મહિલાઓ અને બાળકો હોવાની પણ આશંકા છે).તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.2
- દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે ગેરકાયદેસર ₹200 વસૂલાતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક જાગૃત નાગરિકે તમામ પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, પરંતુ તંત્રનું ભેદી મૌન ચિંતાજનક છે.1
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રવિવારે પાંચમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા તથા ટ્રસ્ટના અગ્રણીઓના સૌજન્યથી યોજાયેલા આ સમારોહમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવનની નવી શરૂઆત કરી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પાનેલાવ ગામ તેમજ આસપાસના વિસ્તારોના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દાતાશ્રીઓ દ્વારા 15 નવદંપતીઓને કન્યાદાન સાથે કરિયાવર અને વિવિધ પ્રકારની ભેટસોગાદો અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સુખમય દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચમો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી1
- હાલોલના સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના નવા વર્ગો શરૂ થયા છે. અહીં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.1
- ખેડા-નડિયાદ LCB સ્ટાફ દ્વારા બાતમીના આધારે નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શેઢી નદીના પુલ પાસે વોચ ગોઠવી તરબૂચના જથ્થા નીચે છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..1