logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના છાપરી ગામે પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના છાપરી ગામે પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ બપોરે 3.10 કલાકે આપેલ માહિતી અનુસાર ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે. આ કેમ્પના સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર મળ્યો હતો. જેમાં તાલુકા ટીબી સ્ટાફ, પી.એચ.સી. સુપરવાઇઝર, FHW, MPHW, આશાબેન સહિત તમામ કર્મચારીઓની સક્રિય હાજરી અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો. આ પ્રકારના કેમ્પ દ્વારા ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુલભ બનશે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

4 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
4 hrs ago

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના છાપરી ગામે પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના છાપરી ગામે પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ બપોરે 3.10 કલાકે આપેલ માહિતી અનુસાર ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે. આ કેમ્પના સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર મળ્યો હતો. જેમાં તાલુકા ટીબી સ્ટાફ, પી.એચ.સી. સુપરવાઇઝર, FHW, MPHW, આશાબેન સહિત તમામ કર્મચારીઓની સક્રિય હાજરી અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો. આ પ્રકારના કેમ્પ દ્વારા ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુલભ બનશે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

More news from Gujarat and nearby areas
  • દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    1
    દાહોદ કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત, તલાટી દફતર તપાસ સાથે લોકસંવાદ યોજાયો
આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 
દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા સંજેલી તાલુકાના માંડલી ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી અને દફતર સંચાલન અંગે માહિતી મેળવી હતી.
તપાસ દરમિયાન રોજિંદા રજીસ્ટરોના સંચાલન અંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માંડલી ગામમાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.
ગામલોકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • દાહોદમાં આદમી પાર્ટી ચૂંટણી પહેલાજ તૂટવાની કગાર પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર્તાઓએ સમૂહમાં રાજીનામાં ધરી દીધા છે
    1
    દાહોદમાં આદમી પાર્ટી ચૂંટણી પહેલાજ તૂટવાની કગાર પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર્તાઓએ સમૂહમાં રાજીનામાં ધરી દીધા છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    5 hrs ago
  • દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.
    1
    દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી
ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ
તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    12 hrs ago
  • આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.
    1
    આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
  • મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    1
    મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.
દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
  • છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,, પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,, રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,, બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,, છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,
    1
    છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,,
પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, 
ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, 
રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, 
અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,,
રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,,
બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,,
છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
  • પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો: પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી: દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/- ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/- બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/- કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ: કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: નાસી છૂટેલ કાર ચાલક ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી) કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા) રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા) પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    2
    પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.
બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો:
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી:
દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/-
ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/-
બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/-
કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ:
કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે:
નાસી છૂટેલ કાર ચાલક
ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી)
કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા)
રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા)
પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓની વિગતોને ડિજિટલ રીતે પ્રમાણિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત સ્તરે લાભાર્થીઓના આધાર આધારિત ચકાસણી દ્વારા e-KYC કરવામાં આવી હતી. આ કામગીરીથી લાભાર્થીઓની માહિતી સચોટ રીતે નોંધાઈ શકે અને યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સંબંધિત સ્ટાફ દ્વારા ગામે ગામ જઈ લાભાર્થીઓને e-KYC પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કામગીરીથી સરકારી યોજનાઓના અમલમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી કરાઈ 
આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં 
VB-G RAMG યોજના હેઠળ દાહોદ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં e-KYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓની વિગતોને ડિજિટલ રીતે પ્રમાણિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયત સ્તરે લાભાર્થીઓના આધાર આધારિત ચકાસણી દ્વારા e-KYC કરવામાં આવી હતી. આ કામગીરીથી લાભાર્થીઓની માહિતી સચોટ રીતે નોંધાઈ શકે અને યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સંબંધિત સ્ટાફ દ્વારા ગામે ગામ જઈ લાભાર્થીઓને e-KYC પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કામગીરીથી સરકારી યોજનાઓના અમલમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.