logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર

2 hrs ago
user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
VADGAM SAMACHAR PUSHKAR Goswam
Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર

More news from ગુજરાત and nearby areas
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી
    1
    શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ 
ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી
    user_MUKESH SHARMA
    MUKESH SHARMA
    Farmer ડીસા, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • ઇડર તાલુકાના બડોલી ગામે તાલુકા કક્ષાનો “સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)” કાર્યક્રમ ઇડર તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ ઝડપી નિવારણ લાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ પટેલ, ઇડર તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુવભાઈ પટેલ, રેવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ભાસ્કર અમીન તેમજ મામલતદાર સર્કલ ઓફિસર દેવડા સાહેબ,નાયબ મામતદાર જયેશભાઈ, ઇટડીઓ હિતેશભાઈ,વિસ્તરણ અધિકારી લીલાબેન,નરેશભાઈ પટેલ,પોલીસ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા PMJAY કાર્ડ, જી-કાર્ડ, ઓપીડી સારવાર સહિત આરોગ્ય સંબંધિત વિવિધ સેવાઓ આપવામાં આવી હતી તેમજ નાગરિકોને આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ICDS વિભાગ દ્વારા મિલેટ અને THR વાનગીઓનું પ્રદર્શન યોજી પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, વાયવંદના યોજના, સમાજ સુરક્ષા યોજનાઓ સહિતની સેવાઓ માટે અરજીઓ સ્વીકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ UGVCL ઇડર ગ્રામ્ય વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ઇડર, બેંક ઓફ બરોડા, પુરવઠા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ તથા એગ્રિસ્ટેક પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગોએ પણ પોતાના સ્ટોલ દ્વારા નાગરિકોને સેવાઓ અને માહિતી ઉપલબ્ધ કરાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલ, તલાટી કમ મંત્રી જલ્પાબેન પ્રજાપતિ, ડે. રમીલાબેન સુતરીયા સહિત પંચાયત બોડી અને સ્ટાફ ,વિસીઈ અને ગ્રામજનો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો, જેના પરિણામે કાર્યક્રમ સુંદર રીતે યોજાઈ શક્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમથી ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી પ્રાપ્ત થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.
    1
    ઇડર તાલુકાના બડોલી ગામે તાલુકા કક્ષાનો “સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)” કાર્યક્રમ ઇડર તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ ઝડપી નિવારણ લાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ પટેલ, ઇડર તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુવભાઈ પટેલ, રેવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ભાસ્કર અમીન તેમજ મામલતદાર સર્કલ ઓફિસર દેવડા સાહેબ,નાયબ મામતદાર જયેશભાઈ, ઇટડીઓ હિતેશભાઈ,વિસ્તરણ અધિકારી લીલાબેન,નરેશભાઈ પટેલ,પોલીસ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા PMJAY કાર્ડ, જી-કાર્ડ, ઓપીડી સારવાર સહિત આરોગ્ય સંબંધિત વિવિધ સેવાઓ આપવામાં આવી હતી તેમજ નાગરિકોને આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ICDS વિભાગ દ્વારા મિલેટ અને THR વાનગીઓનું પ્રદર્શન યોજી પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, વાયવંદના યોજના, સમાજ સુરક્ષા યોજનાઓ સહિતની સેવાઓ માટે અરજીઓ સ્વીકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ UGVCL ઇડર ગ્રામ્ય વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ઇડર, બેંક ઓફ બરોડા, પુરવઠા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ તથા એગ્રિસ્ટેક પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગોએ પણ પોતાના સ્ટોલ દ્વારા નાગરિકોને સેવાઓ અને માહિતી ઉપલબ્ધ કરાવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલ, તલાટી કમ મંત્રી જલ્પાબેન પ્રજાપતિ, ડે. રમીલાબેન સુતરીયા સહિત પંચાયત બોડી અને સ્ટાફ ,વિસીઈ અને ગ્રામજનો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો, જેના પરિણામે કાર્યક્રમ સુંદર રીતે યોજાઈ શક્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમથી ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી પ્રાપ્ત થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    29 min ago
  • મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ
    1
    મહેસાણા
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અનોખી શિવભક્તિ
પ્રશ્ન પૂછવાની શરૂઆત જય સોમનાથ સાથે કરી
ગ્રાહકોના હિતના રક્ષણ માટે સરકાર દ્વારા થયેલ વ્યવસ્થા બાબતે સવાલ
ડાર્ક પેર્ટન બાબતે પણ પૂછ્યો સવાલ
કેન્દ્રીય મંત્રીએ આપ્યો સવાલનો જવાબ
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે. આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    1
    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયી સંમેલન : ઘરેલુ હિંસા અધિનિયમ પર પણ પ્રકાશ
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ અવસરે મહિલાઓની પ્રતિભા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારીશક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાકક્ષાના મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રીમતી વર્ષાબેન પટેલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ રમતગમત, અવકાશ સંશોધન સહિત તમામ ક્ષેત્રોમાં મોખરે પહોંચી રહી છે. તેઓ હવે માત્ર ઘરની જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વિવિધ વ્યવસાયોમાં અગ્રેસર બનીને પોતાની ક્ષમતા દર્શાવી રહી છે. સરકાર દ્વારા મહિલા કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના જેવી અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા સૌએ સહિયારા પ્રયાસો કરવાની જરૂર છે.
આ પ્રસંગે ICDSના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ઠાકરે વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી અને તેના લાભોને વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ અધિકારી શ્રી મિતેશ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી વિભાગની યોજનાઓની વિગતો રજૂ કરી હતી, જ્યારે દહેજ પ્રતિબંધક તેમજ રક્ષણ અધિકારી મુકેશભાઈ પટેલે ઘરેલુ હિંસા અધિનિયમ સહિતના કાયદાઓ અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય ચેક તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર મહિલાઓને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારી  ઉર્વીશ વાણંદ, પી.આઈ. ડી.આર. રાવ, CDPO શ્રીમતી ચૈતાલીબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ વિભાગના ભાવનાબેન ઓઝા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉજવણીએ મહિલાઓની પ્રગતિ અને સશક્તિકરણના સંદેશને મજબૂતીથી પ્રસ્તુત કર્યો હતો.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે
    3
    વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા  છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ  એવી અપીલ કરાઈ રહી છે
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • Post by Vaghela Janak
    3
    Post by Vaghela Janak
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house Tharad, Banas Kantha•
    12 hrs ago
  • વડાલી તાલુકાના થેરાસણા ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની બેદરકારીના કારણે એક અકસ્માત સર્જાયો હતો. ગામમાં લાંબા સમયથી બિનઉપયોગી વીજપોલ પરથી લટકતા તાર ન હટાવવાના કારણે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થેરાસણા ગામમાંથી બટાકા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તા ઉપરથી લટકતા વીજ વાયરોમાં ટ્રક ફસાઈ ગઈ હતી. આ વાયરો લાંબા સમયથી વપરાશમાં ન હોય તેવા વીજ પોલ સાથે જોડાયેલા હતા. ટ્રક આગળ વધતાં તાર પર ખેંચાણ સર્જાયું અને વીજ પોલ પાયામાંથી ઉખડીને ધરાશાયી થયો. આ દરમિયાન રસ્તેથી પસાર થઈ રહેલા હીરાબેન ઠાકોર ઉપર આ વીજ પોલ પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલ સીધો તેમના પગ પર પડ્યો હતો. આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ઘણા વીજ પોલ લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં ઉભા છે. આ અંગે અનેક વખત તંત્રને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ બિનઉપયોગી પોલ પરથી તાર ઉતારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે, તંત્રની બેદરકારીને કારણે આજે એક નિર્દોષ મહિલાને ગંભીર ઈજાઓ ભોગવવાનો વારો આવ્યો છે.
    1
    વડાલી તાલુકાના થેરાસણા ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની બેદરકારીના કારણે એક અકસ્માત સર્જાયો હતો. ગામમાં લાંબા સમયથી બિનઉપયોગી વીજપોલ પરથી લટકતા તાર ન હટાવવાના કારણે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થેરાસણા ગામમાંથી બટાકા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તા ઉપરથી લટકતા વીજ વાયરોમાં ટ્રક ફસાઈ ગઈ હતી. આ વાયરો લાંબા સમયથી વપરાશમાં ન હોય તેવા વીજ પોલ સાથે જોડાયેલા હતા.
ટ્રક આગળ વધતાં તાર પર ખેંચાણ સર્જાયું અને વીજ પોલ પાયામાંથી ઉખડીને ધરાશાયી થયો. આ દરમિયાન રસ્તેથી પસાર થઈ રહેલા હીરાબેન ઠાકોર ઉપર આ વીજ પોલ પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલ સીધો તેમના પગ પર પડ્યો હતો.
આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ઘણા વીજ પોલ લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં ઉભા છે. આ અંગે અનેક વખત તંત્રને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ બિનઉપયોગી પોલ પરથી તાર ઉતારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
પરિણામે, તંત્રની બેદરકારીને કારણે આજે એક નિર્દોષ મહિલાને ગંભીર ઈજાઓ ભોગવવાનો વારો આવ્યો છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.