કાલોલના સુવર્ણ હોલ ખાતે પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીને ડોક્ટરેટ ની પદવી બદલ ભવ્ય સન્માન સમારોહ યોજાયો તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ, જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ. યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ." પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.
કાલોલના સુવર્ણ હોલ ખાતે પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીને ડોક્ટરેટ ની પદવી બદલ ભવ્ય સન્માન સમારોહ યોજાયો તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને
બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ, જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ. યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ
યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું
હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ." પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.
- ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું માર્ચ 2025 નું ઉચ્ચ પરિણામ.... વિદ્યાર્થીનું ઉચ્ચ પરિણામ એ જ અમારો દ્રષ્ટિકોણ છે.... અમારા આજ હેતુથી હાલોલ થી દર વર્ષે 40 થી 50 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં એડમિશન લઈ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે જ છે.... તો એકવાર અવશ્ય મુલાકાત લઈને..... યોગ્ય માહિતી પ્રાપ્ત કરી એડમિશન મેળવો... 📱 82000 08264 📱 87583 54112 🏫 શ્રી નારાયણ વિદ્યાલય 📍 કારેલી બાગ હરણી રોડ વડોદરા1
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- Post by Nationgujarat.com1
- બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર1
- gundao na raaz1
- બોડેલી : બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલા યુવરાજસિંહ જાડેજાએ ભાજપા ઉપર આકરા પ્રહારો કરી જનતા હવે પરિવર્તન ઇચ્છથી રહી છે અને ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા ની સૌપ્રથમ યોજાનાર ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા યુવરાજસિંહ જાડેજા આજે બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા એનકેન પ્રકારે તેઓના ઉમેદવાર સામે ઉમેદવારી કરનાર ઉમેદવારોને બેસાડી દેવાની જે નીતિ અપનાવી છે એનાથી લોકશાહીનો હનન થઈ રહ્યું હોવાનું કહેતા તેઓએ જનતા હવે તેમની નીતિ રીતે ને સારી રીતે સમજી ગઈ છે અને હવે જનતા પરિવર્તન ઇચ્છથી રહી છે તેમ કહી તેઓએ બોડેલી નગરપાલિકા હોય કે પછી છોટાઉદેપુર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતો ની ચૂંટણીમાં આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમાચારો અને જાહેરાત માટે સંપર્ક +91 636 538 95971
- Post by THE BEALERT1
- હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.1