પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી પંચમહાલ પોલીસ અપહરણ થયેલ બાળકને માતા સાથે મિલાવતા પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતા ભાવુક દ્રશ્યો. હાલોલ ટાઉન પોલીસ દ્વારા પાવાગઢ રોડ પરથી અપહરણ કરાયેલા ૫ માસના બાળકને શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ સફળતા બાદ જ્યારે બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું ત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગઈ તારીખ ૭ જાન્યુઆરીના રોજ પાવાગઢ રોડ પર સાઈબાબા મંદિર પાસે ફૂટપાથ ઉપર આશાબેન દંતાણી પોતાના બાળકો સાથે સૂતા હતા. મધરાતે આશરે બાર વાગ્યાના સુમારે એક અજાણી સ્ત્રી ત્યાં આવી હતી અને આશાબેન પાસે સૂઈ રહેલા તેમના ૫ માસના માસૂમ બાળકનું અપહરણ કરીને ફરાર થઈ ગઈ હતી. આ ઘટના અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બાળકને શોધવા માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે પનોરમા ચોકડી પાસે એક મહીલા અને પુરુષ પાસે નાનું બાળક જોવા મળ્યું છે. પોલીસે બાતમીવાળા સ્થળે જઇ તપાસ કરતા અપહરણ થયેલ બાળક મળી આવ્યું હતું. જ્યારે આ યુગલ પાસે બાળકના વાલીપણાના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે બાળકનો કબજો લઈ માતા પાસે ખાતરી કરાવતા આ તે જ અપહરણ થયેલું બાળક હોવાનું ફલિત થયું હતું. હાલ પોલીસે બાળકનું અપહરણ કરનાર શખ્સોની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ કામગીરીમાં પંચમહાલ જિલ્લા પોલીસની વિવિધ ટીમો અને સ્થાનિક પોલીસ જોડાઈ હતી.

- હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના પાવાગઢ રોડ ફુટપાથ પરથી અપહરણ થયેલબાળક શોધી કાઢતી પંચમહાલ જિલ્લા પોલીસ1
- કઠલાલ પબ્લિક સ્કૂલમાં 'સ્કોલર સર્ચ ટેલેન્ટ એક્ઝામ' યોજાઈ: પીઠાઇ, લાલ માંડવા સહિતના ગામોના ૯૦થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી કઠલાલ: કઠલાલ સ્થિત કઠલાલ પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમની બૌદ્ધિક ક્ષમતાને ચકાસવાના ઉમદા હેતુથી 'સ્કોલર ટેલેન્ટ સર્ચ એક્ઝામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને ભવિષ્યની મોટી પરીક્ષાઓ માટે અત્યારથી જ સજ્જ કરવાનો હતો. આ પરીક્ષામાં કઠલાલ શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દહીંઅપ, વડથલ, અનારા, પીઠાઇ, તોરણા, રુદણ, લાલ માંડવા અને જાળીયાના ૯૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર પરીક્ષા સંપૂર્ણ શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પરીક્ષા બાદ શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને શિક્ષકગણે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા દ્વારા હાથ ધરાયેલા આ નવતર પ્રયોગને વાલીઓએ પણ બિરદાવ્યો હતો. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- આજરોજ કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા નો લોક દરબાર નો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો... કઠલાલના સર્કિટ હાઉસ ખાતે કપડવંજ કઠલાલ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ નક્કી કર્યા મુજબ દર રવિવારે સવારે 9 થી એક દરમિયાન લોકજાગૃતિ માટે અને લોકોના પ્રશ્નો નિવારણ માટે રૂબરૂ મુલાકાત થાય અને અમુક પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે ભવ્ય આયોજન કર્યું. આજરોજ કઠલાલ નગર તેમજ કઠલાલ તાલુકાના 110 થી વધારે લોકોના પ્રશ્નો ને ન્યાય આપવા ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યા જેમાં રોડ/ રસ્તા/ પાણી /જમીન/રેવન્યુ ને લગતા કાર્યો તેમજ વિદ્યુત બોર્ડ ને લગતા પ્રશ્નો ની રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ લાગતાવળતા અધિકારીઓને રૂબરૂ તેમ જ ફોન ઉપર ચર્ચા કરી આ પ્રશ્નો નિરાકરણ ત્વરિત કરી દેવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ વિવિધ પ્રશ્નો લઈ આવેલા દરેક વ્યક્તિઓને આશ્વાસન આપવામાં આવ્યું ખેડૂતોને લગતા પ્રશ્નોને અગ્રીમતા આપવામાં આવી તેમજ લોકોની વેદના જેના હૈયે વસેલી છે તેવા ધારાસભ્યશ્રીના આવા શનિષ્ટ કાર્ય બદલ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રશ્નોનો ત્વરિત નિર્ણય આવી જશે તેવા તમામ પ્રયત્નો હું કરીશ તેવી હૈયાધારણા તેઓએ નગરજનોને આપી હતી આમ લગભગ છ કલાક જેટલો સમય લોકો જોડે પ્રશ્નોની ચર્ચા કરી તેને યોગ્ય નિર્ણય આપવા અને દર રવિવારે કઠલાલ કપડવંજ બંને તાલુકાના પ્રશ્નોને વાચા આપવા તેઓએ ખાતરી આપી હતી જેથી લોકોને પડતી અગવડ દૂર થાય તેમજ તેમની સુખાકારી જળવાઈ તે બાબતે પ્રત્યક્ષ રીતે ધ્યાન આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું1
- Post by BHARAT NEWS1
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.2
- દ્વારકાધીશ ની ધજા ની પધરામણી રાકેશ પટેલ માસ્તર ના ઘરે. સંત વિહાર ૧ વાગે ૯.૦૦ સવારે રિપોર્ટ : પટેલ નીલ ભાઈ1
- કઠલાલ: ઉતરાયણ પર્વ નિમિત્તે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધની તાકીદ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જી.એન. પરમારની અધ્યક્ષતામાં ઉતરાયણ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ડીજેના અવાજ અને સમય મર્યાદા અંગે તેમજ જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે ઉતરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- *Breking News *ધંધુકા ફેદરા રોડ ઉપર નવી રામદેવ હોટલ પાસે અકસ્માત* રોડ ઉપર સાઇડ માં ઉભેલા ટ્રક પાછળ ડમ્પર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત. #ધંધુકા #અમદાવાદ #amdavad #dhandhuka #અકસ્માત #accident1
- આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.1