આદિપુરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું: સાયબર સેલના દરોડામાં 9 હજાર બોટલ અને કેમિકલ કબજે, બે ઝબ્બે આદિપુર: ભાવનગરની ગંભીર ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ કચ્છના આદિપુરમાંથી ડુપ્લીકેટ બનાવટી દારૂ બનાવવાનું મોટાપાયે ચાલતું કારખાનું ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સસનાટી મચી ગઈ છે. આદિપુરના 4-A વિસ્તારમાં ભુજ સાયબર સેલે બાતમીના આધારે દરોડો પાડી રોયલ સ્ટેગ બાદ હવે ‘રોયલ ચેલેન્જ’ બ્રાન્ડના નામે ચાલતા ડુપ્લીકેટ દારૂના ખેલનો ખુલાસો કર્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 9 હજારથી વધુ ખાલી બોટલો, 800થી વધુ ભરેલા ક્વાર્ટર, દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ અને બોટલ પર સીલ મારવાનું મશીન સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાયબર સેલે આ કારોબારમાં સંકળાયેલા બે આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી પોલીસ સકંજામાં લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ, દારૂના જથ્થા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવવાનું કામ બાકી હોવાથી આ ઝેરી જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે, આ નેટવર્ક દ્વારા અગાઉ આવો ડુપ્લીકેટ અને જોખમી દારૂ બજારમાં વેચાઈ ચૂક્યો છે કે નહીં તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આદિપુરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું: સાયબર સેલના દરોડામાં 9 હજાર બોટલ અને કેમિકલ કબજે, બે ઝબ્બે આદિપુર: ભાવનગરની ગંભીર ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ કચ્છના આદિપુરમાંથી ડુપ્લીકેટ બનાવટી દારૂ બનાવવાનું મોટાપાયે ચાલતું કારખાનું ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સસનાટી
મચી ગઈ છે. આદિપુરના 4-A વિસ્તારમાં ભુજ સાયબર સેલે બાતમીના આધારે દરોડો પાડી રોયલ સ્ટેગ બાદ હવે ‘રોયલ ચેલેન્જ’ બ્રાન્ડના નામે ચાલતા ડુપ્લીકેટ દારૂના ખેલનો ખુલાસો કર્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 9 હજારથી વધુ ખાલી બોટલો, 800થી વધુ ભરેલા ક્વાર્ટર, દારૂ
બનાવવા માટે વપરાતું કેમિકલ અને બોટલ પર સીલ મારવાનું મશીન સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાયબર સેલે આ કારોબારમાં સંકળાયેલા બે આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી પોલીસ સકંજામાં લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ, દારૂના જથ્થા પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવવાનું
કામ બાકી હોવાથી આ ઝેરી જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જોકે, આ નેટવર્ક દ્વારા અગાઉ આવો ડુપ્લીકેટ અને જોખમી દારૂ બજારમાં વેચાઈ ચૂક્યો છે કે નહીં તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
- ખાંડના ભાવો ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં આવશે: મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. મહત્વપૂર્ણ વિગતો અને આંકડાકીય માહિતી: 18 લાખ ક્વિન્ટલ જથ્થો ઉપલબ્ધ: હાલમાં ઓફ-સીઝન હોવા છતાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો વિપુલ ખાંડનો જથ્થો સુરક્ષિત છે. 15 ઓક્ટોબરથી નવું ઉત્પાદન શરૂ: આગામી 15 ઓક્ટોબર પછી ખાંડ મિલોમાં નવું પીલાણ અને ઉત્પાદન પુનઃ શરૂ થતાં રાજ્યમાં ખાંડના જથ્થામાં વધુ વધારો થશે. 73,800 ટન પીલાણ ક્ષમતા: રાજ્યમાં કુલ 17 ખાંડ મિલો કાર્યરત છે, જે પ્રતિદિન 73,800 ટન શેરડીનું પીલાણ કરવાની દૈનિક ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતોને આજીવિકા: ગુજરાતમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો મિલોને શેરડી પૂરી પાડે છે, જેના થકી વાર્ષિક સરેરાશ 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે. ઇથેનોલ ઉત્પાદન અંગે સ્પષ્ટતા: મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇથેનોલ ઉત્પાદન અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકપણ ખાંડ મંડળી સીધેસીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડ બન્યા પછી જે ‘મોલાસિસ’ મળે છે, તેમાંથી જ માત્ર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી ખાંડના મૂળ ઉત્પાદન કે પુરવઠા પર તેની કોઈ નકારાત્મક અસર પડી નથી. રાજ્ય સરકારના ત્વરિત પગલાં અને આગામી દિવસોમાં શરૂ થનારી નવી સીઝનને કારણે ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળતી રહેશે અને સંગ્રહખોરી કે ભાવવધારા સામે કડક નજર રાખવામાં આવી રહી છે.1
- મુન્દ્રા પંથકમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી પર્વની ભવ્ય ઉજવણી: ઠેર-ઠેર નીકળ્યા ઝુલૂસ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો મુન્દ્રા: ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા પવિત્ર મહિના રબી-અલ-અવ્વલની ૧૨મી તારીખે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે મુન્દ્રા શહેર તેમજ સમગ્ર તાલુકામાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી પર્વની ભારે શ્રદ્ધા, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અરબી શબ્દ ‘મિલાદ’ એટલે જન્મ અને ‘નબી’ એટલે અલ્લાહના સંદેશવાહક, જેમણે સમગ્ર માનવજાતને દયા, કરુણા, સમાનતા અને વૈશ્વિક ભાઈચારાની શીખ આપી હતી. આ પવિત્ર દિવસ નિમિત્તે વહેલી સવારથી જ તમામ મસ્જિદો અને દરગાહોમાં કુરાનખ્વાની, નાતખ્વાની તેમજ દેશમાં અમન-શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ દુઆઓ કરવામાં આવી હતી. મુન્દ્રા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના ધ્રબ, ભદ્રેશ્વર, લુણી અને ભુજપુર સહિતના ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર સાહેબની શાનમાં વિશેષ મજલિસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજમાર્ગો પર ભવ્ય અને શાનદાર ઝુલૂસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલૂસ દરમિયાન ઇસ્લામી પરચમ અને નાત-એ-પાકની ગુંજ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માર્ગો પર ઠેર-ઠેર સામાજિક અગ્રણીઓ અને સ્વયંસેવકો દ્વારા ન્યાઝ તથા સબીલના મીઠા શરબતનું વિતરણ કરીને ભક્તિભાવ દર્શાવવામાં આવ્યો હતો. હિન્દુ-મુસ્લિમ તમામ સમાજના લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. સમગ્ર મુન્દ્રા પંથકમાં કોઈપણ અનિચ્છનીય બનાવ વગર અત્યંત શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.4
- હળવદ હાઇવે પર ખુલ્લા ડમ્પરોનો આતંક! તંત્રની રહેમ નજર કે બેદરકારી? હપ્તા રાજની લોકચર્ચાથી ઉઠ્યા સવાલો હળવદ: હળવદના હાઇવે પર ખુલ્લા ડમ્પરો બેફામ દોડતા હોવાની ફરિયાદો વચ્ચે વાહનચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ડમ્પરમાંથી રસ્તા પર પડતા કોંક્રેટ, પથ્થર અને અન્ય સામગ્રીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલતા વાહનોની આગળ અચાનક કોંક્રેટ કે પથ્થર આવી જતા ક્યાંક વાહનચાલકો સ્લીપ મારી જાય છે તો ક્યાંક વાહનના ટાયરમાં પંચર પડવાની ઘટનાઓ સામે આવી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા ખુલ્લા ડમ્પરો જોખમરૂપ બની રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે. આ સમગ્ર મામલે તંત્રની રહેમ નજર છે કે કાર્યવાહીનો અભાવ? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ ખુલ્લા ડમ્પરો સામે કાર્યવાહી ન થવા પાછળ ‘હપ્તા રાજ’ ચાલતું હોવાની લોકચર્ચા પણ ઉઠી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી. હાઇવે પર ખુલ્લા ડમ્પરો અને રસ્તા પર પડતી સામગ્રીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. લોકોમાં એક જ સવાલ—તંત્ર ક્યારે જાગશે? રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા4
- સુરેન્દ્રનગર:-ધ્રાંગધ્રા ડિવિઝનની રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્રારા મુલાકાત કરવામાં આવી1
- 🔥 વર્ષા મહાયજ્ઞમાં શાળાના વિદ્યાર્થીઓએ આપી આહુતિ | કચ્છના અલગ-અલગ ગામોમાંથી પહોંચ્યા શ્રદ્ધાળુઓ | પાનધ્રો એકતાનગર જલારામ મંદિરમાં મેઘરાજને રીઝવવા છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો આજે ચોથો દિવસ પાનધ્રો, કચ્છ | 25 ઓગસ્ટ 2026 લખપત તાલુકા સહિત સમગ્ર કચ્છમાં વરસાદની અછત વચ્ચે સારો વરસાદ થાય, પશુધન માટે પૂરતો ચારો અને પાણી ઉપલબ્ધ થાય તથા જીવમાત્રનું કલ્યાણ થાય તેવી મંગલકામના સાથે પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા છ દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ તા. 22 થી 27 ઓગસ્ટ 2026 દરમિયાન વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે યોજાઈ રહ્યો છે. આજે મંગળવાર, 25 ઓગસ્ટના રોજ મહાયજ્ઞનો ચોથો દિવસ છે. શાળાના વિદ્યાર્થીઓએ યજ્ઞમાં આપી આહુતિ વર્ષા મહાયજ્ઞના ચોથા દિવસે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી. વિદ્યાર્થીઓએ વિધિવત પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીથી મહાયજ્ઞ પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત કચ્છ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વર્ષા મહાયજ્ઞમાં યજ્ઞાહુતિ આપવા તેમજ જલારામ મંદિરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓ દ્વારા કચ્છમાં સારો વરસાદ થાય અને સમગ્ર જીવમાત્રનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. વિવિધ ઔષધિઓ અને કુદરતી સામગ્રીથી યજ્ઞાહુતિ આ વિશેષ વર્ષા મહાયજ્ઞમાં 100 લીટર ગાયના ઘી, 84 પ્રકારની ઔષધિઓ, 22 પ્રકારના અનાજ, 18 પ્રકારના સુગંધિત દ્રવ્યો તથા 82 પ્રકારની જડીબુટ્ટીઓ સહિત વિવિધ કુદરતી અને ધાર્મિક સામગ્રીની વિધિવત આહુતિ આપવામાં આવી રહી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાઈ રહેલા આ મહાયજ્ઞમાં સાધુ-સંતો, બ્રહ્મચારિણી બહેનો તથા સાધકો ઉપસ્થિત રહી યજ્ઞાહુતિ આપી રહ્યા છે. મહાયજ્ઞ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનો સાથે સમગ્ર કચ્છમાં સારો અને પૂરતો વરસાદ થાય તે માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી રહી છે. ખેડૂતો અને પશુપાલકોની ખુશહાલી માટે મંગલકામના આયોજકોએ જણાવ્યું હતું કે આ મહાયજ્ઞનો મુખ્ય હેતુ કચ્છમાં સારો વરસાદ થાય, જળસ્રોતોમાં પાણીની ઉપલબ્ધતા વધે, પશુધનને પૂરતો ચારો અને પાણી મળી રહે તેમજ ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં ખુશહાલી આવે તેવી મંગલકામના કરવાનો છે. જીવ કલ્યાણ સમિતિ દ્વારા આસપાસના ગ્રામજનો તેમજ સમગ્ર કચ્છવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વર્ષા મહાયજ્ઞમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞાહુતિ અને ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બને તથા જીવમાત્રના કલ્યાણ અને સારા વરસાદ માટે પ્રાર્થના કરે.1
- જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી1
- અંજાર નજીક ખેડોઈ પાસે કારમાં આગ ભલાયી: એક શખ્સ જીવતો હોમાયો હોવાની આશંકા અંજાર તાલુકાના ખેડોઈ નજીક શ્રી મોમાઈ હોટેલ પાસે મોડી રાત્રે એક કારમાં અચાનક ભયાનક આગ ભટી ઉઠી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કારમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિ આગની લપેટમાં આવી જતાં બળી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.1