ખાંડના ભાવો ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં આવશે: મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. મહત્વપૂર્ણ વિગતો અને આંકડાકીય માહિતી: 18 લાખ ક્વિન્ટલ જથ્થો ઉપલબ્ધ: હાલમાં ઓફ-સીઝન હોવા છતાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો વિપુલ ખાંડનો જથ્થો સુરક્ષિત છે. 15 ઓક્ટોબરથી નવું ઉત્પાદન શરૂ: આગામી 15 ઓક્ટોબર પછી ખાંડ મિલોમાં નવું પીલાણ અને ઉત્પાદન પુનઃ શરૂ થતાં રાજ્યમાં ખાંડના જથ્થામાં વધુ વધારો થશે. 73,800 ટન પીલાણ ક્ષમતા: રાજ્યમાં કુલ 17 ખાંડ મિલો કાર્યરત છે, જે પ્રતિદિન 73,800 ટન શેરડીનું પીલાણ કરવાની દૈનિક ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતોને આજીવિકા: ગુજરાતમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો મિલોને શેરડી પૂરી પાડે છે, જેના થકી વાર્ષિક સરેરાશ 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે. ઇથેનોલ ઉત્પાદન અંગે સ્પષ્ટતા: મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇથેનોલ ઉત્પાદન અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકપણ ખાંડ મંડળી સીધેસીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડ બન્યા પછી જે ‘મોલાસિસ’ મળે છે, તેમાંથી જ માત્ર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી ખાંડના મૂળ ઉત્પાદન કે પુરવઠા પર તેની કોઈ નકારાત્મક અસર પડી નથી. રાજ્ય સરકારના ત્વરિત પગલાં અને આગામી દિવસોમાં શરૂ થનારી નવી સીઝનને કારણે ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળતી રહેશે અને સંગ્રહખોરી કે ભાવવધારા સામે કડક નજર રાખવામાં આવી રહી છે.

- અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.2
- ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી | મોટી સંખ્યામાં લોકો જોડાયા લખપત તાલુકાના ફુલરા ગામમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા રેલી અને જુલૂસમાં નાના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. લીલા ઝંડા, ફુગ્ગા અને વિવિધ શણગાર સાથે નીકળેલા જુલૂસથી સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તથા હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ફુલરા મસ્જિદમાં ખાસ દુઆ અને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કચ્છમાં સારો અને સમયસર વરસાદ થાય, ખેતીવાડી તેમજ જીવમાત્રનું કલ્યાણ થાય અને સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન ફુલરા ગામમાં ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને શાંતિનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો.1
- વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું1
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે. સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે. સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે. આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.4
- વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચાપરડાના 'દાદાજીનું ઘર' ખાતે વડીલો સાથે પ્રેમ અને ઉત્સાહથી ઉજવાયું રક્ષાબંધન પર્વ વિસાવદર : પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાપરડા ખાતે સંચાલિત "દાદાજીનું ઘર" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થા વયોવૃદ્ધ વડીલો માટે સ્વમાન સાથે રહેવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસ જવાનો અને સંસ્થામાં નિવાસ કરતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર ફરજ પૂરતા સીમિત ન રહેતા એક પરિવાર જેવા ભાવનાત્મક અને સ્નેહસભર છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ દ્વારા થઈ હતી. પોલીસ પરિવારના આ સુંદર પ્રયાસથી વડીલોના ચહેરા પર વિશેષ સ્મિત જોવા મળ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને પોલીસકર્મીઓએ પણ અનોખી ધન્યતા અનુભવી હતી, જેણે સામાજિક સેવભાવ અને પરસ્પર આદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર 🅱️reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર નું રેસકયુ કરવામાં આવ્યું ડુમીયાણી ગામે રહેતા આનંદ ભાઈ મણવર નાં ખેતર માં મોડી રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો તેને લઈને ઉપલેટા તાલુકા ફોરેસ્ટ વિભાગ ની ટીમ નેં જાણ કરવામાં આવી હતી જેમાં સાહીલ માડમ જાણકાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી નેં મહામહેનતે આ મહાકાય અજગર નું રેસકયુ કરવામાં આવ્યું હતું આ અજગર નું રેસકયુ કરી ને પ્રકૃતિ નાં ખોડે એટલે કે જંગલ વિસ્તાર માં હેમખેમ રીતે છોડી મુકવામાં આવ્યો હતો1
- રાધનપુરમાં લઠ્ઠાકાંડને લઈને જાગૃત નાગરિકોની જનતા રેડ રાધનપુર: રાધનપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જયાબેન ઠાકોરે સાહસપૂર્વક આગળ આવી પોલીસને સાથે રાખીને દારૂના વેચાણ અંગેની ફરિયાદો ધરાવતા વિવિધ સ્થળોએ તપાસ માટે પહોંચ્યા હતા. જયાબેન ઠાકોર તથા જાગૃત નાગરિકોએ પોલીસની હાજરીમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી તેવા સ્થળોએ જઈને કાર્યવાહી માટે પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ પ્રયાસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવવાનો અને યુવાનોને નશાથી દૂર રાખવાનો હોવાનું જણાવાયું હતું. આ ઘટનાને લઈને જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય અને કોઈ પરિવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે.” જાગૃત નાગરિકોનું કહેવું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક જવાબદાર નાગરિકે કાયદેસરની રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે. રાધનપુરમાં નારી શક્તિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્યાય સામે સત્યની સાથે ઊભા રહેવાની પ્રેરણા મળે તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો છે. નોંધ: દારૂના વેચાણ અંગેના આક્ષેપો/માહિતીની કાયદેસર ચકાસણી અને કાર્યવાહી સંબંધિત અંતિમ નિર્ણય પોલીસ તથા સંબંધિત સત્તાવાળાઓનો રહેશે.4