Shuru
Apke Nagar Ki App…
વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવ પાસે આવેલી લેટરલ ફ્લાવર સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ 6માં અભ્યાસ કરતા પ્રેમ સતીશભાઈ ચુનારા નામના વિદ્યાર્થીએ જ્યારે પોતાના શિક્ષકને 'હેપ્પી બર્થડે' વિશ કર્યું, ત્યારે શિક્ષક ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિદ્યાર્થીને બે લાફા મારી દીધા હતા. આ ઘટના બાદ મામલો ગરમાયો હતો અને ભારે વિવાદ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને સંબંધિત શિક્ષકની અટકાયત કરી છે.
THE BEALERT
વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવ પાસે આવેલી લેટરલ ફ્લાવર સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ 6માં અભ્યાસ કરતા પ્રેમ સતીશભાઈ ચુનારા નામના વિદ્યાર્થીએ જ્યારે પોતાના શિક્ષકને 'હેપ્પી બર્થડે' વિશ કર્યું, ત્યારે શિક્ષક ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિદ્યાર્થીને બે લાફા મારી દીધા હતા. આ ઘટના બાદ મામલો ગરમાયો હતો અને ભારે વિવાદ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને સંબંધિત શિક્ષકની અટકાયત કરી છે.
More news from ગુજરાત and nearby areas
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં વિકાસ કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ આ તમામ વિકાસલક્ષી કાર્યો સતત આગળ ધપી રહ્યા છે.1
- વડોદરાની એક શાળામાં શિક્ષક દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકના સગા-સંબંધીઓએ શિક્ષક પર બાળકને ફટકાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ગંભીર આક્ષેપો બાદ આખો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.1
- રાજકોટમાં ટ્રાફિક ટોઈંગની કામગીરી ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે, જ્યાં પોલીસ સાથે થયેલી બબાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ટોઈંગ વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેનો વીમો વર્ષ 2023માં જ સમાપ્ત થઈ ગયો હતો. ઘટના દરમિયાન હાજર જાગૃત નાગરિકોએ આ બાબતે સવાલો ઉઠાવવાનું શરૂ કરતા જ ટોઈંગ સ્ટાફ અને પોલીસ સ્થળ પરથી રવાના થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં વકીલ અંકિત સોંદરવાએ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી રજૂઆત કરી છે. આ ઘટનાને પગલે ટ્રાફિક ટોઈંગની કામગીરી અને સરકારી વાહનોના સત્તાવાર દસ્તાવેજોની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.1
- વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકની ટીમે કૃણાલ ચાર રસ્તા પાસેથી ચોરાયેલી બાઈક સાથે એક વાહનચોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરાયેલી હોન્ડા CD 110 Dream બાઈક સાથે આરોપી વિજય ભુરસિંગ માનસિંગભાઈ ભુરિયા (ઉંમર વર્ષ 26)ને દબોચી લીધો છે અને તેની પાસેથી રૂ. 10 હજારની કિંમતની બાઈક પણ જપ્ત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આ બાઈક 15 દિવસ અગાઉ ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી છે. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જી.ડી. રાજપૂતની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળતાપૂર્વક પાર પાડી હતી.1
- વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવ પાસે આવેલી લેટરલ ફ્લાવર સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ 6માં અભ્યાસ કરતા પ્રેમ સતીશભાઈ ચુનારા નામના વિદ્યાર્થીએ જ્યારે પોતાના શિક્ષકને 'હેપ્પી બર્થડે' વિશ કર્યું, ત્યારે શિક્ષક ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિદ્યાર્થીને બે લાફા મારી દીધા હતા. આ ઘટના બાદ મામલો ગરમાયો હતો અને ભારે વિવાદ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને સંબંધિત શિક્ષકની અટકાયત કરી છે.1
- વડોદરાના વોર્ડ નંબર 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બનેલા લોકોએ ઓનલાઇન ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીંના જવાબદાર અધિકારીઓ કે નેતાઓ પરિસ્થિતિની ગંભીરતા સમજવા તૈયાર નથી. સ્થાનિકોએ નગરસેવકોની કામગીરી પર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, જે નગરસેવકો પોતાના વિસ્તારની સફાઈ અને ડ્રેનેજની સમસ્યા ઉકેલી શકતા નથી, તેઓ અન્ય વિસ્તારમાં શું ધ્યાન આપવાના હતા? રહીશોના મતે, આ નેતાઓ ફક્ત ફોટો અને વીડિયો શૂટિંગ કરવા તથા સોશિયલ મીડિયા પર મોટી-મોટી રીલ્સ બનાવવા માટે જ આવે છે. મહાનગરપાલિકામાં બેઠેલા કોન્ટ્રાક્ટરો ફક્ત મલાઈ ખાવા માટે જ બેઠા હોય તેમ કામગીરીમાં કોઈ રસ દાખવતા નથી. તંત્રની આ ભ્રષ્ટ કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જાણે કે જવાબદાર સત્તાધીશોએ આંખે પટ્ટી બાંધી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.1
- વડોદરા શહેરના છેવાડે આવેલા બિલમાં ટાંકીનું કામ ચાલુ હોવાના કારણે રોડ ઉપર દબાણ આવી ગયું છે, જેના લીધે રસ્તા પર ખાડા પડી ગયા છે. રોડની આ દુર્દશાને કારણે ત્યાંના સ્થાનિક રહીશો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.1
- વડોદરામાં ધાર્મિક વિધિના બહાને એક સગીરા પર દુષ્કૃત્ય આચરનાર પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. આ ગંભીર ઘટનામાં પીડિતાએ હિંમત દાખવીને પોતે જ વીડિયો બનાવ્યો હતો, જેની મદદથી આ પાખંડીને જેલભેગો કરી દેવામાં આવ્યો છે.1