જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ આગામી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ઉપક્રમે મારો યુવા ભારત (MY), જૂનાગઢ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયુક્ત ઉપક્રમે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે “ખેલો ઈન્ડિયા સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ યુવાનોને રમતગમત સાથે જોડાવા, ફિટનેસને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા તથા રમતગમત ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે સંવાદ કરતાં રમતગમતનું મહત્વ, યુવા શક્તિની ભૂમિકા તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. યુવાનોએ ધારાસભ્યશ્રી સાથે વિવિધ વિષયો અંગે સંવાદ કરી પોતાના પ્રશ્નો, સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા. તેમજ ગાંધીનગર ખેલો ઈન્ડિયા સેન્ટરના કબડ્ડી ખેલાડી શ્રી સંદીપ, નડિયાદના વોલીબોલ ખેલાડી સ્નેહા તથા સ્થાનિક કુસ્તી ખેલાડી રાઠોડ બાંસરી ઉપસ્થિત રહ્યા હતા. ખેલાડીઓએ પોતાના રમતગમત ક્ષેત્રના અનુભવો યુવાનો સાથે વહેંચી રમતગમતમાં ઉપલબ્ધ તકો, તાલીમ, પડકારો અને કારકિર્દીની સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યુવાનોએ ખેલાડીઓને રમતગમતમાં કારકિર્દી, તાલીમની સુવિધાઓ, વિવિધ સ્પર્ધાઓ અને રમત પ્રતિભાઓને મળતી તકો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ખેલાડીઓએ પ્રશ્નોના જવાબ આપતાં નિયમિત અભ્યાસ, શિસ્ત, દૃઢ સંકલ્પ અને સતત મહેનતને સફળતાની ચાવી ગણાવી હતી. આ કાર્યક્રમમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. આર. પી. ભટ્ટ, ઉપાચાર્ય પ્રો. (ડૉ.) એમ. એમ. જાની, જિલ્લા NSS નોડલ અધિકારી ડૉ. પરાગ દેવાણી, મારો યુવા ભારત, જૂનાગઢના જિલ્લા યુવા અધિકારી મયંક ભદૌરિયા, પ્રોગ્રામ ઓફિસર કે. એલ. કરાંગિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં મારો યુવા ભારતના સ્વયંસેવકો ધ્રુવ પરમાર, કૃશા નિમાવત, નિલેશ પોરાણિયા અને મહર્ષિ વિસાવડિયા સહિતના સ્વયંસેવકોએ સક્રિય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યુવાનોએ Viksit Bharat Young Leaders Dialogue અંતર્ગત યોજાયેલી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉપરાંત, મારો યુવા ભારત પોર્ટલના માધ્યમથી આઈડિયા બોક્સમાં યુવાનોએ પોતાના વિચારો અને સૂચનો પણ રજૂ કર્યા હતા.
જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ આગામી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ઉપક્રમે મારો યુવા ભારત (MY), જૂનાગઢ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયુક્ત ઉપક્રમે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે “ખેલો ઈન્ડિયા સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ યુવાનોને રમતગમત સાથે જોડાવા, ફિટનેસને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા તથા રમતગમત ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ
જવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે સંવાદ કરતાં રમતગમતનું મહત્વ, યુવા શક્તિની ભૂમિકા તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. યુવાનોએ ધારાસભ્યશ્રી સાથે વિવિધ વિષયો અંગે સંવાદ કરી પોતાના પ્રશ્નો, સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા. તેમજ ગાંધીનગર ખેલો ઈન્ડિયા સેન્ટરના કબડ્ડી ખેલાડી શ્રી સંદીપ, નડિયાદના વોલીબોલ ખેલાડી સ્નેહા તથા સ્થાનિક કુસ્તી ખેલાડી રાઠોડ બાંસરી ઉપસ્થિત રહ્યા
હતા. ખેલાડીઓએ પોતાના રમતગમત ક્ષેત્રના અનુભવો યુવાનો સાથે વહેંચી રમતગમતમાં ઉપલબ્ધ તકો, તાલીમ, પડકારો અને કારકિર્દીની સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યુવાનોએ ખેલાડીઓને રમતગમતમાં કારકિર્દી, તાલીમની સુવિધાઓ, વિવિધ સ્પર્ધાઓ અને રમત પ્રતિભાઓને મળતી તકો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ખેલાડીઓએ પ્રશ્નોના જવાબ આપતાં નિયમિત અભ્યાસ, શિસ્ત, દૃઢ સંકલ્પ અને સતત મહેનતને સફળતાની ચાવી ગણાવી હતી. આ કાર્યક્રમમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. આર. પી. ભટ્ટ, ઉપાચાર્ય પ્રો. (ડૉ.) એમ. એમ. જાની, જિલ્લા NSS નોડલ અધિકારી ડૉ. પરાગ દેવાણી,
મારો યુવા ભારત, જૂનાગઢના જિલ્લા યુવા અધિકારી મયંક ભદૌરિયા, પ્રોગ્રામ ઓફિસર કે. એલ. કરાંગિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં મારો યુવા ભારતના સ્વયંસેવકો ધ્રુવ પરમાર, કૃશા નિમાવત, નિલેશ પોરાણિયા અને મહર્ષિ વિસાવડિયા સહિતના સ્વયંસેવકોએ સક્રિય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યુવાનોએ Viksit Bharat Young Leaders Dialogue અંતર્ગત યોજાયેલી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉપરાંત, મારો યુવા ભારત પોર્ટલના માધ્યમથી આઈડિયા બોક્સમાં યુવાનોએ પોતાના વિચારો અને સૂચનો પણ રજૂ કર્યા હતા.
- વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ચાપરડાના 'દાદાજીનું ઘર' ખાતે વડીલો સાથે પ્રેમ અને ઉત્સાહથી ઉજવાયું રક્ષાબંધન પર્વ વિસાવદર : પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને ચાપરડા ખાતે સંચાલિત "દાદાજીનું ઘર" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થા વયોવૃદ્ધ વડીલો માટે સ્વમાન સાથે રહેવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસ જવાનો અને સંસ્થામાં નિવાસ કરતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર ફરજ પૂરતા સીમિત ન રહેતા એક પરિવાર જેવા ભાવનાત્મક અને સ્નેહસભર છે તેની પ્રતીતિ આ કાર્યક્રમ દ્વારા થઈ હતી. પોલીસ પરિવારના આ સુંદર પ્રયાસથી વડીલોના ચહેરા પર વિશેષ સ્મિત જોવા મળ્યું હતું. વડીલો સાથે સમય વિતાવીને પોલીસકર્મીઓએ પણ અનોખી ધન્યતા અનુભવી હતી, જેણે સામાજિક સેવભાવ અને પરસ્પર આદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું અમરેલીમાં માનવતા હજુ જીવંત: લાઠી રોડ પરથી મળેલું પાકીટ મુન્નાભાઈ રાઠોડ પરિવારે મૂળ માલિકને પરત કર્યું દિવ્યાંગ દીપ સેવા ટ્રસ્ટના મુન્નાભાઈ રાઠોડની પ્રામાણિકતા: રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પાકીટ પરત પંચમુખી પાન સેન્ટરના માલિક મુન્નાભાઈ રાઠોડ પરિવારે માનવતાની મહેક પ્રસરાવી *અમરેલી -* અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલ પંચમુખી પાન સેન્ટરના માલિક અને દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મુન્નાભાઈ રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા દિવ્યાંગો અને આમ જનતાના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. તા. 26/08/2026 ના રોજ લાઠી રોડ પરથી મુન્નાભાઈના ભાઈ ગોવિંદભાઈના પત્ની કાજલબેનને એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ, બીલ અને રોકડ રકમ હતી. આ અંગેની જાણ તેમણે તાત્કાલિક મુન્નાભાઈ રાઠોડને કરી હતી. મુન્નાભાઈ અને તેમના પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો કે આ પાકીટ તેના મૂળ માલિકને પરત કરવું. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પાકીટ નવા ખીજડીયા ગામના રહીશ દિનેશભાઈનું છે. ત્યારબાદ મુન્નાભાઈએ દિનેશભાઈને પોતાના પંચમુખી પાન સેન્ટર પર બોલાવી, ખરાઈ કરીને સંપૂર્ણ પાકીટ મૂળ માલિકને સોંપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની આ પ્રામાણિકતા અને માનવતાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.3
- જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા જસદણ વિછીયા રોડ પર પીકપ નો અકસ્માત પીકપ બોલેરો વન વીજ પોલ સાથે અથડાતા વીજ બોલ ધરાસાઈ ઘટના સ્થળે સેવાભાવી લોકો ધોડી ગયા હતા પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક લાઈન બંધ કરવાનો ફરક પડી હતી ડ્રાઇવર ચાલકને ગંભીર જાગ્રત તાત્કાલિક સારવાર હેઠળ4
- મહુવા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી મહુવા: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સુરક્ષા સેવા સમિતિના સ્થાપક અશ્વિનભાઈ સાંખટ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ જવાનોને સમાજની સુરક્ષા અને સેવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા સેવા સમિતિ મહુવા તાલુકા મહિલા પ્રમુખ જોળીયા નયનાબેન, મહુવા તાલુકા શહેર પ્રમુખ સરવૈયા જયશ્રીબેન, મંત્રી જીતિયા પારુલબેન, તેમજ ધુંધળવા દયાબેન અને કવાડ પાર્વતીબેન સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધનના આ પ્રસંગે મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું અને સમાજની સુરક્ષા માટે પોલીસ વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરી,મંદિરની બાજુમાં દારૂનો અડ્ડા હોવાનો દાવો.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો સ્વામી દ્વારા આક્ષેપ કરાયો. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.3
- ખુબજ અગત્યની જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.1
- જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા 'વૃદ્ધ નિકેતન' ખાતે વડીલો સાથે અનોખી રીતે ઉજવાયું રક્ષાબંધન પર્વ જુનાગઢ : આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા માનવતાની મહેક ફેલાવતો એક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા વયોવૃદ્ધ વડીલો માટે આશ્રયસ્થાન સમાન અને સ્વમાન સાથેનું ઘર ગણાતી "વૃદ્ધ નિકેતન" સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. આ પવિત્ર મુલાકાત દરમિયાન પોલીસકર્મીઓ અને સંસ્થામાં રહેતા વડીલો વચ્ચે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના આ ભગીરથ પ્રયાસમાં સંસ્થાના વડીલોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો માત્ર કાયદો અને વ્યવસ્થા પૂરતા સીમિત ન રહેતા પરિવાર જેવા સ્નેહસભર હોવાની અનુભૂતિ આ પ્રસંગે થઈ હતી. સંસ્થાના વડીલોએ પોલીસ પરિવાર દ્વારા આપવામાં આવેલા આ સ્નેહ અને સમય બદલ ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે પોલીસ જવાનોએ પણ વડીલો સાથે સમય વિતાવી ધન્યતા અનુભવી હતી. આ અનોખી ઉજવણીએ સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચોત્રા રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો... રાત્રિના સમયે ચોત્રા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર નજીક ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો...1