logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાયપુર કેનાલમાંથી વધુ એક મૃતદેહ મળતા મોતનો આંક 3 થયો:હજુ એક યુવાન લાપતા, દારૂની લતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો; ગઈકાલે બે યુવકની લાશ મળી'તી ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ છેલ્લા 24 કલાકમાં ચાર આશાસ્પદ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે. બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ગુમ થયેલા ચાર યુવકો પૈકી ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એક યુવાનની શોધખોળ જારી છે. આ ઘટનાને પગલે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈને કેનાલમાં છલાંગ લગાવી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ વાઘેલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, બે પરણિત ભાઈઓ નિખિલ અને નીરજ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી નીરજ ઘર છોડીને રાયપુર કેનાલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી

1 hr ago
user_ILESH PATEL
ILESH PATEL
AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
1 hr ago
9e0f7e9a-56ba-4ec4-91a4-2a3b3176fbc6

રાયપુર કેનાલમાંથી વધુ એક મૃતદેહ મળતા મોતનો આંક 3 થયો:હજુ એક યુવાન લાપતા, દારૂની લતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો; ગઈકાલે બે યુવકની લાશ મળી'તી ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ છેલ્લા 24 કલાકમાં ચાર આશાસ્પદ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે. બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ગુમ થયેલા ચાર યુવકો

bf326e11-949c-4095-83fa-8921241ca8fc

પૈકી ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એક યુવાનની શોધખોળ જારી છે. આ ઘટનાને પગલે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈને કેનાલમાં છલાંગ લગાવી અમદાવાદના નરોડા વિસ્તારમાં

788ea517-e880-45f2-9a7f-1e59908fc019

રહેતા જયંતિભાઈ વાઘેલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, બે પરણિત ભાઈઓ નિખિલ અને નીરજ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી નીરજ ઘર છોડીને રાયપુર કેનાલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી

More news from ગુજરાત and nearby areas
  • વિજાપુર ટી.બી. રોડ પર બિનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ વિજાપુર, તા. ૮ માર્ચ, ૨૦૨૮ : વિજાપુર ટી.બી. રોડ ઉપર માઢી આશ્રમ પાસે આવેલ રોડ પર બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કામગીરી આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ અંગે અગાઉ તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ અધિક કલેક્ટર શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં વિજાપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક સંસ્થાઓ તરફથી મામલતદાર કચેરીને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં રોડ પર દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી અને વિદ્યાર્થીઓને અસુવિધા થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમના સમયસરના પ્રયાસોથી આ મુદ્દાનું નિરાકરણ થયું છે. આ કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ તથા અવરજવર કરતા લોકોને રાહત મળી છે અને રોડ પર સરળ તેમજ સલામત વાહન વ્યવહાર શક્ય બન્યો છે. સંકલ્પ સોસાયટી, ન્યુ આશ્રય બંગ્લોઝ તથા મહર્ષિ સોસાયટીના પ્રમુખો તથા વિસ્તારના લોકોએ તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. વિજાપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ રોડ, પાદર અને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી, ટ્રાફિકની અવરોધ અને સલામતીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને ગામડાઓના પ્રવેશ માર્ગો પર આવા દબાણ વધુ જોવા મળે છે.હવે લોકો અપેક્ષા રાખે છે કે વહીવટી તંત્ર આવા અન્ય દબાણોને પણ નિયમિત અને ત્વરિત રીતે દૂર કરે, જેથી વિસ્તારમાં સ્વચ્છ અને સુગમ વાહન વ્યવહાર સુનિશ્ચિત થાય.
    1
    વિજાપુર ટી.બી. રોડ પર બિનઅધિકૃત દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ
વિજાપુર, તા. ૮ માર્ચ, ૨૦૨૮ : વિજાપુર ટી.બી. રોડ ઉપર માઢી આશ્રમ પાસે આવેલ રોડ પર બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કામગીરી આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવ્યું છે.
આ અંગે અગાઉ તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ અધિક કલેક્ટર શ્રી દેવાંગ રાઠોડની અધ્યક્ષતામાં વિજાપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક સંસ્થાઓ તરફથી મામલતદાર કચેરીને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં રોડ પર દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી અને વિદ્યાર્થીઓને અસુવિધા થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમના સમયસરના પ્રયાસોથી આ મુદ્દાનું નિરાકરણ થયું છે. આ કામગીરીથી સ્થાનિક રહેવાસીઓ તથા અવરજવર કરતા લોકોને રાહત મળી છે અને રોડ પર સરળ તેમજ સલામત વાહન વ્યવહાર શક્ય બન્યો છે.
સંકલ્પ સોસાયટી, ન્યુ આશ્રય બંગ્લોઝ તથા મહર્ષિ સોસાયટીના પ્રમુખો તથા વિસ્તારના લોકોએ તલાટી શ્રી નીતિન જોશી અને તેમની ટીમની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે.
વિજાપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ રોડ, પાદર અને સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણને કારણે અવરજવરમાં મુશ્કેલી, ટ્રાફિકની અવરોધ અને સલામતીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને ગામડાઓના પ્રવેશ માર્ગો પર આવા દબાણ વધુ જોવા મળે છે.હવે લોકો અપેક્ષા રાખે છે કે વહીવટી તંત્ર આવા અન્ય દબાણોને પણ નિયમિત અને ત્વરિત રીતે દૂર કરે, જેથી વિસ્તારમાં સ્વચ્છ અને સુગમ વાહન વ્યવહાર સુનિશ્ચિત થાય.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    13 hrs ago
  • સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ
    4
    સાણંદની હરેકૃષ્ણ સોસાયટીમાં ભક્તિમય માહોલમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
સાણંદ: સાણંદ શહેરની હરેકૃષ્ણ સોસાયટી ખાતે આયોજિત માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગેમહંત ઋષિભારતી બાપુ એ હાજરી આપીઅને સોસાયટીના કરણભાઇ પટેલ જીગરભાઈ ઠક્કર ગૌત્તમભાઇ ચૌહાણ જાવાભાઈ ભરવાડ આવાભાઈ ભરવાડ શંકરચંદભાઈ પંચાલ 
જે બી ભરવાડ તમામ રહીશો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ પધરામણી
કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ખોડિયાર માતાના મંદિરેથી કરવામાં આવી હતી. ત્યાંથી હરેકૃષ્ણ સોસાયટીના કોમન પ્લોટ સુધી બેન્ડવાજાના તાલે ભુવાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
બપોરે ૪:૧૫ કલાકે પવિત્ર શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી સમગ્ર સોસાયટીનું વાતાવરણ મંગલમય બની ગયું હતું
સાંજે ૬:૦૦ કલાકે સોસાયટીના તમામ સભ્યો અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપ્રસંગે ઋષિભારતી બાપુ હાજરી આપી હતી 
સોસાયટીના તમામ રહીશોએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ સમજીને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
રિપોર્ટર ધરા પટેલ અમદાવાદ
    user_Dhara patel
    Dhara patel
    કડી, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    13 hrs ago
  • Post by Nareandrasinh Rathod
    1
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો 30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા
    1
    હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો 30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી  ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને  તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • જૈન શ્વેતામ્બર તેરાપંથ રાજસ્થાની જૈન પરિવરો એ ભગવાનમહાવીર મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ . ૩૧-૦૩-૨૦૨૬, મંગળવાર, પવિત્ર ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ શોભાયાત્રા નુ પ્રસ્થાન મહાવીર ભવન, K.T. હાઇસ્કૂલ પાસે થી માણેક ચોક થઇ સરદાર ચોક થઈ પેટ્રોલ પંપ થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તે થઈ સ્ટેશન વિસ્તાર રોડ થયી અર્બુદાવાડી ખાતે પહોચી હતી રાજસ્થાની જૈન સમાજ દ્વારા આ શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ શોભાયાત્રા મા બાળકો મહિલાઓ પુરુષો મોટી સંખ્યા મા જોડાયા હતા ડીજે ના તાલે આ શોભાયાત્રા નીકળી હતી
    4
    જૈન શ્વેતામ્બર તેરાપંથ રાજસ્થાની જૈન પરિવરો એ ભગવાનમહાવીર મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ . ૩૧-૦૩-૨૦૨૬, મંગળવાર,
પવિત્ર ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ શોભાયાત્રા નુ પ્રસ્થાન મહાવીર ભવન, K.T. હાઇસ્કૂલ પાસે થી
માણેક ચોક થઇ  સરદાર ચોક થઈ પેટ્રોલ પંપ થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તે થઈ સ્ટેશન વિસ્તાર રોડ થયી અર્બુદાવાડી ખાતે પહોચી હતી રાજસ્થાની જૈન સમાજ દ્વારા  આ શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ  શોભાયાત્રા મા બાળકો મહિલાઓ પુરુષો  મોટી સંખ્યા મા જોડાયા હતા ડીજે ના તાલે આ શોભાયાત્રા નીકળી હતી
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Police Officer ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    13 hrs ago
  • હાલોલ તાલુકાના બાસ્કા ગામે આજે સોમવારના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરપ્રાંતીય યુવકે પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી આકાશ જાવરે ઝારખંડની યુવતી રંજીતા સાથે લગ્ન કરીને છેલ્લા ત્રણ વર્ષથી બાસ્કા ગામે ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળ રહેતો હતો. આકાશ નજીકની ફ્રુટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.પત્ની રંજીતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આકાશને નશાની લત લાગી ગઈ હતી અને પાનેલાવ ગામે રહેતી એક મહિલા સાથે તેના સંબંધો હોવાનું પણ જણાવ્યું છે. શનિવારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં આકાશે પત્ની પર હુમલો કરી ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો ઘટનાના અનુસંધાનમાં શનિવારે રાત્રે ઝઘડા બાદ રંજીતા ઘર બંધ કરીને સૂઈ ગઈ હતી અને આકાશ ક્યાં ગયો તેની તેને ખબર નહોતી. આજે સવારે આકાશ ઘરે પરત ફરતા ફરી ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા આકાશે પોતાના ગળા અને ડાબા હાથ પર બ્લેડથી ઘા મારી લીધા હતા.ઘટનાને પગલે તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
    1
    હાલોલ તાલુકાના બાસ્કા ગામે આજે સોમવારના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરપ્રાંતીય યુવકે પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી આકાશ જાવરે ઝારખંડની યુવતી રંજીતા સાથે લગ્ન કરીને છેલ્લા ત્રણ વર્ષથી બાસ્કા ગામે ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળ રહેતો હતો. આકાશ નજીકની ફ્રુટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.પત્ની રંજીતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આકાશને નશાની લત લાગી ગઈ હતી અને પાનેલાવ ગામે રહેતી એક મહિલા સાથે તેના સંબંધો હોવાનું પણ જણાવ્યું છે. શનિવારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં આકાશે પત્ની પર હુમલો કરી ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો ઘટનાના અનુસંધાનમાં શનિવારે રાત્રે ઝઘડા બાદ રંજીતા ઘર બંધ કરીને સૂઈ ગઈ હતી અને આકાશ ક્યાં ગયો તેની તેને ખબર નહોતી. આજે સવારે આકાશ ઘરે પરત ફરતા ફરી ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા આકાશે પોતાના ગળા અને ડાબા હાથ પર બ્લેડથી ઘા મારી લીધા હતા.ઘટનાને પગલે તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.