Shuru
Apke Nagar Ki App…
તાપી પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે એક રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે. આ કાર્યવાહીના પરિણામે, પોલીસે કુલ ૧૨ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન, પોલીસ દ્વારા ૯ લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
Super fast news channel
તાપી પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે એક રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે. આ કાર્યવાહીના પરિણામે, પોલીસે કુલ ૧૨ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન, પોલીસ દ્વારા ૯ લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- લિંબાયત વિસ્તારમાં આગામી મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, શાંતિ સમિતિના સભ્યો અને વિવિધ સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.1
- તાપી પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં તેમણે એક રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે. આ કાર્યવાહીના પરિણામે, પોલીસે કુલ ૧૨ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન, પોલીસ દ્વારા ૯ લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.1
- સુરત રેલવે ગોડાઉન ઉપર બનેલા બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે. મળતી માહિતી મુજબ, બ્રિજનો જે ભાગ બે પિલરની વચ્ચે આવેલો હતો, તે સંપૂર્ણપણે નીચે નમી પડ્યો હતો. આ ભાગ સંપૂર્ણપણે નમી પડ્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યો છે. સદનસીબે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.1
- સરદાર નગરી બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 હેઠળ આવતી નહેર કોલોની અને અલંકાર સિનેમા સામેના ઝૂંપડપટ્ટી વિસ્તારના રહેવાસીઓએ શૌચાલય અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી બારડોલી નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિસ્તારની મહિલાઓના જણાવ્યા મુજબ, વસાહતમાં જાહેર શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોવાથી મહિલાઓ, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓને પણ માત્ર રાત્રિના સમયે ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવાની ફરજ પડે છે. આનાથી તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને ગૌરવ પર ગંભીર અસર પડી રહી છે. રહેવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર "હર ઘર નળ, ઘર ઘર નળ" જેવા દાવા કરે છે, પરંતુ તેમના વિસ્તારમાં હજુ સુધી પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળતું નથી. ઉપરાંત, ગંદકી, ગટર અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે તેમને જીવન જીવવું પડી રહ્યું છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે બારડોલી નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સ્વાતિબેન પટેલ, કાલુ કરીમ શાહ અને કેયુરીબેન ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ બારડોલી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક જાહેર શૌચાલયનું નિર્માણ કરવા, પીવાના પાણીની નિયમિત વ્યવસ્થા પૂરી પાડવા અને વિસ્તારની સફાઈ તથા સ્વચ્છતા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ રજૂઆત દરમિયાન ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાએ રજૂઆત કરનારાઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે વિસ્તાર માટે કાયમી જાહેર શૌચાલય બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તાત્કાલિક રાહતરૂપે હરતું-ફરતું શૌચાલય (મોબાઇલ ટોયલેટ વાન) ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે પીવાના પાણીની સમસ્યાનો પણ ઝડપથી નિકાલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ચીફ ઓફિસરના આશ્વાસન બાદ રજૂઆત કરવા આવેલા લોકોનો રોષ શાંત પડ્યો હતો. જોકે, સ્થાનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો વહેલી તકે આ સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.1
- બિહારમાં 28 વર્ષીય ભરત તિવારીનું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું છે, જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે ભરત તિવારીએ થોડા દિવસો અગાઉ લાઈવ આવીને પૂર, અપૂરતી સરકારી કાર્યવાહી અને 600થી વધુ પરિવારોની વેદના અંગે જિલ્લા પ્રશાસન પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટનાના થોડા સમય બાદ જ પોલીસ એન્કાઉન્ટરમાં તેમનું મૃત્યુ થયું હતું. 17 જૂન 2026ના રોજ બિહાર પોલીસ દ્વારા ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિલોટી ગામના યુવક ભરત તિવારીને એન્કાઉન્ટરમાં ગોળી મારવામાં આવી હતી, અને સારવાર દરમિયાન તે જ દિવસે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. લોકોના જણાવ્યા અનુસાર, ભરત તિવારી સ્થાનિક લોકોની સમસ્યાઓ બાબતે પ્રશાસન અને કાયદા વ્યવસ્થા સામે લડી રહ્યા હતા. તેઓ ભ્રષ્ટાચાર અને લાંચરુશવત સામે લડતા હતા, અને તેમને ચૂપ કરવાના ઇરાદાથી તેમના પર ખોટા આરોપો લગાવીને કાયદા વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા અને પછી તેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. આ ઘટનાને શહીદ ભગતસિંહ સાથે સરખાવવામાં આવી રહી છે, જ્યાં એક ભગતે અંગ્રેજો સામે લડાઈ લડી હતી અને બીજા (ભરત તિવારી)એ ભ્રષ્ટાચાર અને વ્યવસ્થાની નિષ્ફળતા સામે અવાજ ઉઠાવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં, ગુજરાત બ્રાહ્મણ જન જાગરણ સંસ્થા સમાજ દ્વારા સુરતના ડિંડોલી વિસ્તારના મધુરમ સર્કલ પર વીર ભરત તિવારીના એન્કાઉન્ટરનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પ્રભાત દુબે, હરિ પાંડે, અમિત તિવારી, કુંદન ઝા, સુશીલ દુબે, દીપક બજરંગી પાંડે, અમિત પાંડે, અંજની શુક્લા જેવા સેંકડો બ્રાહ્મણ સમાજના લોકો હાજર રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ પ્રશાસન પાસેથી સ્વર્ગસ્થ અમિત તિવારીને ન્યાય મળે તેવી માંગ કરી હતી.1
- સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. ડામોર અને કનકપુર પોલીસ ચોકી પ્રભારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. સિંહના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી. આ પોલીસ ટીમે સચિન વિસ્તારના પારડી-કણદે, અંબિકાનગરમાં આવેલા મકાન નંબર-240માંથી ત્રણ મહિલા આરોપીઓની ધરપકડ કરી. પોલીસે આરોપીઓ પાસેથી 42.02 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹21,01,000/- (એકવીસ લાખ એક હજાર રૂપિયા) જણાવવામાં આવી છે. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- સુરતમાં એક ધોખાધડીના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે SOG ને એક મોટી સફળતા મળી છે.1
- સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટર બદલવાના મુદ્દે ભારે હોબાળો થયો છે, જેમાં મહિલાઓ સાથે ઝપાઝપી થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ડીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદ અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ અને રહિશો વચ્ચે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. રહિશોનો આક્ષેપ છે કે ડીજીવીસીએલના કર્મચારીઓએ તેમની મંજૂરી વિના મીટરના સીલ તોડીને બળજબરીથી મીટર બદલ્યા છે. આ ઘટનાક્રમમાં થયેલી ઝપાઝપીમાં એક મહિલાને ઇજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ સામે ગાળાગાળી અને મારપીટના આરોપો પણ લગાડવામાં આવ્યા છે. ફરિયાદ નોંધવામાં વિલંબ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્માર્ટ મીટર મુદ્દે સર્જાયેલા આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઘર્ષણ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.1