બોટલો શું કહી રહી છે? ચૂંટણી વચ્ચે થરાદમાં દ્રશ્ય ચર્ચામાં થરાદ વિસ્તારમાં જાહેર સ્થળ નજીક ખાલી ગ્લાસ બોટલો પડેલી હાલતમાં જોવા મળતાં આ દ્રશ્ય સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સ્થળ પરથી પ્રાપ્ત થયેલી તસ્વીરોમાં બોટલો વિખેરાયેલી સ્થિતિમાં નજરે પડે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વિસ્તારોમાં સક્રિયતા વધી રહી છે, ત્યારે આવા દ્રશ્યો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. જો કે, આ બોટલો અહીં કઈ રીતે આવી પહોંચી તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદો અમલમાં છે, જેના પગલે આવા દ્રશ્યો સામે આવતા સામાન્ય રીતે લોકોમાં ચર્ચા થવી સ્વાભાવિક ગણાય છે.જાહેર સ્થળે ગ્લાસ બોટલો પડેલી હોવાને કારણે સલામતીના મુદ્દાઓ પણ ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં સફાઈ અને દેખરેખ અંગે પણ ચર્ચા થઈ રહી છે.હાલમાં આ મામલે કોઈ અધિકૃત પ્રતિસાદ સામે આવ્યો નથી. દ્રશ્યને લઈને ચર્ચા વચ્ચે હવે સંબંધિત તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે કે નહીં તે જોવાનું રહેશે.
બોટલો શું કહી રહી છે? ચૂંટણી વચ્ચે થરાદમાં દ્રશ્ય ચર્ચામાં થરાદ વિસ્તારમાં જાહેર સ્થળ નજીક ખાલી ગ્લાસ બોટલો પડેલી હાલતમાં જોવા મળતાં આ દ્રશ્ય સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સ્થળ પરથી પ્રાપ્ત થયેલી તસ્વીરોમાં બોટલો વિખેરાયેલી સ્થિતિમાં નજરે પડે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વિસ્તારોમાં સક્રિયતા વધી રહી છે, ત્યારે આવા દ્રશ્યો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. જો કે, આ બોટલો અહીં કઈ રીતે આવી પહોંચી તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદો અમલમાં છે, જેના પગલે આવા દ્રશ્યો સામે આવતા સામાન્ય રીતે લોકોમાં ચર્ચા થવી સ્વાભાવિક ગણાય છે.જાહેર સ્થળે ગ્લાસ બોટલો પડેલી હોવાને કારણે સલામતીના મુદ્દાઓ પણ ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં સફાઈ અને દેખરેખ અંગે પણ ચર્ચા થઈ રહી છે.હાલમાં આ મામલે કોઈ અધિકૃત પ્રતિસાદ સામે આવ્યો નથી. દ્રશ્યને લઈને ચર્ચા વચ્ચે હવે સંબંધિત તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે કે નહીં તે જોવાનું રહેશે.
- થરાદ તાલુકાના એક ગામની એક યુવતી સાથે ગંભીર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ પીડિતા અભ્યાસ કરતી હોય આરોપીઓએ વિશ્વાસમાં લઈને તેને ફસાવી હતી આરોપીઓએ યુવતીને ફોર્મ ભરાવી આપવાની વાત કરી તેની પાસે આધાર કાર્ડ મેળવ્યું હતું અને ત્યારબાદ તેને ધમકી આપી કે જો વાત બહાર જશે તો જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ સાહેબને મળવાનું છે કહીને યુવતીને થરાદ બોલાવી એક ખાનગી હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા આરોપીઓએ બનાવના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને ડરાવી રાખી હતી વધુમાં યુવતીને ગાડીમાં બેસાડી કેફી દ્રવ્ય પીવડાવી બેહોશ કરી દેવામાં આવી હતી અને તેની પાસેથી કાગળો પર સહી કરાવી બળજબરીપૂર્વક લગ્ન નોંધણી પણ કરાવી લીધી હતી ત્યારબાદ પણ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ કેસમાં રમેશભાઈ રાણાભાઈ ચૌધરી અને વશરામભાઈ ચૌધરી રહે ઉંદરાણા સામે ગંભીર ગુનો નોંધાયો છે બંને આરોપીઓએ એકબીજાની મદદથી આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે વર્ધાજી ચૌહાણ ઢીમા1
- વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર તાલુકામાં પણ ચુંટણી ના ગરમાવો વચ્ચે પ્રચાર જોર સોર થી ચાલી રહ્યા છે જ્યાં દિયોદર તાલુકાના ગોલવી ગામે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા રાંટીલા સીટ ના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે જંગી સભા ને સંબોધી હતી2
- વાવ થરાદ... ભાભરના સનેસડા ગામમાં ચૂંટણી લક્ષી વિકાસ સંકલ્પ સભા યોજાઈ.. સભા પૂર્ણ થતા જ કાર્યકરોએ મંત્રી સ્વરૂપજી ઠાકોરને ઘેર્યા.. કેનાલમાં પાણી પુરતું ન મળતા ઘેરી લીધા મંત્રીને.. કાર્યકરોએ કહ્યું આમને પાણી નઈ મળે તો 700 મત આપણને નથી મળતા.. મંત્રીએ ક્યું તો શું કોગ્રેસ આપશે પાણી અમારે જ આપવાનું છે.. તીર્થગામ અને ખારા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હોવાનું રજૂઆત કાર્યકરો ની.. ભાજપના જ કાર્યકરોએ રાજ્ય કક્ષાના ખાદી ફૂટીર અને ગ્રામોધોગ મંત્રી સ્વરૂપજી ઠાકોર ને ઘેર્યા નો વિડીયો આવ્યો સામે..1
- ભાભર શહેરમાં આજે સાંજના સમયે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઈકને પાછળથી એક કાર દ્વારા ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બસ સ્ટેન્ડ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ઘુમજીભા માલસિંહ રાઠોડ અને હરેશભા અરવિંદસિંહ રાઠોડ બન્ને રહે ભાભર જુના. તેઓ બાઈકમાં પેટ્રોલ ભરાવીને નીકળ્યા બાદ કાર નં. GJ 01 KP 0604 દ્વારા પાછળથી જોરદાર ટક્કર મારતાં. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બન્ને વ્યક્તિઓ રોડ પર ફેંકાઈ ગયા અને ઈજાગ્રસ્ત બન્યા હતા. એટલું જ નહીં, ટક્કર બાદ ગાડી ચાલકે નિયંત્રણ ગુમાવતા ગાડી ડીવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને થોડા જ સમયમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથીબન્ને ઈજાગ્રસ્તોને તરત જ ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.2
- Post by Pankaj Parmar1
- બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.1
- 🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.3
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1