Shuru
Apke Nagar Ki App…
Pankaj Parmar
More news from ગુજરાત and nearby areas
- Post by Pankaj Parmar1
- 🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.3
- Post by Kinzz Thakor1
- Post by Kamalesh sih Rajput1
- Post by Gujarat crime news1
- થરાદ તાલુકાના એક ગામની એક યુવતી સાથે ગંભીર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ પીડિતા અભ્યાસ કરતી હોય આરોપીઓએ વિશ્વાસમાં લઈને તેને ફસાવી હતી આરોપીઓએ યુવતીને ફોર્મ ભરાવી આપવાની વાત કરી તેની પાસે આધાર કાર્ડ મેળવ્યું હતું અને ત્યારબાદ તેને ધમકી આપી કે જો વાત બહાર જશે તો જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ સાહેબને મળવાનું છે કહીને યુવતીને થરાદ બોલાવી એક ખાનગી હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા આરોપીઓએ બનાવના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને ડરાવી રાખી હતી વધુમાં યુવતીને ગાડીમાં બેસાડી કેફી દ્રવ્ય પીવડાવી બેહોશ કરી દેવામાં આવી હતી અને તેની પાસેથી કાગળો પર સહી કરાવી બળજબરીપૂર્વક લગ્ન નોંધણી પણ કરાવી લીધી હતી ત્યારબાદ પણ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ કેસમાં રમેશભાઈ રાણાભાઈ ચૌધરી અને વશરામભાઈ ચૌધરી રહે ઉંદરાણા સામે ગંભીર ગુનો નોંધાયો છે બંને આરોપીઓએ એકબીજાની મદદથી આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે વર્ધાજી ચૌહાણ ઢીમા1
- વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર મહેસાણા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિજાપુર તાલુકાના ગોવિંદપુરા વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાર્ટીના વિકાસલક્ષી વિઝન અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના વચનો વિશે જાણકારી આપી. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ગોવિંદપુરાના વાસીઓને સંબોધતા કહ્યું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાચા અર્થમાં આમ આદમીનું શાસન સ્થાપવાનો પ્રયાસ છે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની વાત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચનો પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર-ઘર જઈને પ્રચાર કર્યો અને લોકોને પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી. લોકો તરફથી પ્રચાર અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેઓએ પોતાની માંગણીઓ તથા અપેક્ષાઓ વ્યક્ત કરી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિજાપુર તાલુકા પ્રમુખ શ્રી તરુણપટેલ, પ્રદેશ સહમન્ત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ,યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટ ના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી 2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પારુલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પાર્ટી વધુ વિસ્તારોમાં પ્રચારને વેગ આપવા માટે આયોજન કરી રહી છે.જનતા ને અપીલ કરી છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સાથીઓ ને જંગી બહુમતી તી જીતાડશો એક મોકો જરૂર આપજો1
- 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!1