ઝળહળતી રોશની પાછળનું કરુણ અંધારું; પંચમહાલમાં લગ્નપ્રસંગોની મોજ વચ્ચે બાળપણ ઝુમર નીચે દબાયું શિક્ષણના અધિકારનો છેદ: એક તરફ બોર્ડની પરીક્ષાઓ, બીજી તરફ મજબૂરીના ઉજાગરા પંચમહાલ જિલ્લામાં હાલ લગ્ન પ્રસંગોની મોસમ પૂરબહારમાં ખીલી છે. ડીજેના તાલે ઝૂમતા લોકો, પેપર શૉટ, ફટાકડા અને ઝળહળતી રોશની વચ્ચે પ્રસંગને યાદગાર બનાવવા લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, આ ભવ્ય રોશનીની પાછળ એક એવું હૃદયદ્રાવક સત્ય છુપાયેલું છે જે સમાજ અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરે છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં યોજાતા રાત્રિના વરઘોડામાં ૧૦ થી ૧૫ વર્ષના નાના બાળકો માથે ભારેખમ ઝુમર લાઈટ ઊંચકીને ચાલતા જોવા મળી રહ્યા છે. જે ઉંમરે આ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ. તે ઉંમરે મજબૂરીએ તેમના ખભા પર પારિવારિક જવાબદારીનો બોજ મૂકી દીધો છે. હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે ત્યારે પંચમહાલના અંતરિયાળ ગામડાઓમાં આ દ્રશ્યો કંઇક અલગ જ કહાની કહે છે. માત્ર ૩૦૦ થી ૪૦૦ રૂપિયાની નજીવી રકમ માટે આ કુમળા બાળકો આખી રાત ઉજાગરા કરી શારીરિક શ્રમ કરવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર દ્વારા ભારતીય બંધારણની કલમ ૨૧-A હેઠળ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ ગરીબીને કારણે આ બાળકો શિક્ષણથી વંચિત રહી મજૂરીના રસ્તે ધકેલાયા છે. આ પરિસ્થિતિ પાછળ માત્ર આર્થિક તંગી જ નહીં, પરંતુ સામાજિક ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર છે. કેમ કે, બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) સુધારા અધિનિયમ, ૨૦૧૬ મુજબ ૧૪ વર્ષથી ઓછી વયના બાળકો પાસે કોઈપણ પ્રકારની મજૂરી કરાવવી એ સજાપાત્ર ગુનો છે. છતાં સામાજિક પ્રસંગોમાં આ પ્રથા વણથંભી ચાલી રહી છે.અહીં પ્રશ્ન કોઈની રોજીરોટી કે લગ્નના વ્યવસાય સામે નથી કારણ કે આ વ્યવસાય અનેક પરિવારોનું ગુજરાન ચલાવે છે. પરંતુ વાંધો ત્યાં છે કે, શું આ રોજીરોટી કમાવવા માટે માત્ર ૧૦ થી ૧૫ વર્ષના કુમળા બાળકોનો જ સહારો લેવો પડે? ગરીબ પરિવારના આ બાળકોને પણ ઊંચા સપના જોવાનો અધિકાર છે, પરંતુ પછાત વિસ્તારોમાં શિક્ષણનો અભાવ હોવાને કારણે તેઓ આ ચક્રમાંથી બહાર આવી શકતા નથી. તંત્રની જવાબદારી અંગે વાત કરીએ તો, બાળ મજૂરી નાબૂદીના નિયમો કાગળ પર મજબૂત દેખાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેનું ચુસ્ત પાલન કરાવવામાં ક્યાંક કચાસ રહી જતી હોય તેવું જણાય છે. શિક્ષણ વિભાગ અને શ્રમ વિભાગે આવા અંતરિયાળ વિસ્તારોમાં જઈ વાલીઓને જાગૃત કરવા અને બાળકોને ફરી શાળા તરફ વાળવા માટે જરૂરી પગલાં ભરવા જરૂરી બન્યા છે. જો સમાજ અને તંત્ર સાથે મળીને આ દિશામાં વિચારશે નહીં, તો લગ્નની આ રોશનીમાં અનેક બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહેશે તે ચોક્કસ છે.
ઝળહળતી રોશની પાછળનું કરુણ અંધારું; પંચમહાલમાં લગ્નપ્રસંગોની મોજ વચ્ચે બાળપણ ઝુમર નીચે દબાયું શિક્ષણના અધિકારનો છેદ: એક તરફ બોર્ડની પરીક્ષાઓ, બીજી તરફ મજબૂરીના ઉજાગરા પંચમહાલ જિલ્લામાં હાલ લગ્ન પ્રસંગોની મોસમ પૂરબહારમાં ખીલી છે. ડીજેના તાલે ઝૂમતા લોકો, પેપર શૉટ, ફટાકડા અને ઝળહળતી રોશની વચ્ચે પ્રસંગને યાદગાર બનાવવા લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, આ ભવ્ય રોશનીની પાછળ એક એવું હૃદયદ્રાવક સત્ય છુપાયેલું છે જે સમાજ અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરે છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં યોજાતા રાત્રિના વરઘોડામાં ૧૦ થી ૧૫ વર્ષના નાના બાળકો માથે ભારેખમ ઝુમર લાઈટ ઊંચકીને ચાલતા જોવા મળી રહ્યા છે. જે ઉંમરે આ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ. તે ઉંમરે મજબૂરીએ તેમના ખભા પર પારિવારિક જવાબદારીનો બોજ મૂકી દીધો છે. હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત
કરી રહ્યા છે ત્યારે પંચમહાલના અંતરિયાળ ગામડાઓમાં આ દ્રશ્યો કંઇક અલગ જ કહાની કહે છે. માત્ર ૩૦૦ થી ૪૦૦ રૂપિયાની નજીવી રકમ માટે આ કુમળા બાળકો આખી રાત ઉજાગરા કરી શારીરિક શ્રમ કરવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર દ્વારા ભારતીય બંધારણની કલમ ૨૧-A હેઠળ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ ગરીબીને કારણે આ બાળકો શિક્ષણથી વંચિત રહી મજૂરીના રસ્તે ધકેલાયા છે. આ પરિસ્થિતિ પાછળ માત્ર આર્થિક તંગી જ નહીં, પરંતુ સામાજિક ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર છે. કેમ કે, બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) સુધારા અધિનિયમ, ૨૦૧૬ મુજબ ૧૪ વર્ષથી ઓછી વયના બાળકો પાસે કોઈપણ પ્રકારની મજૂરી કરાવવી એ સજાપાત્ર ગુનો છે. છતાં સામાજિક પ્રસંગોમાં આ પ્રથા વણથંભી ચાલી રહી છે.અહીં પ્રશ્ન કોઈની રોજીરોટી કે લગ્નના વ્યવસાય સામે નથી કારણ
કે આ વ્યવસાય અનેક પરિવારોનું ગુજરાન ચલાવે છે. પરંતુ વાંધો ત્યાં છે કે, શું આ રોજીરોટી કમાવવા માટે માત્ર ૧૦ થી ૧૫ વર્ષના કુમળા બાળકોનો જ સહારો લેવો પડે? ગરીબ પરિવારના આ બાળકોને પણ ઊંચા સપના જોવાનો અધિકાર છે, પરંતુ પછાત વિસ્તારોમાં શિક્ષણનો અભાવ હોવાને કારણે તેઓ આ ચક્રમાંથી બહાર આવી શકતા નથી. તંત્રની જવાબદારી અંગે વાત કરીએ તો, બાળ મજૂરી નાબૂદીના નિયમો કાગળ પર મજબૂત દેખાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેનું ચુસ્ત પાલન કરાવવામાં ક્યાંક કચાસ રહી જતી હોય તેવું જણાય છે. શિક્ષણ વિભાગ અને શ્રમ વિભાગે આવા અંતરિયાળ વિસ્તારોમાં જઈ વાલીઓને જાગૃત કરવા અને બાળકોને ફરી શાળા તરફ વાળવા માટે જરૂરી પગલાં ભરવા જરૂરી બન્યા છે. જો સમાજ અને તંત્ર સાથે મળીને આ દિશામાં વિચારશે નહીં, તો લગ્નની આ રોશનીમાં અનેક બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહેશે તે ચોક્કસ છે.
- પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે કાલોલ પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧૦.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનિયર પી.આઈ. આર. ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ક્રેટા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બોરુ ટર્નિંગ વિસ્તારમાં નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાતોલ પાટિયા પાસે ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. જોકે, કારમાં બાજુમાં બેસેલો શખ્સ ખુર્શીદ નસિર અહમદ આલમ (રહે. વરીપુરા, જી. બરેલી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલો મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો: પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો પોલીસને ગુમરાહ કરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી આરટીઓ માન્ય બે અસલી નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અત્યંત મોંઘી અને વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૮૧ બોટલ મળી આવી હતી: દારૂનો જથ્થો: રૂ. ૫,૦૯,૯૨૦/- ક્રેતા કાર: રૂ. ૫,૦૦,૦૦૦/- બે મોબાઈલ ફોન: રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૧૯,૯૨૦/- કુલ ૪ ઈસમો સામે ગુનો દાખલ: કાલોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નીચે મુજબના ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે: નાસી છૂટેલ કાર ચાલક ખુર્શીદ નસિર અહમદ આલમ રે વરીપુરા જી બરેલી (ઝડપાયેલ આરોપી) કેવલ અર્જુન બામણીયા (માલ મંગાવનાર, રહે. વડોદરા) રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપુરોહિત (ગાડીનો માલિક, રહે. કારેલીબાગ, વડોદરા) પોલીસે આ તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી નાસી છૂટેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.2
- Post by Jasmin B Shah1
- રસ્તો જલ્દી ઠીક થાય એવી આશા રાખીએ છીએ પોલ્યુશન ઓફિસ ના ટર્મ મો rinki chokdi thi Safari chokdi no Marg che halol gidc.............................................................................1
- ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- ₹. 76.80 લાખની 768 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 1 ઇસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા SOG પોલીસ... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- Post by Salman moravala4
- મહિલાઓ એકબીજાનો સાથ આપી આગળ વધે તે જ સાચું નારી સશક્તિકરણ" : કલેક્ટર ગાર્ગી જૈન1
- Post by Jasmin B Shah1