સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપ) એ ચુડા તાલુકાના છલાળા ગામમાંથી માનવ આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ₹12,082 થી વધુની કિંમતનો એલોપેથીક દવાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. SOG શાખાની ટીમ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ અને સુરેશભાઈ ખરગીયાને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી અનુસાર, ચુડા તાલુકાના છલાળા ગામે રામદેવપીરના મંદિર પાછળ આવેલી શેરીમાં રહેતો પ્રતુલ અનંત બિશ્વાસ નામનો વ્યક્તિ કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો હતો. આ બાતમીના આધારે SOGની ટીમે કંથારિયા PHCના મેડિકલ ઓફિસર ડૉ. ભવેશભાઈ માલકીયાને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મૂળ ઝારખંડનો અને હાલ છલાળા ગામે ભાડાના મકાનમાં રહેતો 38 વર્ષીય પ્રતુલ અનંત વિશ્વાસ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી તપાસ દરમિયાન કુલ 68 પ્રકારની એલોપેથીક દવાઓ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા 12,082 થાય છે. પોલીસે તમામ દવાઓ કબજે કરી આરોપી પ્રતુલ અનંત વિશ્વાસ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપ) એ ચુડા તાલુકાના છલાળા ગામમાંથી માનવ આરોગ્ય સાથે ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને દબોચી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ₹12,082 થી વધુની કિંમતનો એલોપેથીક દવાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. SOG શાખાની ટીમ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ અને સુરેશભાઈ ખરગીયાને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી અનુસાર, ચુડા તાલુકાના છલાળા ગામે રામદેવપીરના મંદિર પાછળ આવેલી શેરીમાં રહેતો પ્રતુલ અનંત બિશ્વાસ નામનો વ્યક્તિ કોઈ પણ માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો હતો. આ બાતમીના આધારે SOGની ટીમે કંથારિયા PHCના મેડિકલ ઓફિસર ડૉ. ભવેશભાઈ માલકીયાને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મૂળ ઝારખંડનો અને હાલ છલાળા ગામે ભાડાના મકાનમાં રહેતો 38 વર્ષીય પ્રતુલ અનંત વિશ્વાસ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી તપાસ દરમિયાન કુલ 68 પ્રકારની એલોપેથીક દવાઓ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા 12,082 થાય છે. પોલીસે તમામ દવાઓ કબજે કરી આરોપી પ્રતુલ અનંત વિશ્વાસ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. લૂંટ કેસમાં ફરાર થયેલા આ આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો, જેનાથી પોલીસને લાંબા સમયથી ચાલી આવતી શોધખોળમાં સફળતા મળી.1
- મોરબી જિલ્લાના જેતપર ખાતે આવતીકાલે ખેડૂતોના હક્ક અને હિતના સમર્થનમાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકપ્રિય લોકગાયક હકભા ગઢવી સહિત અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહી પોતાના સ્વરથી ખેડૂતોને સમર્થન આપશે. આ લડતમાં સહભાગી બનવા અને ખેડૂતોના હક્ક માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.1
- સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે વિચરતી વિમુક્ત જાતિના લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. આ પ્રસંગે આ સમુદાયના લોકોને પોતાના આવાસ મળ્યાનો સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.1
- માંડલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે માંડલ શ્રી વિદ્યાલય ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે માહિતી આપવામાં આવી હતી, અને યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ તથા નિરોગી સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. વિશ્વ યોગ દિવસના અવસરે માંડલ તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ યોગ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને યોગ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે, જે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય અને શાંતિનો માર્ગ બતાવે છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.3
- મોરબીના જેતપર ગામે વીજળી લાઇન પસાર થવાના મુદ્દે ચાલી રહેલા આંદોલનને હવે રાજકીય ચર્ચાઓનો માહોલ પણ મળ્યો છે, કારણ કે ખેડૂતોના સમર્થનમાં એક પછી એક રાજકીય પક્ષો સાથે જોડાયેલા વ્યક્તિઓ રાજીનામું આપી રહ્યા છે. આ જ ક્રમમાં, જેતપરના આગેવાન અને આમ આદમી પાર્ટીના જેતપર જિલ્લા પંચાયત સહ પ્રભારી ભાવેશ બોસિયાએ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે મોરબી જિલ્લા પ્રમુખને સંબોધીને લેખિતમાં પોતાનો રાજીનામાનો પત્ર પાઠવ્યો છે. ભાવેશ બોસિયાએ પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે તેમણે જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ટેકો આપવા માટે સ્વેચ્છાએ પક્ષમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેમના માટે ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે પક્ષમાં કામગીરી દરમિયાન મળેલા અનુભવ અને સાથી કાર્યકરો તેમજ પદાધિકારીઓ તરફથી મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવાની વિનંતી પણ કરી છે. ભાવેશ બોસિયાના આ નિર્ણયને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખેડૂતોના મુદ્દે લેવાયેલા આ પગલાને રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.1
- aava roje roj na latest news jova mate amari channel ma Banya raho ane amari channel ne like Ane subscribe kro1
- સુરેન્દ્રનગર SOG પોલીસે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર જતા GEB પાસે આવેલા ભંગારના ડેલામાંથી ગેરકાયદેસર રીતે રાખેલા શંકાસ્પદ ઘરેલુ ગેસ સિલિન્ડર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ SOG ટીમના પોલીસ કોન્સ્ટેબલ સાહીલભાઈ મહમદભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે મુકેશલાલ ભેરુલાલ ગુર્જર નામના શખ્સને પકડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ત્રણ ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત ₹7500 આંકવામાં આવી છે. આરોપીની B.N.S.S. કલમ 106 મુજબ અટકાયત કરવામાં આવી હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર.1