logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભારે વરસાદની આગાહીના પગલે હારીજ નગરપાલિકા સંપૂર્ણ સજ્જ- નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી, 24×7 કંટ્રોલ રૂમ, ડી-વોટરિંગ પંપ, જેસીબી સહિત તમામ વ્યવસ્થાઓ સ્ટેન્ડબાય *ભારે વરસાદની આગાહીના પગલે હારીજ નગરપાલિકા સંપૂર્ણ સજ્જ* *નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી, 24×7 કંટ્રોલ રૂમ, ડી-વોટરિંગ પંપ, જેસીબી સહિત તમામ વ્યવસ્થાઓ સ્ટેન્ડબાય* હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા એલર્ટના અનુસંધાને પાટણ જિલ્લાના પુરવઠા અધિકારી તથા હારીજ તાલુકાના લાયઝન અધિકારીશ્રી હેમાંગિનીબેન ગુર્જરના અધ્યક્ષસ્થાને હારીજ નગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં હારીજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચૂંટાયેલા સભ્યો, મુખ્ય અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોની જાનમાલની સુરક્ષા, વરસાદી પાણીનો ઝડપી નિકાલ, નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ તથા ત્વરિત રાહત કામગીરી અંગે વિસ્તૃત આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. અગાઉના ચોમાસામાં જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપીને પૂર્વ સાવચેતીના તમામ પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હારીજ નગરપાલિકા દ્વારા શિવવિલા સોસાયટી, હસ્તીનાપુર સોસાયટી, અંબિકાનગર સોસાયટી, ધુણીયા વિસ્તાર, ખેમાસર વિસ્તાર તથા અમૃતપુરા વિસ્તારને સંવેદનશીલ વિસ્તાર તરીકે ચિહ્નિત કરીને ત્યાં વિશેષ મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા માટે સંબંધિત કર્મચારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનો અને વરસાદી પાણીની ગટરોની સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તેનો ત્વરિત નિકાલ થઈ શકે તે માટે ડી-વોટરિંગ પંપ મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. કાદવ-કીચડ દૂર કરવા, રસ્તાઓ અવરોધમુક્ત બનાવવા તેમજ રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જેસીબી મશીનો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આપત્તિની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી છે. તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને રાહત કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરોને પોતાના વોર્ડના નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ રાખવા અને કોઈપણ પરિસ્થિતિની જાણ તાત્કાલિક કંટ્રોલ રૂમને કરવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે હારીજ નગરપાલિકા દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની આપત્તિ અથવા મુશ્કેલીની સ્થિતિમાં નાગરિકો ૭૫૬૭૬ ૨૨૦૦૯ નંબર પર સંપર્ક કરીને જરૂરી મદદ મેળવી શકશે. આ હેલ્પલાઇનની માહિતી સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વરસાદ સંબંધિત એડવાઇઝરી, સાવચેતીના પગલાં અને જરૂરી માર્ગદર્શિકા સમયાંતરે જાહેર કરવામાં આવી રહી છે જેથી નાગરિકો સુધી અધિકૃત માહિતી સમયસર પહોંચે અને તેઓ જરૂરી સાવચેતી રાખી શકે. ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાતો અટકાવવા તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે પીવાના પાણીની લાઈનોનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર શહેરમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરી ગટર, વરસાદી પાણીના નિકાલના માર્ગો તથા જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ હારીજ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓથી ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં અસરકારક રીતે કામગીરી કરી શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. નાગરિકોને પણ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા તથા જરૂર જણાય ત્યારે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

1 hr ago
user_Anil Ramanuj
Anil Ramanuj
Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
1 hr ago
56a35a34-c77a-44b3-af18-ca87b1758f86

ભારે વરસાદની આગાહીના પગલે હારીજ નગરપાલિકા સંપૂર્ણ સજ્જ- નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી, 24×7 કંટ્રોલ રૂમ, ડી-વોટરિંગ પંપ, જેસીબી સહિત તમામ વ્યવસ્થાઓ સ્ટેન્ડબાય *ભારે વરસાદની આગાહીના પગલે હારીજ નગરપાલિકા સંપૂર્ણ સજ્જ* *નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી, 24×7 કંટ્રોલ રૂમ, ડી-વોટરિંગ પંપ, જેસીબી સહિત તમામ વ્યવસ્થાઓ સ્ટેન્ડબાય* હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા એલર્ટના અનુસંધાને પાટણ જિલ્લાના પુરવઠા અધિકારી તથા હારીજ તાલુકાના લાયઝન અધિકારીશ્રી હેમાંગિનીબેન ગુર્જરના અધ્યક્ષસ્થાને હારીજ નગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં હારીજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચૂંટાયેલા સભ્યો, મુખ્ય અધિકારી તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોની જાનમાલની સુરક્ષા, વરસાદી પાણીનો ઝડપી નિકાલ, નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ તથા ત્વરિત રાહત કામગીરી અંગે વિસ્તૃત આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. અગાઉના ચોમાસામાં જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપીને પૂર્વ સાવચેતીના તમામ પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હારીજ નગરપાલિકા દ્વારા શિવવિલા સોસાયટી, હસ્તીનાપુર સોસાયટી, અંબિકાનગર સોસાયટી, ધુણીયા વિસ્તાર, ખેમાસર વિસ્તાર તથા અમૃતપુરા વિસ્તારને સંવેદનશીલ વિસ્તાર તરીકે ચિહ્નિત કરીને ત્યાં વિશેષ મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા માટે સંબંધિત કર્મચારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનો અને વરસાદી પાણીની ગટરોની સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તેનો ત્વરિત નિકાલ થઈ શકે તે માટે ડી-વોટરિંગ પંપ મશીનો તૈયાર રાખવામાં આવ્યા છે. કાદવ-કીચડ દૂર કરવા, રસ્તાઓ અવરોધમુક્ત બનાવવા તેમજ રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જેસીબી મશીનો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આપત્તિની પરિસ્થિતિમાં

e2680302-9e1b-4c56-9e36-fef0984dbba4

અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી છે. તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને રાહત કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરોને પોતાના વોર્ડના નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ રાખવા અને કોઈપણ પરિસ્થિતિની જાણ તાત્કાલિક કંટ્રોલ રૂમને કરવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે હારીજ નગરપાલિકા દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની આપત્તિ અથવા મુશ્કેલીની સ્થિતિમાં નાગરિકો ૭૫૬૭૬ ૨૨૦૦૯ નંબર પર સંપર્ક કરીને જરૂરી મદદ મેળવી શકશે. આ હેલ્પલાઇનની માહિતી સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વરસાદ સંબંધિત એડવાઇઝરી, સાવચેતીના પગલાં અને જરૂરી માર્ગદર્શિકા સમયાંતરે જાહેર કરવામાં આવી રહી છે જેથી નાગરિકો સુધી અધિકૃત માહિતી સમયસર પહોંચે અને તેઓ જરૂરી સાવચેતી રાખી શકે. ચોમાસા દરમિયાન રોગચાળો ફેલાતો અટકાવવા તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે પીવાના પાણીની લાઈનોનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર શહેરમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરી ગટર, વરસાદી પાણીના નિકાલના માર્ગો તથા જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ હારીજ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓથી ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં અસરકારક રીતે કામગીરી કરી શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. નાગરિકોને પણ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા તથા જરૂર જણાય ત્યારે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

More news from ગુજરાત and nearby areas
  • પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે. હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે. સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો

પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાનો RCC રોડ? વાડ થતાં માર્ગ બંધ, લાખોના ખર્ચે થયેલા કામ સામે સવાલો
પાટણ નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરતો એક મામલો સામે આવ્યો છે. હાંશાપુર હદ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ તરફ જવાના માર્ગ પર ખાનગી માલિકીની જમીનમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે.
મળતી માહિતી મુજબ, જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેના માલિક હરેશભાઈ પટેલે પોતાની માલિકીની જમીનની હદમાં સ્વખર્ચે લોખંડના તારની વાડ કરી દીધી છે. પરિણામે રોડનો એક ભાગ વાડથી બંધ થઈ જતાં આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તો ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે નગરપાલિકાએ રોડનું કામ શરૂ કરતા અગાઉ જમીનની માલિકી અને હદ અંગે જરૂરી ખરાઈ કરી હતી કે નહીં તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ બંધ થતાં અવરજવર પર અસર પડી છે અને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
વિપક્ષ અને સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તથા સંબંધિત અધિકારીઓ અને એન્જિનિયરોની બેદરકારીને કારણે અંદાજે રૂ. 8થી 10 લાખ જેટલા જાહેર નાણાંનો ખર્ચ વ્યર્થ ગયો હોવાની આશંકા છે.
હવે સમગ્ર મામલે રોડ કયા આધારે અને કઈ જમીન પર મંજૂર કરવામાં આવ્યો, કામ શરૂ કરતા પહેલાં જમીનની હદ અને માલિકીની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ જાહેર નાણાંના થયેલા ખર્ચની જવાબદારી કોની છે તે અંગે તપાસની માંગ ઉઠી છે.
સ્થાનિકોમાંથી જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી જો કોઈ બેદરકારી કે નિયમભંગ થયો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર નાણાંનો યોગ્ય હિસાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    35 min ago
  • *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
    1
    *સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીના અપહરણ અને મારપીટ મામલે ન્યાયની ગર્જના"
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    23 hrs ago
  • જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ
    1
    જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨
વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે.
ગાંધીનગર અક્ષરધામ
જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨
વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે.
ગાંધીનગર અક્ષરધામ
    user_વાધેલા પાંચાજી આર
    વાધેલા પાંચાજી આર
    Advertising agency ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    1
    Cm bhupendra patel |યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સાવધાન, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કાર્યવાહી
    user_BANAS TV HD
    BANAS TV HD
    Newspaper publisher ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    4
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨
સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી
માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સાવચેતી:
બિનજરૂરી બહાર ન નીકળો.
ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો.
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો.
સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    1 hr ago
  • મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    1
    મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા
ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
    user_Zala Jitendrasinh Morwada
    Zala Jitendrasinh Morwada
    Local News Reporter સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    4
    આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન સિદ્ધપુર: દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતા સુધી પહોંચાડ્યો હતો. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરીને યુવાનોના હિતોનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે પ્રધાનમંત્રીના સંદેશનો ઉલ્લેખ કરતાં પરીક્ષાર્થીઓ અને યુવાનોને વિશ્વાસ રાખવા તેમજ સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માહિતગાર કર્યા હતા. આ મુદ્દે ધારાસભ્યએ જનતાને પ્રધાનમંત્રીના સંદેશનો વિડિયો સાંભળવા અને વધુ માહિતી મેળવવા અપીલ પણ કરી હતી
    1
    પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન

પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના સંદેશને લઈ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નિવેદન
સિદ્ધપુર: દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતા સુધી પહોંચાડ્યો હતો.
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરીને યુવાનોના હિતોનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે પ્રધાનમંત્રીના સંદેશનો ઉલ્લેખ કરતાં પરીક્ષાર્થીઓ અને યુવાનોને વિશ્વાસ રાખવા તેમજ સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માહિતગાર કર્યા હતા.
આ મુદ્દે ધારાસભ્યએ જનતાને પ્રધાનમંત્રીના સંદેશનો વિડિયો સાંભળવા અને વધુ માહિતી મેળવવા અપીલ પણ કરી હતી
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    42 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.