અંબિકાના વાંસકુઈમાં બ્રિટિશ નાગરિકનું ફેફસાના કેન્સરથી મોત; યુકેથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમનું નિધન અંબિકાના વાંસકુઈમાં બ્રિટિશ નાગરિકનું ફેફસાના કેન્સરથી મોત; યુકેથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમનું નિધન અનાવલ : સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વાંસકુઈ ગામે એક યુકે (બ્રિટન)ના નાગરિકનું કેન્સરની બીમારીના કારણે અવસાન થતાં અનાવલ પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. યુકેના ગ્રેટર માનચેસ્ટર ખાતે રહેતા અને મૂળ વાંસકુઈ ગામના અમીતકુમાર છીબુભાઈ પટેલના ઘરે બ્રિટનથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમ હીંચકલીફ રોકાયા હતા. પોલ વિલિયમ લાંબા સમયથી ફેફસાના કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. 15 સપ્ટેમ્બરના રોજ સવારે 05:00 થી 05:15 વાગ્યાના અરસામાં વાંસકુઈ ગામતળ કોળીવાડ ફળિયા સ્થિત અમીતકુમારના ઘરે પોલ વિલિયમની તબિયત અચાનક વધુ નાજુક બનતા તેઓનું નિધન થયું હતું. આ બનાવ અંગે અમીતકુમાર પટેલે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે હેઠળ અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંબિકાના વાંસકુઈમાં બ્રિટિશ નાગરિકનું ફેફસાના કેન્સરથી મોત; યુકેથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમનું નિધન અંબિકાના વાંસકુઈમાં બ્રિટિશ નાગરિકનું ફેફસાના કેન્સરથી મોત; યુકેથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમનું નિધન અનાવલ : સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વાંસકુઈ ગામે એક યુકે (બ્રિટન)ના નાગરિકનું કેન્સરની બીમારીના કારણે અવસાન થતાં અનાવલ પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. યુકેના ગ્રેટર માનચેસ્ટર ખાતે રહેતા અને મૂળ વાંસકુઈ ગામના અમીતકુમાર છીબુભાઈ પટેલના ઘરે બ્રિટનથી આવેલા 75 વર્ષીય પોલ વિલિયમ હીંચકલીફ રોકાયા હતા. પોલ વિલિયમ લાંબા સમયથી ફેફસાના કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. 15 સપ્ટેમ્બરના રોજ સવારે 05:00 થી 05:15 વાગ્યાના અરસામાં વાંસકુઈ ગામતળ કોળીવાડ ફળિયા સ્થિત અમીતકુમારના ઘરે પોલ વિલિયમની તબિયત અચાનક વધુ નાજુક બનતા તેઓનું નિધન થયું હતું. આ બનાવ અંગે અમીતકુમાર પટેલે અનાવલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે હેઠળ અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.1
- सूरत के सरोली स्थित सालासर टेक्सटाइल मार्केट में भीषण आग, फायर ब्रिगेड की टीमें मौके पर; आग बुझाने की जद्दोजहद जारी#Surat #Saroli #SalasarTextileMarket #Fire #FireBrigade #BreakingNews सूरत के सरोली स्थित सालासर टेक्सटाइल मार्केट में भीषण आग, फायर ब्रिगेड की टीमें मौके पर; आग बुझाने की जद्दोजहद जारी#Surat #Saroli #SalasarTextileMarket #Fire #FireBrigade #BreakingNews1
- સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?1
- ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?1
- સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ." સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."1
- *सूरत ब्रेकिंग*_ 🔴 *> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*! > ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा > क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇 > > रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत > #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews1
- પલસાણાના એના ગામની હદમાંથી રૂ.11.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો પલસાણાના એના ગામની હદમાંથી રૂ.11.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો1
- પલસાણાના એના ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી રૂ.21.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પલસાણા તાલુકાના એના ગામની હદમાંથી નેશનલ એક્સપ્રેસ વે-4 પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે.કે. રાવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પ્રોહિબિશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, બંધ બોડીનો ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873માં તેનો ચાલક વસઈ, મુંબઈ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 મારફતે વસઈ, વાપી, વલસાડ અને નવસારી થઈ પલસાણા નેશનલ એક્સપ્રેસ વે-4ના એના ટોલનાકા પરથી વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે-4 પર ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન અને નંબરવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ચાલકને ઝડપી લઈ ટ્રકની અંદર તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી પોલીસે ટ્રકના ચાલક કૈલાશ સરવણરામ બિશ્નોઈ (બાબલ), ઉંમર 25 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહે. ફીટકાસની, તા. બિલાડા, થાણા કુડીભક્તાસની, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. ચાર આરોપીઓ વોન્ટેડ આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મનોજ ઉર્ફે વિષ્ણુ, જેનું પૂરું નામ-સરનામું હાલ જાણવા મળ્યું નથી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનોજ ઉર્ફે વિષ્ણુનો સંપર્ક કરાવનાર સુનીલ બિશ્નોઈ, રહે. ફીંચ, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન, તેમજ ગોધરા હાઈવે ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ અને ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873નો માલિક પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે. રૂ.21.57 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે ટ્રકમાંથી કુલ 11,520 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.11,52,000, કબજે કરી છે. આ ઉપરાંત ટાટા 610 LPT ટ્રકની કિંમત રૂ.10,00,000, આરોપી પાસેથી મળેલો મોબાઈલ ફોન રૂ.5,000, રોકડા રૂ.800 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.21,57,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સહિત ચાર આરોપીઓ તથા ટ્રકના માલિકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1