logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સપ્ટેમ્બર 2026 માં લેવાનાર ટેટ પરીક્ષા મુલતવી : 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2026 સુધી બાકી રહી ગયેલા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની ગોલ્ડન તક સપ્ટેમ્બર 2026 માં લેવાનાર ટેટ પરીક્ષા મુલતવી : 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2026 સુધી બાકી રહી ગયેલા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની ગોલ્ડન તક રતાડીયા, તા. ૨૬: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (સીટેટ) 2026 ના સપ્ટેમ્બર સત્ર માટે ઓનલાઈન અરજી વિન્ડો ફરીથી ખોલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પાત્ર ઉમેદવારો અગાઉ ૧૧ મે થી ૧૦ જૂન દરમિયાન યોજાયેલી નોંધણી પ્રક્રિયામાં અરજી કરવાની અંતિમ તારીખ ચૂકી ગયા હતા, તેમને આ નિર્ણયથી અરજી કરવાની બીજી ગોલ્ડન તક પ્રાપ્ત થઈ છે. હવે રહી ગયેલા ઉમેદવારો ૨૫ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઈટ ctet.nic.inપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. અગાઉ આ ૨૨મી સીટેટ પરીક્ષા ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાવાની હતી અને ઓક્ટોબરના અંત સુધીમાં તેનું પરિણામ જાહેર કરવાની યોજના હતી, પરંતુ હાલ પૂરતી આ પરીક્ષા મોકકૂફ રાખવામાં આવી છે. માનનીય સુપ્રીમ કોર્ટે લાયક શિક્ષકોને નિર્ધારિત શિક્ષક પાત્રતા કસોટી (ટેટ) ની વૈધાનિક લાયકાત મેળવવા માટે વાજબી તક આપવાના નિર્દેશો આપ્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ઉમેદવારોના વિશાળ હિતમાં આ નિર્ણય લેવાયો છે. જે ઉમેદવારોએ અગાઉ સફળતાપૂર્વક અરજી સબમિટ કરી દીધી છે, તેમણે ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ૧ સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન અરજી પોર્ટલ બંધ થયા બાદ પરીક્ષાની નવી અને સુધારેલી તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે શિક્ષક ભરતીના નિયમો મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોનું મૂલ્યાંકન કરવા માટે આ પરીક્ષા લેવાય છે. અત્યાર સુધીમાં ૨૧ વખત સી ટેટની પરીક્ષા સફળતાપૂર્વક યોજવામાં આવી છે, જેની છેલ્લી પરીક્ષાનું પરિણામ ૩૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ જાહેર કરાયું હતું. તમામ ઉમેદવારોને પરીક્ષાના સમયપત્રક અને આગળના અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

6 hrs ago
user_Pooja
Pooja
Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
6 hrs ago
59c2e4ab-01dc-4a10-ad30-0922c0bf73ca

સપ્ટેમ્બર 2026 માં લેવાનાર ટેટ પરીક્ષા મુલતવી : 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2026 સુધી બાકી રહી ગયેલા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની ગોલ્ડન તક સપ્ટેમ્બર 2026 માં લેવાનાર ટેટ પરીક્ષા મુલતવી : 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2026 સુધી બાકી રહી ગયેલા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની ગોલ્ડન તક રતાડીયા, તા. ૨૬: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (સીટેટ) 2026 ના સપ્ટેમ્બર સત્ર માટે ઓનલાઈન અરજી વિન્ડો ફરીથી ખોલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પાત્ર ઉમેદવારો અગાઉ ૧૧ મે થી ૧૦ જૂન દરમિયાન યોજાયેલી નોંધણી પ્રક્રિયામાં અરજી કરવાની અંતિમ તારીખ ચૂકી ગયા હતા, તેમને આ નિર્ણયથી અરજી કરવાની બીજી ગોલ્ડન તક પ્રાપ્ત થઈ છે. હવે રહી ગયેલા ઉમેદવારો ૨૫ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઈટ ctet.nic.inપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. અગાઉ આ ૨૨મી સીટેટ પરીક્ષા ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાવાની હતી અને ઓક્ટોબરના અંત સુધીમાં તેનું

0fa39cca-77af-4113-af6d-9fb348ead6cd

પરિણામ જાહેર કરવાની યોજના હતી, પરંતુ હાલ પૂરતી આ પરીક્ષા મોકકૂફ રાખવામાં આવી છે. માનનીય સુપ્રીમ કોર્ટે લાયક શિક્ષકોને નિર્ધારિત શિક્ષક પાત્રતા કસોટી (ટેટ) ની વૈધાનિક લાયકાત મેળવવા માટે વાજબી તક આપવાના નિર્દેશો આપ્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ઉમેદવારોના વિશાળ હિતમાં આ નિર્ણય લેવાયો છે. જે ઉમેદવારોએ અગાઉ સફળતાપૂર્વક અરજી સબમિટ કરી દીધી છે, તેમણે ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ૧ સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન અરજી પોર્ટલ બંધ થયા બાદ પરીક્ષાની નવી અને સુધારેલી તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે શિક્ષક ભરતીના નિયમો મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોનું મૂલ્યાંકન કરવા માટે આ પરીક્ષા લેવાય છે. અત્યાર સુધીમાં ૨૧ વખત સી ટેટની પરીક્ષા સફળતાપૂર્વક યોજવામાં આવી છે, જેની છેલ્લી પરીક્ષાનું પરિણામ ૩૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ જાહેર કરાયું હતું. તમામ ઉમેદવારોને પરીક્ષાના સમયપત્રક અને આગળના અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • ખાંડના ભાવો ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં આવશે: મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે. મહત્વપૂર્ણ વિગતો અને આંકડાકીય માહિતી: 18 લાખ ક્વિન્ટલ જથ્થો ઉપલબ્ધ: હાલમાં ઓફ-સીઝન હોવા છતાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો વિપુલ ખાંડનો જથ્થો સુરક્ષિત છે. 15 ઓક્ટોબરથી નવું ઉત્પાદન શરૂ: આગામી 15 ઓક્ટોબર પછી ખાંડ મિલોમાં નવું પીલાણ અને ઉત્પાદન પુનઃ શરૂ થતાં રાજ્યમાં ખાંડના જથ્થામાં વધુ વધારો થશે. 73,800 ટન પીલાણ ક્ષમતા: રાજ્યમાં કુલ 17 ખાંડ મિલો કાર્યરત છે, જે પ્રતિદિન 73,800 ટન શેરડીનું પીલાણ કરવાની દૈનિક ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતોને આજીવિકા: ગુજરાતમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો મિલોને શેરડી પૂરી પાડે છે, જેના થકી વાર્ષિક સરેરાશ 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે. ઇથેનોલ ઉત્પાદન અંગે સ્પષ્ટતા: મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇથેનોલ ઉત્પાદન અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકપણ ખાંડ મંડળી સીધેસીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડ બન્યા પછી જે ‘મોલાસિસ’ મળે છે, તેમાંથી જ માત્ર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી ખાંડના મૂળ ઉત્પાદન કે પુરવઠા પર તેની કોઈ નકારાત્મક અસર પડી નથી. રાજ્ય સરકારના ત્વરિત પગલાં અને આગામી દિવસોમાં શરૂ થનારી નવી સીઝનને કારણે ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળતી રહેશે અને સંગ્રહખોરી કે ભાવવધારા સામે કડક નજર રાખવામાં આવી રહી છે.
    1
    ખાંડના ભાવો ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણમાં આવશે: મંત્રી જીતુ વાઘાણી
ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે.
ગાંધીનગર: રાજ્યમાં ખાંડના પુરવઠા અને ભાવ નિયંત્રણ અંગે ખુલાસો કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, સરકારના વિશેષ અને સઘન પ્રયાસોના પરિણામે ફેક્ટરી બહાર ખાંડના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6,500થી વધુ બોલાતા ભાવ ઘટીને હાલમાં રૂ. 6,000થી નીચે આવી ગયા છે. નજીકના સમયમાં સામાન્ય બજારમાં પણ ખાંડના ભાવો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવી જશે.
મહત્વપૂર્ણ વિગતો અને આંકડાકીય માહિતી:
18 લાખ ક્વિન્ટલ જથ્થો ઉપલબ્ધ: હાલમાં ઓફ-સીઝન હોવા છતાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો વિપુલ ખાંડનો જથ્થો સુરક્ષિત છે.
15 ઓક્ટોબરથી નવું ઉત્પાદન શરૂ: આગામી 15 ઓક્ટોબર પછી ખાંડ મિલોમાં નવું પીલાણ અને ઉત્પાદન પુનઃ શરૂ થતાં રાજ્યમાં ખાંડના જથ્થામાં વધુ વધારો થશે.
73,800 ટન પીલાણ ક્ષમતા: રાજ્યમાં કુલ 17 ખાંડ મિલો કાર્યરત છે, જે પ્રતિદિન 73,800 ટન શેરડીનું પીલાણ કરવાની દૈનિક ક્ષમતા ધરાવે છે.
2 લાખથી વધુ ખેડૂતોને આજીવિકા: ગુજરાતમાં દર વર્ષે 2 લાખથી વધુ ખેડૂતો મિલોને શેરડી પૂરી પાડે છે, જેના થકી વાર્ષિક સરેરાશ 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે.
ઇથેનોલ ઉત્પાદન અંગે સ્પષ્ટતા:
મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇથેનોલ ઉત્પાદન અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકપણ ખાંડ મંડળી સીધેસીધી શેરડીમાંથી ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પીલાણ બાદ ખાંડ બન્યા પછી જે ‘મોલાસિસ’ મળે છે, તેમાંથી જ માત્ર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આથી ખાંડના મૂળ ઉત્પાદન કે પુરવઠા પર તેની કોઈ નકારાત્મક અસર પડી નથી.
રાજ્ય સરકારના ત્વરિત પગલાં અને આગામી દિવસોમાં શરૂ થનારી નવી સીઝનને કારણે ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળતી રહેશે અને સંગ્રહખોરી કે ભાવવધારા સામે કડક નજર રાખવામાં આવી રહી છે.
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર ભુજ, કચ્છ, ગુજરાત•
    2 hrs ago
  • મોરબી મહાનગરપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણીને લાકડા શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ મોરબી મહાનગરપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણીને લાકડા શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ
    1
    મોરબી મહાનગરપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણીને લાકડા શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ
મોરબી મહાનગરપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણીને લાકડા શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    22 hrs ago
  • 🔥 વર્ષા મહાયજ્ઞમાં શાળાના વિદ્યાર્થીઓએ આપી આહુતિ | કચ્છના અલગ-અલગ ગામોમાંથી પહોંચ્યા શ્રદ્ધાળુઓ | પાનધ્રો એકતાનગર જલારામ મંદિરમાં મેઘરાજને રીઝવવા છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો આજે ચોથો દિવસ પાનધ્રો, કચ્છ | 25 ઓગસ્ટ 2026 લખપત તાલુકા સહિત સમગ્ર કચ્છમાં વરસાદની અછત વચ્ચે સારો વરસાદ થાય, પશુધન માટે પૂરતો ચારો અને પાણી ઉપલબ્ધ થાય તથા જીવમાત્રનું કલ્યાણ થાય તેવી મંગલકામના સાથે પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા છ દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ તા. 22 થી 27 ઓગસ્ટ 2026 દરમિયાન વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે યોજાઈ રહ્યો છે. આજે મંગળવાર, 25 ઓગસ્ટના રોજ મહાયજ્ઞનો ચોથો દિવસ છે. શાળાના વિદ્યાર્થીઓએ યજ્ઞમાં આપી આહુતિ વર્ષા મહાયજ્ઞના ચોથા દિવસે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી. વિદ્યાર્થીઓએ વિધિવત પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીથી મહાયજ્ઞ પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત કચ્છ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વર્ષા મહાયજ્ઞમાં યજ્ઞાહુતિ આપવા તેમજ જલારામ મંદિરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓ દ્વારા કચ્છમાં સારો વરસાદ થાય અને સમગ્ર જીવમાત્રનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. વિવિધ ઔષધિઓ અને કુદરતી સામગ્રીથી યજ્ઞાહુતિ આ વિશેષ વર્ષા મહાયજ્ઞમાં 100 લીટર ગાયના ઘી, 84 પ્રકારની ઔષધિઓ, 22 પ્રકારના અનાજ, 18 પ્રકારના સુગંધિત દ્રવ્યો તથા 82 પ્રકારની જડીબુટ્ટીઓ સહિત વિવિધ કુદરતી અને ધાર્મિક સામગ્રીની વિધિવત આહુતિ આપવામાં આવી રહી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાઈ રહેલા આ મહાયજ્ઞમાં સાધુ-સંતો, બ્રહ્મચારિણી બહેનો તથા સાધકો ઉપસ્થિત રહી યજ્ઞાહુતિ આપી રહ્યા છે. મહાયજ્ઞ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનો સાથે સમગ્ર કચ્છમાં સારો અને પૂરતો વરસાદ થાય તે માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી રહી છે. ખેડૂતો અને પશુપાલકોની ખુશહાલી માટે મંગલકામના આયોજકોએ જણાવ્યું હતું કે આ મહાયજ્ઞનો મુખ્ય હેતુ કચ્છમાં સારો વરસાદ થાય, જળસ્રોતોમાં પાણીની ઉપલબ્ધતા વધે, પશુધનને પૂરતો ચારો અને પાણી મળી રહે તેમજ ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં ખુશહાલી આવે તેવી મંગલકામના કરવાનો છે. જીવ કલ્યાણ સમિતિ દ્વારા આસપાસના ગ્રામજનો તેમજ સમગ્ર કચ્છવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વર્ષા મહાયજ્ઞમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞાહુતિ અને ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બને તથા જીવમાત્રના કલ્યાણ અને સારા વરસાદ માટે પ્રાર્થના કરે.
    1
    🔥 વર્ષા મહાયજ્ઞમાં શાળાના વિદ્યાર્થીઓએ આપી આહુતિ | કચ્છના અલગ-અલગ ગામોમાંથી પહોંચ્યા શ્રદ્ધાળુઓ | પાનધ્રો
એકતાનગર જલારામ મંદિરમાં મેઘરાજને રીઝવવા છ દિવસીય વર્ષા મહાયજ્ઞનો આજે ચોથો દિવસ
પાનધ્રો, કચ્છ | 25 ઓગસ્ટ 2026
લખપત તાલુકા સહિત સમગ્ર કચ્છમાં વરસાદની અછત વચ્ચે સારો વરસાદ થાય, પશુધન માટે પૂરતો ચારો અને પાણી ઉપલબ્ધ થાય તથા જીવમાત્રનું કલ્યાણ થાય તેવી મંગલકામના સાથે પાનધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા છ દિવસીય વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ તા. 22 થી 27 ઓગસ્ટ 2026 દરમિયાન વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે યોજાઈ રહ્યો છે. આજે મંગળવાર, 25 ઓગસ્ટના રોજ મહાયજ્ઞનો ચોથો દિવસ છે.
શાળાના વિદ્યાર્થીઓએ યજ્ઞમાં આપી આહુતિ
વર્ષા મહાયજ્ઞના ચોથા દિવસે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી. વિદ્યાર્થીઓએ વિધિવત પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીથી મહાયજ્ઞ પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ ઉપરાંત કચ્છ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વર્ષા મહાયજ્ઞમાં યજ્ઞાહુતિ આપવા તેમજ જલારામ મંદિરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓ દ્વારા કચ્છમાં સારો વરસાદ થાય અને સમગ્ર જીવમાત્રનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
વિવિધ ઔષધિઓ અને કુદરતી સામગ્રીથી યજ્ઞાહુતિ
આ વિશેષ વર્ષા મહાયજ્ઞમાં 100 લીટર ગાયના ઘી, 84 પ્રકારની ઔષધિઓ, 22 પ્રકારના અનાજ, 18 પ્રકારના સુગંધિત દ્રવ્યો તથા 82 પ્રકારની જડીબુટ્ટીઓ સહિત વિવિધ કુદરતી અને ધાર્મિક સામગ્રીની વિધિવત આહુતિ આપવામાં આવી રહી છે.
વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાઈ રહેલા આ મહાયજ્ઞમાં સાધુ-સંતો, બ્રહ્મચારિણી બહેનો તથા સાધકો ઉપસ્થિત રહી યજ્ઞાહુતિ આપી રહ્યા છે. મહાયજ્ઞ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનો સાથે સમગ્ર કચ્છમાં સારો અને પૂરતો વરસાદ થાય તે માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ખેડૂતો અને પશુપાલકોની ખુશહાલી માટે મંગલકામના
આયોજકોએ જણાવ્યું હતું કે આ મહાયજ્ઞનો મુખ્ય હેતુ કચ્છમાં સારો વરસાદ થાય, જળસ્રોતોમાં પાણીની ઉપલબ્ધતા વધે, પશુધનને પૂરતો ચારો અને પાણી મળી રહે તેમજ ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં ખુશહાલી આવે તેવી મંગલકામના કરવાનો છે.
જીવ કલ્યાણ સમિતિ દ્વારા આસપાસના ગ્રામજનો તેમજ સમગ્ર કચ્છવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વર્ષા મહાયજ્ઞમાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞાહુતિ અને ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બને તથા જીવમાત્રના કલ્યાણ અને સારા વરસાદ માટે પ્રાર્થના કરે.
    user_Goswami Vinodgiri
    Goswami Vinodgiri
    Social Media Manager લખપત, કચ્છ, ગુજરાત•
    16 hrs ago
  • હળવદ હાઇવે પર ખુલ્લા ડમ્પરોનો આતંક! તંત્રની રહેમ નજર કે બેદરકારી? હપ્તા રાજની લોકચર્ચાથી ઉઠ્યા સવાલો હળવદ: હળવદના હાઇવે પર ખુલ્લા ડમ્પરો બેફામ દોડતા હોવાની ફરિયાદો વચ્ચે વાહનચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ડમ્પરમાંથી રસ્તા પર પડતા કોંક્રેટ, પથ્થર અને અન્ય સામગ્રીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલતા વાહનોની આગળ અચાનક કોંક્રેટ કે પથ્થર આવી જતા ક્યાંક વાહનચાલકો સ્લીપ મારી જાય છે તો ક્યાંક વાહનના ટાયરમાં પંચર પડવાની ઘટનાઓ સામે આવી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા ખુલ્લા ડમ્પરો જોખમરૂપ બની રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે. આ સમગ્ર મામલે તંત્રની રહેમ નજર છે કે કાર્યવાહીનો અભાવ? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ ખુલ્લા ડમ્પરો સામે કાર્યવાહી ન થવા પાછળ ‘હપ્તા રાજ’ ચાલતું હોવાની લોકચર્ચા પણ ઉઠી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી. હાઇવે પર ખુલ્લા ડમ્પરો અને રસ્તા પર પડતી સામગ્રીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. લોકોમાં એક જ સવાલ—તંત્ર ક્યારે જાગશે? રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    2
    હળવદ હાઇવે પર ખુલ્લા ડમ્પરોનો આતંક! તંત્રની રહેમ નજર કે બેદરકારી? હપ્તા રાજની લોકચર્ચાથી ઉઠ્યા સવાલો


હળવદ: હળવદના હાઇવે પર ખુલ્લા ડમ્પરો બેફામ દોડતા હોવાની ફરિયાદો વચ્ચે વાહનચાલકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ડમ્પરમાંથી રસ્તા પર પડતા કોંક્રેટ, પથ્થર અને અન્ય સામગ્રીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાલતા વાહનોની આગળ અચાનક કોંક્રેટ કે પથ્થર આવી જતા ક્યાંક વાહનચાલકો સ્લીપ મારી જાય છે તો ક્યાંક વાહનના ટાયરમાં પંચર પડવાની ઘટનાઓ સામે આવી રહી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા ખુલ્લા ડમ્પરો જોખમરૂપ બની રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે.
આ સમગ્ર મામલે તંત્રની રહેમ નજર છે કે કાર્યવાહીનો અભાવ? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બીજી તરફ ખુલ્લા ડમ્પરો સામે કાર્યવાહી ન થવા પાછળ ‘હપ્તા રાજ’ ચાલતું હોવાની લોકચર્ચા પણ ઉઠી છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ સામે આવી નથી.
હાઇવે પર ખુલ્લા ડમ્પરો અને રસ્તા પર પડતી સામગ્રીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
લોકોમાં એક જ સવાલ—તંત્ર ક્યારે જાગશે?
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    13 hrs ago
  • જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ ભગવતી પાર્ક એરિયામાં મહિલા સંચાલિત જુગારના અખાડા પર રેન્જ પોલીસ ટીમની રેડ ઘરની અંદર જ જુગાર રમાડતી મુખ્ય સ્ત્રી સંચાલક સહિત કુલ ૯ પતાપ્રેમીઓ (૬ પુરૂષો અને ૩ મહિલાઓ) ઝડપાયા. 
પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹૪,૧૮,૩૦૦/- નો મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    17 hrs ago
  • જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    1
    જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા સેવા ભાવી ઓ એ સારવાર કરાવી 
જસદણ માં અજાણ્યા શખ્સોએ આખલા પર એસિડ નાંખતા આખલા ને ઇજા પહોંચી હતી જેને જીવ દયા પ્રેમી દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 hrs ago
  • મીતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં ભેસાણ આગ મોરબી રાજકોટ હાઇવે પર મોટી દુર્ઘટના સહેજ માં પડી 40 બાળકોનો આબાદ બચાવ મીતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં ભેસાણ આગ મોરબી રાજકોટ હાઇવે પર મોટી દુર્ઘટના સહેજ માં પડી 40 બાળકોનો આબાદ બચાવ
    1
    મીતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં ભેસાણ આગ મોરબી રાજકોટ હાઇવે પર મોટી દુર્ઘટના સહેજ માં પડી 40 બાળકોનો આબાદ બચાવ
મીતાણા બ્રિજ પાસે સ્કૂલ બસમાં ભેસાણ આગ મોરબી રાજકોટ હાઇવે પર મોટી દુર્ઘટના સહેજ માં પડી 40 બાળકોનો આબાદ બચાવ
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    22 hrs ago
  • અંજાર નજીક ખેડોઈ પાસે કારમાં આગ ભલાયી: એક શખ્સ જીવતો હોમાયો હોવાની આશંકા અંજાર તાલુકાના ખેડોઈ નજીક શ્રી મોમાઈ હોટેલ પાસે મોડી રાત્રે એક કારમાં અચાનક ભયાનક આગ ભટી ઉઠી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કારમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિ આગની લપેટમાં આવી જતાં બળી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અંજાર નજીક ખેડોઈ પાસે કારમાં આગ ભલાયી: એક શખ્સ જીવતો હોમાયો હોવાની આશંકા
અંજાર તાલુકાના ખેડોઈ નજીક શ્રી મોમાઈ હોટેલ પાસે મોડી રાત્રે એક કારમાં અચાનક ભયાનક આગ ભટી ઉઠી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કારમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિ આગની લપેટમાં આવી જતાં બળી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    user_VAISHALI
    VAISHALI
    Social worker અંજાર, કચ્છ, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.