અમદાવાદ શહેરમાં માં આખા તીઝ અને પરશુરામ જયંતિ નિમિતે રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઠંડી છાસનું વિતરણ કરાયું.. તારીખ: 19 એપ્રિલ 2026 આજરોજ અમદાવાદ શહેર માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ બબીતા જૈન તથા તેમની ટીમ દ્વારા આખા તીઝ અને પરશુરામ જયંતિના પાવન પ્રસંગે શહેરમાં શ્રમિક વર્ગ માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના તાપમાં દિવસભર મહેનત કરતા મજૂરો અને કામદારોને આ સેવા દ્વારા રાહત મળી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવાયું કે, જે લોકો વહેલી સવારથી જ પોતાના પરિવારના ભરણપોષણ માટે કડકડતા તડકામાં મહેનત કરે છે, તેમના માટે આ એક નાનકડી સેવા છે. “સેવા એજ પરમો ધર્મ છે” ના સૂત્રને સાર્થક કરતાં ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં ટ્રસ્ટી મધુબેન પટેલ, જીતેન્દ્ર જૈન, નિમેષ જૈન, એલિસિનભાઈ તેમજ અજયભાઈ દવે સહિત અનેક સેવાભાવી સભ્યો જોડાયા હતા. સાથે જ જયભાઈ જોશી, સુરേന്ദ്രભાઈ, મનોજભાઈ અને પુરણભાઈએ પણ સેવાકાર્યમાં સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમથી શ્રમિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી અને ટ્રસ્ટના આ પ્રયત્નોને લોકો દ્વારા પ્રશંસા મળી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- Post by Salman moravala2
- 📍 સંતરામપુર, મહીસાગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩1
- ઝાલોદ નગરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના આયોજન હેઠળ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ વર્ષે પ્રથમ વખત કાર્યક્રમ રામદ્વારા મંદિરના પરિસરમાં યોજાયો હતો. અગાઉ આ ઉજવણી સોમનાથ મહાદેવ મંદિરે યોજાતી હતી, પરંતુ મંદિરના નવીનીકરણ અને ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપનાના હેતુસર સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સમાજના લોકો મંદિર સાથે વધુ જોડાઈ શકે તેવો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની પૂજા, અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે અને તેમના જીવનમાંથી શૌર્ય, સંસ્કાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. ઝાલોદ નગર રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી ગુજરાત અને રાજસ્થાનના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા વધારવા માટે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન કાર્યરત છે. આ પ્રસંગે બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, ઉત્થાન અને સમરસતા જાળવવા અંગે ચર્ચાઓ યોજાઈ હતી. વિપ્ર ફાઉન્ડેશનના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં સમાજને વધુ સશક્ત બનાવવા માટેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તમ પરિણામોથી સમાજનું ગૌરવ વધાર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અંતે તમામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સમાજના નિધન પામેલા સભ્યોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત રહી નથી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને વિકાસના સંકલ્પને મજબૂત બનાવતી પ્રેરણાદાયી પહેલ બની છે.1
- Post by Eagle.479991
- કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી, મહા આરતી યોજાઈ અક્ષય તૃતિયા અને બ્રાહ્મણોના પૂર્વજ, ભૃગુશ્રેષ્ઠ અને ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ. પરશુરામ કે જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, અને તે અમર છે. ભગવાન પરશુરામ જયંતિ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.શનિવારના રોજ સાંજે ઘોડા ગામના ગણેશ ભજન મંડળ દ્વારા ભજન સંતસંગ યોજાયું હતુ કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી પાંચમાં વર્ષેમાં પ્રવેશ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા પરશુરામ યુવા સંગઠન ના યુવાનો તેમજ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો, વડીલો, યુવાનો, માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા. શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી.શોભાયાત્રા બાદ મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ.3
- હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે1
- ગની મોટી ફરિયાડો કરી ત્યાર પછી સફાઈ નુ કામ ચાલુ કરયુ પણ મનસો ને કે સાધનો આપવમા આવેલા નતા. ખરેખર ભ્રષ્ટાચાર નૂ પ્રમાન વધી ગયો છે1
- મોદી સાહેબની કલ્યાણ કારી યોજનાઓ કારણે પરીવારને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લાભો આપતી ભાજપ સરકાર ત્યારે લાભાર્થીઓ પોતે મોદી સાહેબના આભાર માન્યો હતો1