સુરતમાં 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસે કઠોર ગામ નજીકથી મોટી કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ પકડ્યા છે. પોલીસે કુલ ₹6,18,190નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમોએ સરકારી પંચોને સાથે રાખીને કઠોર બસ સ્ટેશનથી માનસરોવર તરફ જતા રોડ પર રેઇડ પાડી હતી. આ રેઇડ દરમિયાન બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાંથી ચેતન ભરવાડ, મોહમ્મદ તોસીફ શેખ અને યાકીબ જુનેદ શેખ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ, સ્કોર્પિયો ફોર-વ્હીલર ગાડી, 4 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉત્રાણ પોલીસ દ્વારા હવે આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસે કઠોર ગામ નજીકથી મોટી કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ પકડ્યા છે. પોલીસે કુલ ₹6,18,190નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમોએ સરકારી પંચોને સાથે રાખીને કઠોર બસ સ્ટેશનથી માનસરોવર તરફ જતા રોડ પર રેઇડ પાડી હતી. આ રેઇડ દરમિયાન બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાંથી ચેતન ભરવાડ, મોહમ્મદ તોસીફ શેખ અને યાકીબ જુનેદ શેખ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 8.74 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ, સ્કોર્પિયો ફોર-વ્હીલર ગાડી, 4 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉત્રાણ પોલીસ દ્વારા હવે આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Madhubhai Rathodઓલપાડ, સુરત, ગુજરાત😡5 hrs ago
- અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આગામી તા. ૨૮/૦૫/૨૦૨૬ ના રોજ ઉજવવામાં આવનાર મુસ્લિમ સમાજના બકરી ઈદ (ઈદ ઉલ અદાહ) પર્વને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર આજરોજ એક શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમદાવાદ ગ્રામ્યના મહે. પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ધંધુકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આસ્થા રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. વિહોલ દ્વારા ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ બેઠક યોજવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ધંધુકા વિસ્તારમાં તહેવાર દરમિયાન પૂરતી પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી લોકો નિર્ભય રીતે પર્વની ઉજવણી કરી શકે.1
- સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામમાં વહેલી સવારે ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.1
- અમરેલી જિલ્લાના લિલીયા મોટા ખાતે આવેલા લિલીયા પોલીસ સ્ટેશનમાં તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.1
- સ્ત્રીઓ તરફી કાયદાઓમાં પુરુષો માટે બચાવની કઈ તકો ઉપલબ્ધ છે તે વિશે એક મહત્વપૂર્ણ ચર્ચા યોજાશે. આ મુદ્દે વિસ્તૃત માહિતી એડવોકેટ ઈમ્તિયાઝ એ. બલોચ દ્વારા આપવામાં આવશે, જે પુરુષોના બચાવ માટે કાયદાકીય પાસાઓની ઊંડાણપૂર્વક સમજણ આપશે.1
- માતા-પિતા માટે એક અત્યંત મહત્વપૂર્ણ શીખ આપવામાં આવી છે, જેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે તેમણે બાળકો સાથે શિસ્તના નામે એટલી બધી કડકાઈ ન રાખવી જોઈએ કે બાળક કોઈ પણ વાત કહેતા ડરી જાય. આ શીખ માતા-પિતાને તેમના બાળકો સાથેના વ્યવહારમાં સંતુલન જાળવવા અને બાળકોમાં સંવાદનો ડર ન પેદા થાય તેનું ધ્યાન રાખવા માટે પ્રેરિત કરે છે.1
- રાજ્યના કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળ ૨૦૨૬-૨૭ની બેઠક ૨૬ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપવા અને નાગરિકોની સુખ-સુવિધાઓ તેમજ જનસુખાકારીમાં વધારો કરવાનો હતો, જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૬-૨૭ના કુલ ૬૪૧ વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી, જેનો અંદાજિત ખર્ચ ₹૨૦.૫૦ કરોડ છે. આ ઉપરાંત, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા અને ફેરફાર કરાયેલા કુલ ૧૩૬ વિકાસકામોને પણ મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં થયેલા નિર્ણયો મુજબ, જિલ્લા આયોજન વિકેન્દ્રિત અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન તાલુકા કક્ષા અને નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ ₹૨૦.૫૦ કરોડના કુલ ૬૪૧ વિકાસકામોને લીલી ઝંડી મળી હતી. તે ઉપરાંત, ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ પેટા યોજના ૨૦૨૬-૨૭ માટે ₹૧.૮૪ કરોડના ખર્ચે ૭૫ વિકાસકામો હાથ ધરાશે, જ્યારે ૦૯ નગરપાલિકાના ૬૬ વિકાસકામો માટે નગરપાલિકા વિવેકાધીન યોજના હેઠળ ₹૪.૫૦ કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) ખાસ પ્લાન યોજના ૨૦૨૬-૨૭ હેઠળ બાબરા, જાફરાબાદ, ખાંભા અને રાજુલા તાલુકાના ૬ વિકાસકાર્યો ₹૨૦ લાખના ખર્ચે થશે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લાને અગાઉ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ₹૪૯.૨૫ કરોડની ગ્રાન્ટ મળતી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી વધારીને ₹૬૬.૭૫ કરોડ કરવામાં આવી છે. આ ૩૫.૫૩ ટકાના વધારાને કારણે જિલ્લામાં વધુ વિકાસકાર્યો કરવામાં મદદ મળશે. અગાઉ વર્ષ ૨૦૨૫-૨૬માં અમરેલી જિલ્લાએ રાજ્યના ૩૩ જિલ્લા પૈકી ₹૪૯.૨૫ કરોડની મળવાપાત્ર સંપૂર્ણ રકમની મંજૂરી અને ફાળવણી મેળવીને ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી અગ્રેસર રહ્યું છે. પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ મંજૂર થયેલા વિકાસકામોથી જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા અને નગરપાલિકા વિસ્તારોમાં નાગરિકોની સુખ-સુવિધાઓમાં વધારો થશે અને સર્વાંગી વિકાસને મજબૂત બળ મળશે. તેમણે સંબંધિત અધિકારીઓને ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને અટકેલા વિકાસકામોને ઝડપભેર આગળ ધપાવવા સૂચના આપી હતી, તેમજ મજબૂત સંકલન સાથે જિલ્લાની વિકાસયાત્રા આગળ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લાની વિકાસયાત્રામાં સૌના સાથ અને સહકારની વાત કરી હતી અને ચોમાસા પૂર્વે માર્ગ અને મકાન પંચાયત તથા રાજ્ય હેઠળના રોડ-રસ્તાઓના જરૂરી રીસર્ફેસીંગને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી અને શ્રી મહેશભાઈ કસવાલા વર્ચ્યુઅલી જોડાયા હતા. મંજૂર થયેલા કામોમાં સી.સી. રોડ, બ્લોક પેવિંગ રોડ, પાણીની પાઈપલાઈન, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ, કોઝ-વે, વોશિંગઘાટ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ અને જાહેર શૌચાલય જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૫-૨૬માં મંજૂર કરાયેલા કામોના પ્રગતિ પત્રકો પણ રજૂ કરાયા હતા, અને સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી શ્રી ચૌહાણે કર્યું હતું. અન્ય ઉપસ્થિતોમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા સહિત જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.1
- ગુજરાતમાં દારૂબંધી માત્ર સરકારી ચોપડે જ હોય તેવું લાગે છે, કારણ કે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં આ 'બંધી'ના લીરેલીરા ઉડી રહ્યા છે. આ વિસ્તારમાં દારૂડિયાઓનો આતંક એટલો વધી ગયો છે કે સ્થાનિકોને કાયદો-વ્યવસ્થા જેવું કંઈ અસ્તિત્વમાં હોય તેવું લાગતું જ નથી. જાહેર રસ્તાઓ પર નશામાં ધૂત થઈને ફરતા લોકોને જોઈને એવું લાગે છે કે જાણે સરકારે દારૂની હોમ ડિલિવરી માટે સ્પેશિયલ લાયસન્સ આપી દીધા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે સામાકાંઠા વિસ્તારમાં દારૂ ખરીદવો એ કરિયાણું ખરીદવા જેટલો જ સરળ અને ખુલ્લો વેપાર બની ગયો છે. બુટલેગરો અને દારૂડિયાઓના ચહેરા પર પોલીસનો કોઈ ડર નથી, ઉલટાનું એક અનોખો જ 'આત્મવિશ્વાસ' છલકાઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે ઉદ્યોગ નગર PI શ્રીની 'મીઠી નજર' કે કાગળ પરની કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે. નશાખોરો દ્વારા જાહેરમાં થતા હંગામાને કારણે સ્થાનિક પરિવારો અને રાહદારીઓમાં ભારે ભય અને રોષનો માહોલ છે. જનતા પૂછી રહી છે કે જેતપુર ઉદ્યોગનગર પોલીસ ખરેખર અજાણ છે, કે પછી આ બધું PI પોલીસની 'કૃપાદ્રષ્ટિ' હેઠળ જ ફાલી-ફૂલી રહ્યું છે? વિડિયોમાં સ્પષ્ટ દેખાતી નશાખોરોની બેખોફી દર્શાવે છે કે પોલીસની કાર્યવાહી માત્ર સરકારી કાગળો અને આંકડાઓ પૂરતી જ મર્યાદિત છે અને તેમની ધાક માત્ર સામાન્ય, કાયદાનું પાલન કરતા નાગરિકો પૂરતી જ સીમિત રહી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ 'ખુલ્લેઆમ નશાના બજાર' પર તાળા મારે છે કે પછી ભાદરના સામાકાંઠાના રહીશોએ આ નરક જેવા માહોલમાં જ જીવવાનું ચાલુ રાખવું પડશે.4
- એક નવા અભ્યાસમાં એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. આ અભ્યાસ મુજબ, વંશવેલો આગળ વધારવાનું કામ દીકરાઓ નહીં, પરંતુ દીકરીઓ કરે છે.1
- ઓસ્ટ્રેલિયામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક નાનું પ્લેન પેરાગ્લાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે પ્લેન હવામાં જ બે ટુકડા થઈ ગયું. જોકે, આ ભયાનક અકસ્માત છતાં એક મહિલાએ પોતાનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.1