Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે બરોજ ગામે નિશાળ ફળિયામાં દરોડો પાડી નારસીંગભાઈ ઉર્ફે સુરસીંગભાઈ ચંદુભાઈ રાઠવાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ અને ૩ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. ૨૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
E Kranti News
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે બરોજ ગામે નિશાળ ફળિયામાં દરોડો પાડી નારસીંગભાઈ ઉર્ફે સુરસીંગભાઈ ચંદુભાઈ રાઠવાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ અને ૩ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. ૨૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે બરોજ ગામે નિશાળ ફળિયામાં દરોડો પાડી નારસીંગભાઈ ઉર્ફે સુરસીંગભાઈ ચંદુભાઈ રાઠવાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ અને ૩ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ રૂ. ૨૦,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- છોટાઉદેપુરમાં કલેક્ટર ગાર્ગી જૈને ગેરકાયદેસર ખનિજ પરિવહન સામે કડક કાર્યવાહી કરી છે. વહીવટીતંત્રની ગેરકાયદેસર ખનન અને ખનિજ પરિવહન સામેની 'ઝીરો ટોલરન્સ'ની નીતિના ભાગરૂપે, માત્ર 24 કલાકમાં કુલ 33 વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રક સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રે ખાસ ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને રજાના દિવસોમાં પણ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, જેના કારણે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.1
- ગરૂડેશ્વરમાં શરત ભંગના કિસ્સામાં પાંચ જેટલા સરકારી અધિકારીઓના મકાનો પર "દાદાનું બુલડોઝર" ફરી વળ્યું છે. આ કાર્યવાહી વહેલી સવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેને એક મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. સામાન્ય જનતાના મકાનો પર કાર્યવાહી થયા બાદ હવે અધિકારીઓના બંગલાઓ પર બુલડોઝર ફળી વળ્યું છે. અધિકારીઓના મકાનો પર શરત ભંગના મામલે જ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં ફરી એકવાર "દાદાનું બુલડોઝર" ચાલ્યું છે.2
- પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં એક હોટલમાં કામ કરતા મૂળ રાજસ્થાનના ૨૨ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ૩૬ કલાકની સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવકની ઓળખ વિશાલ અશોકભાઈ ચૌહાણ તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના રેવદર તાલુકાના દેવરાજ ધાણ ગામનો વતની હતો અને છેલ્લા બે વર્ષથી ઘોઘંબા પોલીસ ચોકી નજીક આવેલી શિવશક્તિ હોટલમાં કામ કરતો હતો. ઘટના ૨૪ જૂનની રાત્રે બની હતી, જ્યારે વિશાલે ઝેરી દવા પી લીધી હતી. બીજા દિવસે સવારે તેની તબિયત લથડતાં સાથી કર્મચારીઓએ તેને તાત્કાલિક ઘોઘંબાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં ૩૬ કલાકની સારવાર બાદ તેની હાલત વધુ ગંભીર બનતા તેને વધુ સારવાર માટે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે, હાલોલ પહોંચતા પહેલાં જ અથવા સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતાં, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી એડી (એક્સિડેન્ટલ ડેથ) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે તપાસ શરૂ કરી છે. દરમિયાન, મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓ હાલોલ દોડી આવ્યા હતા.1
- યુવાધનને નશાના ભયાનક દૂષણથી બચાવવા અને સમાજમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ફતેપુરા પોલીસ સ્ટેશનના પરિસરમાં એક મહત્વપૂર્ણ ‘ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચે સમન્વય સાધીને સમગ્ર ફતેપુરા પંથકને ડ્રગ્સ મુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો. આ કાર્યક્રમમાં ફતેપુરા વિસ્તારના જાણીતા સામાજિક કાર્યકર મેહુલ તાવિયાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાધનને નશાની ગર્તામાંથી બચાવવા માટે સામાજિક સ્તરે સામૂહિક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. તેમની સાથે આસપાસના વિવિધ ગામડાઓના સરપંચો, સ્થાનિક વેપારી મંડળના સભ્યો, સામાજિક સંગઠનોના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહી યુવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. પોલીસ સ્ટેશનના શેડ નીચે રાખવામાં આવેલી બેઠક વ્યવસ્થામાં ગામના આગેવાનો, વડીલો અને યુવાનો શિસ્તબદ્ધ રીતે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ફતેપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI પી.એ. જાડેજા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજર જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે ડ્રગ્સના સેવનથી થતા શારીરિક, આર્થિક અને પારિવારિક નુકસાન તેમજ તેના કાયદાકીય પાસાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અધિકારીઓએ ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગ્રામ્ય કે ટાઉન વિસ્તારમાં કોઈપણ જગ્યાએ નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ કે સેવન થતું હોય તો તેની તાત્કાલિક પોલીસને જાણ કરો, અને માહિતી આપનાર નાગરિકનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ નવતર પહેલને ફતેપુરા ટાઉન અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ભારે ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી અને પોલીસના આ સરાહનીય પગલાંને બિરદાવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્થાનિક વેપારીઓ અને વિવિધ ગામના સરપંચોએ પોલીસ તંત્રને ખાતરી આપી હતી કે તેઓ પોતાના વિસ્તારને નશામુક્ત રાખવા માટે સદા તત્પર રહેશે અને ગુનાખોરી નાબૂદ કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપશે.4
- ફતેપુરા ખાતે 'અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ અભિયાન' અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 હેઠળ એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ફતેપુરાના કલાલ પાર્ટી પ્લોટ, હનુમાન ટેકરી ખાતે યોજાયો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં પ્રશિક્ષણાર્થીઓ, કાર્યકરો અને સંગઠનના પદાધિકારીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સંગઠનના વિચારો, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ સંગઠનની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા, સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા તથા સમાજસેવાના કાર્યોમાં સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો પૂરા પાડવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આ પ્રકારના પ્રશિક્ષણ વર્ગોના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે આવા વર્ગો કાર્યકરોમાં નવી ઊર્જાનો સંચાર કરે છે અને સંગઠન પ્રત્યે વધુ સમર્પણની ભાવના વિકસાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રશિક્ષણાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સંગઠનના સિદ્ધાંતો અને જનકલ્યાણના કાર્યોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો.1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આવેલી 'ઘી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી'માં કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ઓડિટ વર્ષ 2024-25 દરમિયાન ₹1.33 કરોડથી વધુની રકમનો આર્થિક ગોટાળો કરવામાં આવ્યો છે. આ છેતરપિંડીમાં મંડળીના બે સભ્યો અને એક કલેક્શન ક્લર્ક સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપો અનુસાર, આરોપીઓએ નકલી દસ્તાવેજો અને બેંક સ્ટેટમેન્ટ બનાવીને આર્થિક છેતરપિંડી આચરી હતી. સભ્યોની જમાપૂંજીનો અંગત ઉપયોગ કરીને મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે ભરતભાઈ પટેલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ઝડપી બનાવી છે.1
- સ્ટેચ્યુ ઑફ યુનિટીના પરિસરમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પ્રવાસીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. આનાથી પ્રવાસીઓને ગુજરાતની વિવિધતાસભર આદિવાસી પરંપરા, લોકકલા અને નૃત્યોનો નજીકથી અનુભવ મળે છે, જેથી તેઓ સ્થાનિક સંસ્કૃતિને વધુ સારી રીતે જાણી શકે. આ પ્રયાસો દ્વારા, આદિવાસી કલાકારોને તેમની કલાના પ્રદર્શન માટે એક સશક્ત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જે તેમને રોજગારી પણ પૂરી પાડે છે. SOU દ્વારા આવા પ્રયાસો સતત કરવામાં આવે છે, જે રાજ્ય સરકારના 'વિકાસ ભી, વિરાસત ભી' (વિકાસ પણ અને વારસો પણ) ના સંકલ્પને પણ સાકાર કરે છે.1