logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલની બાજુમાં પોળમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી. *ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલની બાજુમાં પોળમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી.* ઘર માલિકે આક્ષેપ કર્યા છે કે બહુ કોલ કર્યા છતાં ફાયર બ્રિગેડ આવી નહીં ને કોર્પોરેટરને જાણ કર્યા છતાં ફાયર બ્રિગેડ ન આવતા પોતાની મહેનતથી માંડ માંડ આગ બુઝાઈ. તમામ કડબ બળી ગઈ છે પણ ઘરમાં કોઈને કે વાડા માં બીજું નુકસાન થવા પામ્યું નથી. ઘર માલિક વારીશભાઈએ જણાવ્યું હતું કે બીજે આગ લાગે ત્યારે બરવાળા જેવા સ્થળેથી ફાયર બ્રિગેડ મંગાવવામાં આવે છે જયારે ધંધુકામાં પણ ફાયર બ્રિગેડ નથી આવી શકતી. યોગ્ય ન્યાય આપવા માંગ ઉઠી છે.

14 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
14 hrs ago

*ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલની બાજુમાં પોળમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી. *ધંધુકાની મોડર્ન હાઈસ્કૂલની બાજુમાં પોળમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી.* ઘર માલિકે આક્ષેપ કર્યા છે કે બહુ કોલ કર્યા છતાં ફાયર બ્રિગેડ આવી નહીં ને કોર્પોરેટરને જાણ કર્યા છતાં ફાયર બ્રિગેડ ન આવતા પોતાની મહેનતથી માંડ માંડ આગ બુઝાઈ. તમામ કડબ બળી ગઈ છે પણ ઘરમાં કોઈને કે વાડા માં બીજું નુકસાન થવા પામ્યું નથી. ઘર માલિક વારીશભાઈએ જણાવ્યું હતું કે બીજે આગ લાગે ત્યારે બરવાળા જેવા સ્થળેથી ફાયર બ્રિગેડ મંગાવવામાં આવે છે જયારે ધંધુકામાં પણ ફાયર બ્રિગેડ નથી આવી શકતી. યોગ્ય ન્યાય આપવા માંગ ઉઠી છે.

More news from ગુજરાત and nearby areas
  • *IPL માં સટ્ટા રમતા 6 ઈસમોને કુલ 3,60,110 ની મત્તા સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ.* કુલ રૂ 3,10,110 ની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આનંદપાર્ક સોસાયટી, મેમનગર તળાવ પાસે મેમનગર અમદાવાદ ખાતે થી કપિલ ઉર્ફે ચિરાગ અલ્કેશભાઈ ઠક્કર તથા અભય પ્રવીણભાઈ ઠક્કર નઓ ભેગા મળી ભાડાના મકાન રાખીને અલગ અલગ ક્રિકેટ સટા ના આઇડી મેળવી નાણાંની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળેલ. મોબાઈલ ફોન નંગ 16 તથા રોકડ નાણાં મળી 3,10,110 નો મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.
    1
    *IPL માં સટ્ટા રમતા 6 ઈસમોને કુલ 3,60,110 ની મત્તા સાથે પકડી પાડતી ક્રાઇમબ્રાન્ચ અમદાવાદ.*
કુલ રૂ 3,10,110 ની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે આનંદપાર્ક સોસાયટી, મેમનગર તળાવ પાસે મેમનગર અમદાવાદ ખાતે થી કપિલ ઉર્ફે ચિરાગ અલ્કેશભાઈ ઠક્કર તથા અભય પ્રવીણભાઈ ઠક્કર નઓ ભેગા મળી ભાડાના મકાન રાખીને અલગ અલગ ક્રિકેટ સટા ના આઇડી મેળવી નાણાંની હારજીત કરતા હોવાની હકીકત જાણવા મળેલ.
મોબાઈલ ફોન નંગ 16 તથા રોકડ નાણાં મળી 3,10,110 નો મુદામાલ ઝપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • ​ ​ આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણસિંહ એન. પરમાર દ્વારા સમાજને એક નવી રાહ ચીંધતું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે તેમણે પોતાની માતૃશ્રી પુનીબા ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શાળાના બાળકો માટે વોટરકુલર અર્પણ કર્યું છે ​અત્યારે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે શાળાના નિર્દોષ ભૂલકાઓને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી શ્રી પ્રવિણસિંહે આ ઉમદા નિર્ણય લીધો હતો. વર્ષો સુધી આ જ શાળામાં આચાર્ય તરીકે સેવા આપી ચૂકેલા પ્રવિણસિંહ નો શાળા પ્રત્યેનો લગાવ અને તેમની માતૃભક્તિ આ કાર્ય દ્વારા છતી થાય છે શાળાના વર્તમાન આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફગણે આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, "પ્રવિણસિંહ પરમાર સાહેબનો આ સહયોગ માત્ર ભૌતિક ભેટ નથી, પણ બાળકો પ્રત્યેની તેમની સંવેદનાનું પ્રતીક છે આ કાળઝાળ ગરમીમાં બાળકોને ઠંડુ પાણી મળશે, જેનાથી તેમને મોટી રાહત થશે અમે તેમના આ સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના માતૃશ્રી પુનીબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ​આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓએ પણ પ્રવિણસિંહ પરમારના આ કાર્યને વધાવી લીધું હતું અને માતૃ પુનીબાના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ​
​
આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય  પ્રવિણસિંહ એન. પરમાર દ્વારા સમાજને એક નવી રાહ ચીંધતું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે તેમણે પોતાની માતૃશ્રી પુનીબા ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શાળાના બાળકો માટે વોટરકુલર અર્પણ કર્યું છે ​અત્યારે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે શાળાના નિર્દોષ ભૂલકાઓને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી શ્રી પ્રવિણસિંહે આ ઉમદા નિર્ણય લીધો હતો. વર્ષો સુધી આ જ શાળામાં આચાર્ય તરીકે સેવા આપી ચૂકેલા પ્રવિણસિંહ નો શાળા પ્રત્યેનો લગાવ અને તેમની માતૃભક્તિ આ કાર્ય દ્વારા છતી થાય છે શાળાના વર્તમાન આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફગણે આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, "પ્રવિણસિંહ પરમાર સાહેબનો આ સહયોગ માત્ર ભૌતિક ભેટ નથી, પણ બાળકો પ્રત્યેની તેમની સંવેદનાનું પ્રતીક છે આ કાળઝાળ ગરમીમાં બાળકોને ઠંડુ પાણી મળશે, જેનાથી તેમને મોટી રાહત થશે અમે તેમના આ સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના માતૃશ્રી પુનીબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ​આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓએ પણ પ્રવિણસિંહ પરમારના આ કાર્યને વધાવી લીધું હતું અને માતૃ પુનીબાના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • બોટાદના ખોડીયાર નગરમાં ચરમાળીયા દાદા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાડવા બનાવવામાં આવે છે દર 15 દિવસે લાડવા બનાવવામાં આવે છે શ્વાન માટે
    1
    બોટાદના ખોડીયાર નગરમાં ચરમાળીયા દાદા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાડવા બનાવવામાં આવે છે દર 15 દિવસે લાડવા બનાવવામાં આવે છે શ્વાન માટે
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ
    4
    જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો 
જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે.
રીપોર્ટ કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    8 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • *બગોદરા ટોલટેક્સ પર રૂ 93.31 લાખનો દારૂ અને મુદામાલ ઝડપાયો.* બગોદરા પોલીસે ટોલટેકસ પાસે વાહન ચેકીંગ દરમ્યાન 93.31 લાખનો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી. નાયબ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. HR 55 Y 0543 નંબરના ટ્રકને રોકવામાં આવી. વિદેશી દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ 93 31 000 સાથે એક ઝડપાયો, 4 આરોપીઓ ફરાર. પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    *બગોદરા ટોલટેક્સ પર રૂ 93.31 લાખનો દારૂ અને મુદામાલ ઝડપાયો.*
બગોદરા પોલીસે ટોલટેકસ પાસે વાહન ચેકીંગ દરમ્યાન 93.31 લાખનો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી.
નાયબ પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચનાથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
HR 55 Y 0543 નંબરના ટ્રકને રોકવામાં આવી.
વિદેશી દારૂની પેટીઓ સહીત કુલ મુદામાલ 93 31 000 સાથે એક ઝડપાયો, 4 આરોપીઓ ફરાર.
પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.