Shuru
Apke Nagar Ki App…
સુરતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો કર્યો. દૂધ, શાકભાજી, અનાજ, તેમજ પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતો સામે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.
आई देल पब्लिक न्यूज
સુરતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ભારે હંગામો કર્યો. દૂધ, શાકભાજી, અનાજ, તેમજ પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતો સામે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.
More news from ગુજરાત and nearby areas
- સુરત શહેરના ઉધના વિસ્તારમાં માર્ગ પર ઓઇલ ઢોળાવવાને કારણે હોનારત સર્જાઈ હતી. ખરવાર નગર નજીક બનેલી આ ઘટનામાં, રસ્તા પર ઓઇલ પથરાયેલું હોવાથી અનેક વાહનો લપસી પડ્યા હતા. આ પરિસ્થિતિને કારણે ઘણા વાહનચાલકો રસ્તા પર જ ફસાઈ ગયા હતા.1
- પાલ પોલીસે તેના હદ વિસ્તારમાંથી એક ઇસમને નશાયુક્ત અને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે.1
- ગુજરાતના સુરત શહેરમાં બકરા ઈદના તહેવાર પહેલા નકલી નોટોનો ઉપયોગ કરીને બકરા ખરીદવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સચિન પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનથી પોતાના બકરા વેચવા આવેલા ભંવરલાલ ભાગરિયા નામના વેપારી પાસેથી આરોપીઓએ 50 હજાર રૂપિયામાં બે બકરા ખરીદ્યા હતા. જોકે, વેપારીએ પાછળથી નોટોની તપાસ કરતા તેને જાણ થઈ કે 100 નોટોમાંથી 97 નોટો નકલી હતી. આ અંગે તેણે તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 500 રૂપિયાની કુલ 322 નકલી નોટો મળી આવી હતી, જેમની કુલ કિંમત 1.61 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. નકલી નોટો ઉપરાંત, આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી એક બુલેટ બાઇક અને આરોપીઓએ ખરીદેલા બંને બકરા પણ પોલીસે સફળતાપૂર્વક કબજે કર્યા છે.1
- સુરત ગ્રામ્ય LCB એ માંડવીના પુનાગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દ્વારા નકલી બિલના આડશમાં કાર્યરત એક આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 9300 બોટલ વિદેશી દારૂ સહિત રૂપિયા 34.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.1
- સુરતના પાંડેસરામાં રહેતા 26 વર્ષીય બ્રિજેશ નિષાદનું ઘોડદોડ રોડ પર એક બંગલામાં સીસીટીવી કેમેરાનું કામ કરતી વખતે કરંટ લાગવાથી કરુણ મૃત્યુ થયું છે. આ દુર્ઘટના બાદ મૃતકના પિતાએ પોતાની આપવીતી વર્ણવી હતી, જેમાં તેમણે ઘટનાની વિગતો જણાવી. પરિવારજનોએ આ ઘટનામાં વળતરની માંગ કરી છે. જોકે, પરિવારનો આરોપ છે કે ઘટના બન્યા પછી જવાબદાર વ્યક્તિઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે.1
- કિશોરભાઈ કનાનીએ સુરત નગર નિગમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસ દર્શાવવા અને ભાજપના તમામ ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા બદલ વરાછા વિસ્તારના જાગૃત નાગરિકો, વડીલો, ભાઈઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.1
- દક્ષિણ આફ્રિકામાં ઇબોલાના એલર્ટને કારણે સુરતમાં તબીબી તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે, નવી સિવિલ હોસ્પિટલમાં એક આઇસોલેશન વૉર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.1
- સુરતમાં એક બંગલામાં NVR અને CCTV વાયરિંગનું કામ કરી રહેલા 26 વર્ષીય બ્રિજેશ કુમાર નિષાદનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. મહાવીર હોસ્પિટલ નજીક આવેલા એક બંગલાના રૂમમાં કામ કરતી વખતે બ્રિજેશ અચાનક નીચે ફસડાઈ પડ્યો હતો. રૂમમાં એકલા કામ કરી રહેલા બ્રિજેશને પડતો જોઈને આસપાસના બે લોકોએ તાત્કાલિક 108 ને બોલાવી હતી અને તેને મહાવીર હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે બંગલામાં ટેબલ પર ચઢીને CCTV કેમેરા અને વાયરિંગનું કામ કરતી વખતે યુવક કરંટની ઝપેટમાં આવી ગયો હોવાની આશંકા છે. યુવકને હોસ્પિટલ ખસેડાયા બાદ મૃત જાહેર કરાતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.1
- સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં મોડી સાંજે સિગારેટ પીવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 33 વર્ષીય અમર ઉર્ફે કાલુ દૌલતભાઈ પંજવાણીની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. સનસનાટીભરી આ ઘટના બાદ પોતાના વતન નેપાળ ભાગી જવાની તૈયારી કરી રહેલા એક સગીર અને એક આરોપી શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશભાઈ વસાવાને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અડાજણના આનંદ મહલ રોડ પર આવેલી પારસનગર સોસાયટીમાં રહેતા અમર પંજવાણી સાંજના સમયે એક પાનના ગલ્લા પર ગયો હતો. ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર અને તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ પણ સિગારેટ પીવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન સિગારેટ પીવા જેવી તદ્દન સામાન્ય બાબતે અમર અને બાળ કિશોર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ ઝઘડામાં બાળ કિશોરને માઠું લાગી આવતા તે ગુસ્સામાં ઘરે ગયો અને રસોડામાં વપરાતું તીક્ષ્ણ ચપ્પુ લઈને ફરી બહાર આવ્યો. ત્યારબાદ તેણે પોતાના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલનો સંપર્ક કર્યો અને મોપેડ પર ફરી સિગારેટ પીવા જવાનો પ્લાન બનાવ્યો. આ સમયે શ્રવણ ઉર્ફે ગોપાલ મૃતક અમર પંજવાણીને પણ પોતાની સાથે લઈ આવ્યો હતો. ત્રણેય જણા મોપેડ પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે ફરીથી તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. બોલાચાલી એટલી ઉગ્ર બની કે મોપેડ ચલાવી રહેલા અમરે રામનગર સરકારી વસાહત પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી દીધી. ગાડી ઊભી રહેતા જ આવેશમાં આવેલા સગીરે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે છુપાવેલું ચપ્પુ કાઢી અમરના છાતીના ભાગે ઝીંકી દીધું. ગંભીર ઈજાઓ થતા અમરનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. આ ગુનામાં શ્રવણ ઉર્ફે ગોપાલ પણ ઝઘડા દરમિયાન ત્યાં હાજર હતો અને તેણે પણ મૃતક સાથે બોલાચાલી કરીને ગુનામાં સાથ આપ્યો હતો. હત્યાના ગુનાને અંજામ આપીને બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લેતાં રાંદેર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી અને હત્યા કરીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં રહેલા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.1